કરોડો ફેન્સના દિલ જીતનારી 'સૈયારા'ની સુપરહીટ જોડી ફરી દેખાશે એકસાથે, મોહિત સૂરી ડિરેક્ટ કરશે ઈન્ટેન્સ રોમાન્ટિક લવ ડ્રામા
અહાન પાંડે અને અનિત પડ્ડાની 'સૈયારા' સૌથી વધુ કમાણી કરનારી લવ-સ્ટોરી ફિલ્મ પૈકીની એક છે

Published : April 16, 2026 at 8:31 PM IST
હૈદરાબાદ: ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી લવ-સ્ટોરી ફિલ્મો પૈકીની એક 'સૈયારા'ની લીડ સ્ટારકાસ્ટ ફરી એકવાર લવ-રોમાન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. 2025માં મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી 'સૈયારા'એ યુવાનોમાં પ્રેમની નવી પરિભાષા રચી હતી. આ ફિલ્મે લોકોને અહાન પાંડે પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ રાતોરાત સ્ટાર બની ગયો અને અનીત પડ્ડા કરોડો ફેન્સનો ક્રશ બની ગઈ. આ સુંદર અને ફ્રેશ જોડી ફરી એકવાર પોતાના દર્શકો માટે પ્રેમનો પેગામ લઈને આવી રહી છે. ગત 15 એપ્રિલના રોજ જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાણકારી આપી છે કે, અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી ફરી એકવાર પડદા પર આગ લગાવવા માટે તૈયાર છે.
તરણ આદર્શે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું: "'સૈયારા' ટીમ રિટર્ન્સ, સત્તાવાર જાહેરાત, સૈયારાની ટીમનું કમબેક. દિગ્દર્શક મોહિત સુરી, નિર્માતા અક્ષય વિધિણી અને મુખ્ય કલાકારો અહાન પાંડે અને અનિત પડ્ડાએ ફરી એકવાર એક ઈન્ટેન્સ લવસ્ટોરીવાળી ફિલ્મ માટે ફરી એકવાર સાથે આવવાનું વચન આપ્યું છે. આ ફિલ્મમાં હૃદય અને આત્માને સ્પર્શી જાય તેવું સંગીત હશે." તરણ આદર્શે વધુમાં નોંધ્યું, "ફિલ્મનું શીર્ષક હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ પ્રોજેક્ટને યશ રાજ બેનરનો પણ સપોર્ટ મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જવાની છે; જોકે, તે 'સૈયારા 2' નથી."
મોહિત સુરી, અહાન પાંડે અને અનિત પદ્દાની ત્રિપુટી દ્વારા 'સૈયારા' થકી પાથરેલ જાદુ આખો દેશ પહેલાથી જ જોઈ ચૂક્યો છે. હવે, આ ત્રિપુટી ફરી એકવાર દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. મોહિત સુરી સ્પષ્ટપણે આ આગામી પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે અહાન પાંડે અને અનિત પડ્ડા સાથે ફરી એકવાર કોલાબરેશન કરવાની તક મળવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો. મોહિતે કહ્યું, "પ્રેમકથાઓ હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહી છે. જ્યારે લાગણીઓ ઉભરી આવે છે, ત્યારે તેમને અવગણવી મુશ્કેલ બની જાય છે. પ્રેમ એ એવી વસ્તુ છે જે અંદરથી અનુભવાય છે. તેથી જ હું આવી વાર્તાઓ તરફ વધુ આકર્ષિત થવાનું વલણ રાખું છું. 'સૈયારા' ટીમ સાથે ફરી જોડાવાનો મને ખૂબ આનંદ થાય છે. એક નવી વાર્તા સાથે ફરી સાથે આવવું ખરેખર એક આનંદદાયક અનુભવ છે; આ વખતે, હું પોતે એક નવોદિત જેવો અનુભવ કરું છું - હું આ વાર્તાને જીવંત કરવા માટે ઉત્સાહિત અને ઉત્સુક છું. મને આશા છે કે, ફરી એકવાર, મારું સંગીત લોકોના હૃદયને સ્પર્શશે."
આ પણ વાંચો:

