ઇરફાન ખાન બર્થ એનિવર્સરી: 'પાન સિંહ તોમર' એક્ટરના 10 ફેક્ટ્સ, બોલિવૂડથી ગ્લોબલ લેવલ સુધી કર્યું રાજ
ઇરફાન ખાન એવા કલાકારોની યાદીમાં સામેલ હતા જેમના અભિનયની બરાબરી શ્રેષ્ઠ કલાકારો પણ કરી શકતા ન હતા.

Published : January 7, 2026 at 2:16 PM IST
|Updated : January 7, 2026 at 2:25 PM IST
હૈદરાબાદ: ઇરફાન ખાન એક સારા અભિનેતા હતા, તેમાં કોઈ શંકા નથી. તેઓ એવા સ્ટાર્સમાં સામેલ હતા, જે પોતાની આંખના એક્સપ્રેશનથી જ પોતાના રોલને ન્યાય આપતા હતા. ઇરફાન ખાને ઘણી ફિલ્મોમાં અભિનેતા અને સાઈડ એક્ટર બંને તરીકે કામ કર્યું, તેમણે દરેક ભૂમિકામાં અવિસ્મરણીય કામ કર્યું.આજે 7 જાન્યુઆરીએ એક્ટરને યાદ કરવાનો હેતુ તેમની જન્મ જયંતિ (બર્થ એનિવર્સરી) છે. જો આજે ઇરફાન આપણી વચ્ચે હોત તો તે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. કમનસીબે, તેમનું વર્ષ 2020માં 53 વર્ષની વયે કેન્સરને કારણે નિધન થયું. આ દરમિયાન ઇરફાન ખાનના 10 ફેક્ટ્સ વિશે વાત કરીએ જેણે સિનેમાનું સ્વરૂપ જ બદલી નાખ્યું.
ઇરફાન ખાનના 10 ફેક્ટ્સ
શરૂઆતનું જીવન અને બેકગ્રાઉન્ડ
જયપુરમાં એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા, ઇરફાન ખાન પરિવારના બિઝનેસમાં મદદ કરતા હતા. તેઓ એક જમીનદાર પરિવારમાંથી આવતા હતા, પરંતુ આર્થિક મુશ્કેલીઓના કારણે તેમને વિવિધ પ્રકારની નોકરીઓ કરવાની ફરજ પડી. તે ઇલેક્ટ્રિશિયન તરીકે પણ કામ કરતા હતા, પરંતુ અભિનય પ્રત્યેના તેમના શોખે તેમને ઘણા આગળ પહોંચાડ્યા અને ભારતીય સિનેમાને એક શાનદાર એક્ટર મળ્યો.
એક ઉત્સાહી ક્રિકેટર
અભિનેતા બનતા પહેલા, ઇરફાન ખાનનો પહેલો પ્રેમ ક્રિકેટ હતો. તે સીકે નાયડુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયા હતા જેમાં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની તક મળતી પરંતુ કમનસીબે આર્થિક નબળી પરિસ્થિતિને કારણે તેમને પાછુ ખસવું પડ્યુ હતું.
NSDમાં ટ્રેનિંગ
1984માં માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી દરમિયાન, એક્ટરને દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ મળી હતી. વર્ષ 1987માં તે ગ્રેજ્યુએટ થયા અને એક શાનદાર અભિનેતા બનીને સિનેમામાં પોતાની છાપ છોડી હતી.
સિનેમા અને ઇરફાન
ઇરફાન ખાને ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2003માં ફિલ્મ હાસિલ અને મકબૂલથી લોકોની નજરમાં આવ્યા હતા. વર્ષ 2006માં ફિલ્મ નેમસેકમાં કામ કરવાની તક મળી જેનાથી તેમને ગ્લોબલ વૈશ્વિક સ્તરે ઓળખ મળી.
ઇરફાન ખાન: એક ગ્લોબલ એક્ટિંગ આઇકન
ધીમે ધીમે, ઇરફાન ખાનનું નામ તે એક્ટર્સની યાદીમાં જોડાયું જે વૈશ્વિક ખ્યાતિ ધરાવતા હતા. ઇરફાન ખાને સ્લમડોગ મિલિયોનેર (2008), લાઇફ ઓફ પાઇ (2012), ધ લંચબોક્સ (2013) અને જુરાસિક પાર્ક (2015) જેવી ફિલ્મોથી ગ્લોબલ સિનેમામાં પોતાની સફળતા સ્થાપિત કરી.
ઐતિહાસિક વૈશ્વિક સિદ્ધિઓ
ઇરફાન ખાન એવા રેર બોલિવૂડ સ્ટાર્સમાંના એક છે જેમની ગ્લોબલ ફિલ્મો ઓસ્કાર જીતી ચુકી છે. જેમાં સ્લમડોગ મિલિયોનેર અને લાઇફ ઓફ પાઇનો સમાવેશ થાય છે.
એવોર્ડ્સ અને સન્માન
ઇરફાન ખાનને કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કાર અને સન્માન મળ્યા છે. ઇરફાન ખાને હાસિલ, લાઇફ ઇન અ મેટ્રો અને પાન સિંહ તોમર માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. વર્ષ 2011માં ઇરફાન ખાનને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2012માં તેમને ફિલ્મ પાન સિં તોમર માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
લગ્ન અને પારિવારિક જીવન
વર્ષ 1995માં ઇરફાન ખાને સુતાપા સિકંદર સાથે લગ્ન કર્યા હતા, જે એક રાઇટર અને પ્રોડ્યૂસર છે. તે ખામોશી, સુપારી, કહાની, મદારી અને કરીબ કરીબ સિંગલ જેવી ફિલ્મો માટે જાણીતી છે. ઇરફાન ખાન આમાંથી મોટાભાગની ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમના લગ્ન પછી, ઇરફાનને બે પુત્રો, અયાન ખાન અને બાબિલ ખાન થયા. બાબિલે કાલા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. બાબિલ, તેના પિતાની જેમ સારી એક્ટિંગ કરે છે.
કેન્સર સામે લડાઇ
વર્ષ 2018માં ઇરફાન ખાનને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, જે કેન્સરનું એક દુર્લભ સ્વરૂપ છે. અભિનેતાએ જાહેરાત કરી હતી કે તે સારવાર માટે લંડન જઈ રહ્યો છે.
છેલ્લા દિવસો અને મોત
29 એપ્રિલ 2020ના રોજ, ઇરફાન ખાન આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. 28 એપ્રિલના રોજ, તે કોલોન ઇન્ફેક્શનની સારવાર માટે મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, બીજા દિવસે 53 વર્ષની વયે તેમનું નિધન થયું, તેમની માતાનું તેમના મોતના ચાર દિવસ પહેલા જ અવસાન થયું હતું.
આ પણ વાંચો:

