શેર બજારની નબળી શરૂઆત: સેન્સેક્સ 200 અંક તૂટ્યો, નિફ્ટી 24050ની નીચે
સેન્સેક્સ 200 અંક તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 24050ની આસપાસ ખુલ્યો હતો.

Published : June 29, 2026 at 10:07 AM IST
મુંબઇ: મિશ્ર ગ્લોબલ સંકેતો છતા 29 જૂને ભારતીય ઇન્ડેક્સની શરૂઆત નબળી થઇ હતી. સેન્સેક્સ 200 અંક તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 24050ની આસપાસ ખુલ્યો હતો. તેજી સાથે શરૂઆત થયા બાદ સેન્સેક્સ 200 અંક તૂટ્યો હતો. આજના બિઝનેસ સત્રમાં IT શેરમાં ફરી એક વખત દબાણ જોવા મળી રહ્યું છે જ્યારે ફાર્મા શેરમાં તેજી જોવા મળી છે. મેટલ શેરમાં પણ તેજી જોવા મળી છે અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.65 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
Niftyના ટોપ ગેનર અને લૂઝર શેર
29 જૂને વેપાર સત્રમાં નિફ્ટી 50ના 32 શેરમાં ખરીદદારી જ્યારે 18માં વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેનરમાં ડૉ. રેડ્ડીઝ, શ્રીરામ ફાઇનાન્સ, ટ્રેંટ લિમિટેડ, ONGC, સનફાર્મા સામેલ છે જ્યારે ટોપ લૂઝરમાં કોટક બેન્ક, અદાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ડિગો, અદાણી પોર્ટ્સ અને એમ એન્ડએમ સામેલ છે.
આ શેરમાં ખરીદી અને વેચવાલી જોવા મળી
આજના વેપાર સત્રમાં કોટક મહિન્દ્રા બેન્ક, ટોરેન્ટ પાવર, અરબિંદો ફાર્મા, ઇન્ડોકો રેમેડીઝ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ લાઇફસાયન્સેઝ, KEC ઇન્ટરનેશનલ, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા જેવા શેરમાં એક્શન જોવા મળી રહ્યું છે.
HDFCને મળશે નવા ચેરમેન
HDFC બેન્ક બોર્ડ આગામી 7-10 દિવસમાં નવા ચેરમેનની નિયુક્તિને ફાઇનલ કરશે. નોમિનેશન અને રેમુનરેશન કમિટી (NRC) રેન્કના હિસાબથી બોર્ડને ત્રણ કેન્ડિડેટની એક પેનલ આપશે. ચેરમેનની નિયુક્તિ બાદ બોર્ડ CEOના પદ માટે એક કેન્ડિડેટના એપ્રુવલ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ને જાણ કરશે.
આ પણ વાંચો:

