ETV Bharat / business

શેર બજારમાં તેજી: સેન્સેક્સમાં 130 અંકનો ઉછાળો, નિફ્ટી 24450ને પાર

મિશ્ર ગ્લોબલ સંકેતો છતા ભારતીય ઇન્ડેક્સ 7 જુલાઇએ તેજી સાથે ખુલ્યું હતું. ભારતીય શેર બજારમાં સતત પાંચમા દિવસે તેજી જોવા મળી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 7, 2026 at 9:30 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઇ: મિશ્ર ગ્લોબલ સંકેતો છતા ભારતીય ઇન્ડેક્સ 7 જુલાઇએ તેજી સાથે ખુલ્યું હતું. ભારતીય શેર બજારમાં સતત પાંચમા દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 130 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 24450 પર હતું.

વૈશ્વિક ગ્લોબલ સંકેતો વચ્ચે GIFT Nifty50 માટે સારી શરૂઆતના સંકેત આપ્યા છે. ફ્યૂચર્સ 102 પોઇન્ટ વધીને 24,586 પર કોટેડ હતો. મોટાભાગના એશિયન બજાર નીચે ટ્રેડ કરી રહ્યા હતા જેમાં સાઉથ કોરિયાનું કોસ્પી સૌથી વધુ નુકસાનમાં હતું. કોસ્પી 5 ટકા નીચે હતું જ્યારે જાપાનનું નિક્કેઇ 0.93 ટકા તૂટ્યું હતું.

પ્રથમ વખત શેર બજાર 78000ને પાર

BSE સેન્સેક્સ 176 અંક ઉપર પ્રથમ વખત 78400ના સ્તરને પાર કરી ગયું છે. NSE Nifty પણ 49 અંકની તેજી સાથે 24479ના સ્તર પર પહોંચી ગયું છે.

ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી વધારો થયો હતો. 72.29 ડૉલર પ્રતિ બેરલ છે.

સોનાના ભાવમાં ઘટાડો

માંગમાં નબળાઇ અને ડોલરની મજબૂતીથી ગોલ્ડ જેવી વ્યાજ ના આપનારા એસેટની ચમક ફીકી પડી છે. એક દિવસની સ્થિરતા બાદ દિલ્હીમાં સતત બીજા દિવસે ગોલ્ડ સસ્તું થયું છે. બે દિવસમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 120 અને 22 કેરેટનું સોનું 110 રૂપિયા સસ્તુ થયું છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ ગોલ્ડના ભાવ 1,46,660 રૂપિયા, 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1,34,440 અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,10,010 રૂપિયા છે.

આ પણ વાંચો: