આમિર ખાન કરશે ત્રીજા લગ્ન, 5 જુલાઇએ ગૌરી સ્પ્રેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને પોતાના ફેન્સને ત્રીજા લગ્ન સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી શેર કરી છે.

Published : July 3, 2026 at 12:36 PM IST
હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને પોતાના ફેન્સને ત્રીજા લગ્ન સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી શેર કરી છે. આમિર ખાને એક ફિલ્મ ઇવેન્ટમાં બોલતા જણાવ્યું કે ગૌરી સ્પ્રેન્ટ સાથે થનારા લગ્ન ક્યારે અને ક્યા કરશે. આમિર ખાને સાથે જ જણાવ્યું કે લગ્નમાં કોણ કોણ મહેમાન સામેલ થશે. આમિર ખાન જ્યારે પોતાના ત્રીજા લગ્ન વિશે માહિતી આપતો હતો ત્યારે તેની સાથે પ્રથમ લગ્નથી થયેલો મોટો પુત્ર જુનૈદ ખાન હાજર હતો. આ દરમિયાન 3 ઇડિયટ્સના ડાયરેક્ટર રાજકુમાર હિરાની સ્ટેજ પર પહોંચ્યા હતા અને આમિર ખાનને ગળે લગાવ્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે આમિર ખાન ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાનીના પુત્ર વીર હિરાનીની ડેબ્યૂ ફિલ્મ પ્રીતમ એન્ડ પેટ્રોની એક ઇવેન્ટમાં બોલતો હતો.
#WATCH | Mumbai | On his marriage plans, actor Aamir Khan says, " i am getting married on july 5, and the wedding will take place at home with close family and friends. we seek everyone's blessings and hope that we remain happy forever..." (02.07) pic.twitter.com/GXhBqEaDcH
— ANI (@ANI) July 3, 2026
ક્યા અને ક્યારે થશે લગ્ન?
આમિર ખાને ઇવેન્ટમાં જણાવ્યું, લગ્ન 5 જુલાઇએ થઇ રહ્યા છે. ઘણા નાના લગ્ન છે, ઘરે જ લગ્ન કરીશું. અમારા માટે 5 જુલાઇનો ઘણો ખાસ દિવસ છે. નાનો પ્રોગ્રામ ઘરે જ અમે કરી રહ્યા છીએ અને અમે તમામ લોકોની દુઆ માંગીશું કે અમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરો કે અમે ખુશ રહીયે અને સારી સફર રહે. જ્યારે આમિર ખાનને તેના લગ્નની ગેસ્ટ લિસ્ટ વિશે પૂછવામાં આવ્યું તો એક્ટરે જણાવ્યું, 'મારા બાળપણના કેટલાક મિત્ર છે, જે આ લગ્નમાં આવવાના છે. ફેમિલી ફ્રેન્ડ્સ અને બન્ને પરિવારના સંબંધીઓ હાજર રહેશે. ઘરે જ લગ્ન કરીશું.'
આમિર ખાનના ત્રીજા લગ્ન
આમિર ખાન આગામી 5 જુલાઇએ પોતાના ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યો છે. આમિર ખાને પ્રથમ લગ્ન રીના દત્તા સાથે 1986માં કર્યા હતા અને આ લગ્નથી તેને એક પુત્ર જુનેદ અને દીકરી ઇરા ખાન થઇ હતી. વર્ષ 2002માં આમિર ખાન અને રીના અલગ થઇ ગયા હતા અને પછી વર્ષ 2005માં આમિર ખાને કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી એક પુત્ર આઝાદ થયો હતો. આમિર અને કિરણ વર્ષ 2021માં સહમતિથી અલગ થયા હતા. હવે આમિર ખાન 5 જુલાઇએ ત્રીજી વખત લગ્ન કરવા જઇ રહ્યો છે. આમિર ખાન ગૌરી સ્પ્રેન્ટ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે જેની મિત્રતા ઘણી જૂની છે. ગૌરીના છૂટાછેડા થઇ ગયા છે અને એક પુત્રની માતા છે. ગૌરી એક્ટરના પ્રોડક્શન હાઉસ આમિર ખાન પ્રોડક્શનમાં કામ કરે છે. આ દરમિયાન બન્નેની મુલાકાત થઇ હતી.
આ પણ વાંચો:

