ETV Bharat / entertainment

'બંટવારા 1947'સની દેઓલનું ફર્સ્ટ લુક જાહેર, ફરી જોવા મળશે ભારત-પાકિસ્તાન ભાગલાની કહાની

બંટવારા 1947'ની કહાની એક એવા નાયકની આસપાસ વણાયેલી છે, જેણે નફરત, ડર અને તે ભયાનક સમયગાળામાં પણ હિંમતનો માર્ગ છોડ્યો ન હતો.

'બંટવારા 1947'સની દેઓલનું ફર્સ્ટ લુક જાહેર
'બંટવારા 1947'સની દેઓલનું ફર્સ્ટ લુક જાહેર (POSTER)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 9, 2026 at 1:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી ફિલ્મ "બંટવારા 1947"નું દિગ્દર્શન પીઢ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ દેશના ભાગલાના સમયગાળાના દિવસોની યાદમાં રિલીઝ કરવામાં આવશે. આમિર ખાન પ્રોડક્શન્સે તેમની આગામી ફિલ્મ "બંટવારા 1947" નું મોશન પોસ્ટર રિલીઝ કરીને સૌ કોઈને એક મોટી અને શાનદાર સરપ્રાઈઝ આપી છે.

આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોમાંચક અને સીધું જ હૃદયને સ્પર્શી જાય તેવુ ફિલ્મનું પોસ્ટર સંપૂર્ણ રીતે ક્રોધ, લાગણી અને કંઈક કરવાની છૂટવાની દૃઢ ભાવનાથી ભરેલું છે. આ ફિલ્મમાં શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ, અભિમન્યુ સિંહ, ખુશી હજારે અને કનિકા કપૂર જેવા શ્રેષ્ઠ સ્ટાર કાસ્ટ જોવા મળશે, આ ઉપરાંત એક શાનદાર ક્રિએટીવ ટીમ સાથે, આ ફિલ્મ દર્શકોને થિયેટરોમાં એક સંપૂર્ણપણે અલગ અને અનોખો અનુભવ આપવાની નેમ ધરાવે છે.

"બંટવારા 1947" ફિલ્મની કહાની એક એવા નાયકની આસપાસ ફરે છે, જેણે નફરત અને ભયનો સામનો કરીને સાહસનો માર્ગ પસંદ કર્યો. દિગ્ગજોની આ પ્રભાવશાળી સ્ટાર કાસ્ટ સાથે આ ફિલ્મ દર્શકોને ખુબ જ દમદાર અને અસરદાર પરફૉર્મન્સ પ્રદાન કરવાનો દાવો કરે છે.

આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષોથી અનેક કલ્ટ ક્લાસિક ફિલ્મો આપ્યા બાદ, સંતોષી હવે એક આકર્ષક અને હૃદયદ્રાવક વાર્તા લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ રાજકુમાર સંતોષી અને સની દેઓલની તે આઈકોનિક જોડીના પૂરા 30 વર્ષ બાદ વાપસી કરી રહ્યાં છે. જેમણે ભારતીય સિનેમાને તેમના સમયની કેટલીક સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો આપી, જેમ કે "ઘાયલ," "દામિની," અને "ઘાતક."

આ ધમાકેદાર મોશન પોસ્ટરે દર્શકોના ઉત્સાહને વધારી દીધો છે, જે આ ઐતિહાસિક જોડીની કહાનીને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત, "બંટવારા 1947" રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત છે, જેમાં સુપ્રસિદ્ધ સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા રચિત અદભુત સંગીત અને જાવેદ અખ્તર દ્વારા લખાયેલા ગહન ગીતો છે.

આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દેશના ભાગલા દિવસની યાદમાં 14 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

  1. બોર્ડર 2 બોક્સ ઓફિસ: ભારતમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર, સની દેઓલની ફિલ્મે બીજા રવિવારે ધમાલ મચાવી
  2. કન્ફર્મ: આમિર ખાને અટકળો પર લગાવ્યો વિરામ, ગૌરી સ્પ્રેટ સાથે કરશે લગ્ન, જાણો વેડિંગ ડેટ