ETV Bharat / business

શેર બજારમાં કડાકો: સેન્સેક્સ 500 અંક તૂટ્યો, નિફ્ટી પણ 24,300ની નીચે

પશ્ચિમ એશિયામાં ફરી અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવની અસર ભારતીય શેર બજાર પર પડી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (getty image)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 9:52 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઇ: પશ્ચિમ એશિયામાં ફરી અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવની અસર ભારતીય શેર બજાર પર પડી છે. નબળા ગ્લોબલ સંકેતોને કારણે 8 જુલાઇએ ભારતીય ઇન્ડેક્સની નબળી શરૂઆત થઇ હતી અને નિફ્ટી 24300ની નીચે આવી ગયો છે.

સેન્સેક્સ 420.78 પોઇન્ટ અથવા 0.54 ટકા તૂટીને 77,759.94 પર હતો અને નિફ્ટી 134.10 પોઇન્ટ અથવા 0.55 ટકા તૂટીને 24,264.60 પર હતો. લગભગ 848 શેરમાં તેજી જ્યારે 1415 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 145 શેરમાં કોઇ બદલાવ જોવા મળ્યો નહતો.

ONGC, ડૉ.રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, વિપ્રો, સન ફાર્મા નિફ્ટી પર ગેનર્સમાં હતા જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ લૂઝર્સમાં હતા.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

પશ્ચિમ એશિયામાં ફરી ઉભા થયેલા સંકટને કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. બ્રેંટ ક્રૂડ અઢી ટકા ચઢીને 76 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.

ઇન્ડિગોના માર્કેટ શેર તૂટ્યા

ઇન્ડિગોના માર્કેટ શેર 65%થી તૂટીને 64.9% થઇ ગયો છે. પેસેન્જર લોડ ફેક્ટર 82.7% વધીને 87.4% થઇ ગયો છે. જોકે, સ્પાઇસજેટના શેર 0.19 ટકાના ઘટાડા સાથે 11.34 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવ પણ ઘટ્યા

આંકડા અનુસાર સોનામાં આશરે 0.38% સુધી ઘટાડો જોવા મળ્યો છે અને કિંમત 16.00 ડૉલર ચઢીને 4,141 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઇ છે. બીજી તરફ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. ચાંદી 0.42% ઘટીને આવી છે અને આ 61.070 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેંડ કરી રહી છે.

આ પણ વાંચો: