શેરબજારની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો
ભારતીય શેરબજારના કારોબારીના ત્રીજા દિવસે પણ શેરબજારમાં આંશિક વૃદ્ધી જોવા મળી રહી છે, સેન્સેક્સ અને નિફ્ટી આંશિક ઉછાળા સાથે ખુલ્યા છે.

Published : August 26, 2026 at 10:00 AM IST
મુંબઈ: આજે 26 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય શેરબજારની શરૂઆત મિશ્ર પરંતુ સકારાત્મક રીતે થઈ છે. નિફ્ટીમાં આશરે 70 અંકનો ઉછાળો જોવા મળ્યો જ્યારે, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ બંનેમાં આશરે 0.2%નો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે. લગભગ $86.2 પ્રતિ બેરલ એટલે કે, 2.7% ભાવ ઘટ્યો છે, જે ભારતીય બજાર માટે રાહતરૂપ છે.
PSU બેંક શેરોમાં વધારાને કારણે નિફ્ટી 50 અને સેન્સેક્સમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. સવારે 09.19 કલાકે, સેન્સેક્સ 160.50 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 77,816.59 પર અને નિફ્ટી 50, 15.90 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 24,318.65 પર કારોબાર કરી રહ્યો હતો.
ICICI બેંક, SBI લાઈફ ઈન્શ્યોરન્સ કંપની અને HDFC લાઈફ ઈન્શ્યોરન્સ કંપની નિફ્ટી 50માં સૌથી વધુ વૃદ્ધિ કરનારા હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ અનુક્રમે 0.19 ને 0.51 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે, ઈરાન-ઓમાન વચ્ચેની વાતચીત અને Strait of Hormuz ફરી ખુલવાની આશાને કારણે ક્રૂડમાં ઘટાડો થયો છે. તેના કારણે ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટને સપોર્ટ મળ્યો છે.

