ETV Bharat / business

ફ્લાઇટમાં બુકિંગના 48 કલાકની અંદર ટિકિટ રદ કરવા પર મળશે 100% રિફંડ, જાણો શું છે નવો નિયમ?

ફ્લાઇટ ટિકિટમાં ફેરફાર પર હવે નહીં લાગે વધારાનો ચાર્જ, DGCA ના નવા નિયમ મુજબ 48 કલાકમાં ટિકિટ રદ કરવા પર 100% રિફંડની જાહેરાત કરાઈ છે.

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો ((Canva))
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 11:36 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: હવાઈ મુસાફરી કરનારા લાખો લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ યાત્રી ચાર્ટરમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરીને ટિકિટ રદ (કેન્સલ) કરવા અને તેમાં ફેરફારના નિયમો સરળ બનાવ્યા છે. નવા નિયમ મુજબ, હવે જો કોઈ યાત્રી ટિકિટ બુક કર્યાના 48 કલાકની અંદર તેને રદ કરે અથવા તેમાં ફેરફાર કરે તો તેના પર કોઈ કેન્સલેશન ફી નહીં લાગે.

આ નિર્ણયથી ઘણી વખત પ્લાન બદલાવાને કારણે ટિકિટ રદ કરનારા યાત્રીઓને મોટો ફાયદો થશે. અત્યાર સુધી ટિકિટ રદ કરતી વખતે એરલાઇન્સ દ્વારા ભારે કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવતો હતો, જેના કારણે યાત્રીઓને નાણાંકીય નુકસાન ભોગવવું પડતું હતું. નવા 'લુક-ઇન' પિરિયડ પ્રોવિઝન હેઠળ, યાત્રીઓ 48 કલાકમાં ટિકિટ રદ કરે તો તેમને 100 ટકા રિફંડ મળશે.

નિયમોની મહત્વની શરતો


જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે:

સમયનો તફાવત:

આ નિયમ ત્યારે જ લાગુ પડશે જ્યારે સ્થાનિક ફ્લાઇટની તારીખ ટિકિટ બુકિંગની તારીખથી ઓછામાં ઓછા 7 દિવસ પછીની હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે આ સમય મર્યાદા 15 દિવસ રાખવામાં આવી છે.

નામમાં સુધારો:

જો એરલાઇનની વેબસાઇટ પરથી સીધી બુકિંગ કરવામાં આવી હોય, તો યાત્રી બુકિંગના 24 કલાકની અંદર પોતાના નામની નાની-મોટી ભૂલો કોઈ શુલ્ક વગર સુધારી શકે છે.

ભાડાનો તફાવત:

જો તમે તારીખ બદલો અને નવી તારીખનું મૂળ કિરાયું જૂના કરતાં વધુ હોય, તો તમારે માત્ર ભાડાનો તફાવત ભરવો પડશે. કોઈ દંડ નહીં લાગે.

રિફંડ પ્રક્રિયા સરળ બની
DGCA એ રિફંડની પ્રક્રિયાને પણ વધુ પારદર્શક અને સખત બનાવી છે. હવે એરલાઇન્સ માટે 14 કામકાજી દિવસની અંદર રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બનશે. જો યાત્રીએ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરી હોય, તો 7 દિવસમાં પૈસા પરત આવવા જોઈએ. ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવી હોય તો પણ રિફંડની અંતિમ જવાબદારી એરલાઇનની જ રહેશે.

નિષ્ણાતોના મતે આ નિર્ણય ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં 'ઈઝ ઓફ ટ્રાવેલ' તરફનું એક મોટું પગલું છે, જેનો સૌથી વધુ લાભ સામાન્ય યાત્રીઓને મળશે.

આ પણ વાંચો:

કેન્દ્રએ ફ્લાઇટ ટિકિટ કેન્સિલેશન અને રિફંડ માટે માર્ગદર્શિકા જાહેર કરી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સના ભાડા મર્યાદિત કર્યા, કહ્યું-"મુસાફરોનું શોષણ ન કરો"