ETV Bharat / business

શેર બજારમાં કડાકો: સેન્સેક્સ 500 અંક તૂટ્યો, નિફ્ટી 23950ની નીચે

મિશ્ર ગ્લોબલ સંકેતો વચ્ચે 5 મેએ ભારતીય ઇન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 500 અંક તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 23950ની નીચે જતો રહ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2026 at 10:05 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઇ: બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તેમજ મિશ્ર ગ્લોબલ સંકેતો વચ્ચે 5 મેએ ભારતીય ઇન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 500 અંક તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 23950ની નીચે જતો રહ્યો હતો.

સેન્સેક્સ 320.20 પોઇન્ટ અથવા 0.41 ટકા તૂટીને 76,949.20 પર હતો અને નિફ્ટી 98.30 પોઇન્ટ અથવા 0.41 ટકા તૂટીને 24,021.00 પર હતો. લગભગ 1153 શેરમાં તેજી જ્યારે 1103 શેરમાં મંદી જોવા મળી હતી. 159 શેરમાં કોઇ બદલાવ થયો નહતો.

નિફ્ટી પર શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, HDFC બેન્ક, મારૂતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ મોટા લૂઝર્સમાં હતા જ્યારે ONGC, અદાણી પોર્ટ્સ, મેક્સ હેલ્થકેર, ITC, હિંડાલ્કો લૂઝર્સમાં હતા.

UAE પર ઇરાનના હુમલા અને ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ગ્લોબલ બજારનો મૂડ બગડ્યો છે. ગિફ્ટ નિફ્ટી 175 પોઇન્ટ કરતા વધુ તૂટ્યું હતું જ્યારે રેકોર્ડ ઊંચાઇથી US INDICES ઘટ્યા હતા. ડાઓ જોન્સમાં સૌથી વધુ 550 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. એશિયામાં આજે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના બજાર બંધ છે.

સૌથી વધુ તૂટ્યા આ 10 શેર

શેર માર્કેટમાં ઘટાડા વચ્ચે સૌથી વધુ તૂટનારા શેરની વાત કરીએ તો BSE લાર્જકેપ કંપનીમાં સામેલ Bajaj Finance Share 1.50%, Bajaj Finserv Share 1.30%,LT Share 1.25%ના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. આ સિવાય મિડકેપ કંપનીમાં સામેલ Voltas Share (3%),Muthoot Finance Shre (2.60%),Godrej Properties Share (2.45%),GMR Airport Share (2.20%) ઘટીને ટ્રેડ કરી રહ્યા છે.

સ્મોલકેપ કેટેગરીમાં સામેલ કંપની પર નજર કરીએ તો Syngne Share (3%), Mannappuram Share (2.5%) તૂટીને વેપાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો: