ETV Bharat / business

શેર બજારમાં હાહાકાર: યુદ્ધના સંકટ વચ્ચે સેન્સેક્સ 1000 અંક તૂટ્યો, નિફ્ટી 25000ની નીચે

મિડલ ઇસ્ટ સંકટ અને ક્રૂડ ઓઇલમાં ઉછાળા બાદ બજાર ક્રેશ: સેન્સેક્સ 1048 અંક તૂટ્યો, રૂપિયો 92.03ના રેકોર્ડ નીચલા સ્તરે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (getty image)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 4, 2026 at 9:47 AM IST

|

Updated : March 4, 2026 at 9:54 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઇ: મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને યુદ્ધના સંકટ વચ્ચે આજે 4 માર્ચ 2026ના રોજ ભારતીય શેર બજારમાં 'બ્લેક વેનસડે' જેવો માહોલ જોવા મળ્યો છે. હોળીની રજા બાદ જ્યારે શેર માર્કેટ ખુલ્યું તો રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી તાશના પત્તાની જેમ તૂટી ગયું હતું.

બજારની સ્થિતિ: ભારે ઘટાડો

આજના વેપારી સત્રમાં BSE સેન્સેક્સ 1048 અંક તૂટીને 80.238ના સ્તર પર બંધ થયું. નિફ્ટી 50માં પણ 312 અંકનો ઘટાડો નોંધાયો અને આ 24,865ના સ્તરે સમેટાઇ ગયું હતું. સવારે બજાર ખુલતા જ ગિફ્ટ નિફ્ટીના આશરે 500 અંકના ઘટાડાના સંકેત આપ્યા હતા જેનાથી રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે.

બજાર તૂટવાના 3 મુખ્ય કારણ

યુદ્ધનું સંકટ: અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા સૈન્ય સંકટે વૈશ્વિક બજારોને ડરાવી દીધા છે. ખાડી દેશોમાં તણાવને કારણે સપ્લાય ચેનમાં વિલંબની આશંકા છે.

કાચા તેલમાં ઉછાળો: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટા ભાગનું તેલ આયાત કરે છે માટે તેલ મોંઘુ થવાની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડે છે.

રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો: ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 92.03ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે જેનાથી વિદેશી રોકાણકારો (FIIS)એ બજારમાંથી પૈસા કાઢવાનું શરૂ કર્યું છે.

સેક્ટોરલ અપડેટ

બજારમાં અફરા તફરી વચ્ચે બેન્કિંગ, ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં 3%નો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે ઇન્ડિગો જેવી એરલાઇનના શેરમાં 8% જેટલો ભારે ઘટાડો નોંધાયો છે.

જોકે, આ માહોલમાં ડિફેન્સના શેરોએ સારૂ પ્રદર્શન કર્યું છે. BEL અને પારસ ડિફેન્સ જેવા શેરમાં 10-12% તેજી જોવા મળી છે કારણ કે યુદ્ધની સ્થિતિમાં સંરક્ષણ સાધનોની માંગ વધવાની આશા છે. આ સાથે જ રોકાણકારોએ જોખમ ઓછુ કરવા માટે સોના અને ચાંદીમાં રોકાણ વધાર્યું છે.

આ પણ વાંચો:

Last Updated : March 4, 2026 at 9:54 AM IST