દિલ્હી બાદ, હરિયાણામાં ટેક્સ ફ્રી થઈ કંગના રનૌતની ફિલ્મ "ભારત ભાગ્ય વિધાતા", રાજ્ય સરકારે કરી જાહેરાત
હરિયાણા સરકારે કંગના રનૌતની નવી ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાને રાજ્યમાં કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. BHARAT BHHAGYA VIDDHAATA

Published : June 14, 2026 at 2:55 PM IST
હૈદરાબાદ: કંગના રનૌતની નવી ફિલ્મ, "ભારત ભાગ્ય વિધાતા", શુક્રવાર, 12 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને તાજેતરમાં દિલ્હીમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. હવે, તેને હરિયાણામાં પણ કરમુક્ત જાહેર કરવામાં આવી છે. શનિવારે ચંદીગઢમાં ફિલ્મના નિર્માતાઓ દ્વારા આયોજિત એક ખાસ સ્ક્રીનિંગ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રી નાયબ સિંહે આ અંગેની જાહેરાત કરી.
શનિવારે ચંદીગઢમાં સ્ક્રીનિંગમાં દરમિયાન મુખ્યમંત્રી ઉપસ્થિત હતા. તેમની સાથે ફિલ્મની મુખ્ય અભિનેત્રી કંગના રનૌત પણ હાજર હતા. મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી સૈનીએ કહ્યું, "મેં કહ્યું છે કે પ્રેરણાદાયી ફિલ્મો જે આપણને પ્રેરણા આપે છે તે આપણે બધાએ જોવી જોઈએ. કારણ કે તે આપણને પ્રેરણા આપે છે અને આપણી ફરજોથી વાકેફ કરાવે છે, તેથી અમે તેને હરિયાણામાં કરમુક્ત જાહેર કરીશું."
#WATCH | Chandigarh: After watching the film 'Bharat Bhagya Vidhata', Haryana CM Nayab Singh Saini says, " i have said that such motivational films which inspire us should be watched by all of us. we will declare this 'tax-free' in haryana because this inspires us and makes us… https://t.co/t7WWlveQJN pic.twitter.com/XN9TCnvKBC
— ANI (@ANI) June 13, 2026
કંગનાએ આ પહેલનો આભાર માનતા કહ્યું કે તેનાથી તેમની ફિલ્મ રાજ્યના દરેક વ્યક્તિ સુધી પહોંચવામાં મદદ મળશે. તેણીએ મીડિયાને જણાવ્યું, "હરિયાણાના મુખ્યમંત્રીએ રાજ્યમાં મહિલાઓને સશક્ત બનાવવાનું ઉત્તમ કામ કર્યું છે. તેવી જ રીતે, તેમણે હવે અણારી ફિલ્મને કરમુક્ત કરીને, અમને હરિયાણાના દરેક નાગરિક સુધી પહોંચવાની તક આપી છે."
શનિવારે સાંજે, કંગના રનૌત અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ "ભારત ભાગ્ય વિધાતા" ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. કાર્યક્રમના વીડિયો અને ફોટામાં કંગના મુખ્યમંત્રી સૈનીનું ઉષ્મા અને આદર સાથે સ્વાગત કરતી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી, કંગના રનૌત પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી રહ્યાં છે અને દેશભરમાં ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરી રહી છે. તાજેતરમાં, તેણીએ ફિલ્મના મુખ્ય કલાકારો અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે દિલ્હીમાં ફિલ્મના ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
ભારત ભાગ્ય વિધાતામાં ગિરિજા ઓક, સ્મિતા તાંબે, અમૃતા નામદેવ, ઈશા ડે, પ્રિયા બેર્ડે, આશા શેલાર, સુહિતા થત્તે, રસિકા અઘાસે, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ મનોજ ટાપરિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે અને કંગના રનૌત, શૈલેષ આર સિંહ, ધવલ ગડા, બબીતા આશિવાલ અને આદિ શર્મા દ્વારા સહ-નિર્માતા છે.

