શેર માર્કેટમાં રોનક, સેન્સેક્સમાં 600 અંકનો ઉછાળો; નિફ્ટી 24200ને પાર
પોઝિટિવ ગ્લોબલ સંકેતોને કારણે 6 મેએ ભારતીય શેર બજાર તેજીમાં ખુલ્યા હતા અને નિફ્ટી 24200ની ઉપર હતો

Published : May 6, 2026 at 9:41 AM IST
મુંબઇ: પોઝિટિવ ગ્લોબલ સંકેતોને કારણે 6 મેએ ભારતીય શેર બજાર તેજીમાં ખુલ્યા હતા અને નિફ્ટી 24200ની ઉપર હતો.
સેન્સેક્સ 585.12 પોઇન્ટ અથવા 0.76 ટકા વધીને 77,602.91 પર હતો અને નિફ્ટી 188.45 પોઇન્ટ અથવા 0.78 ટકા વધીને 24,221.25 પર હતો. લગભગ 172 શેરમાં તેજી અને 64 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 14 શેરમાં કોઇ બદલાવ જોવા મળ્યો નહતો.
ઇન્ટરગ્લોબ એવિએશન, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, TMPV, બજાજ ફિનસર્વ નિફ્ટી પર મોટા ગેનર્સમાં હતા જ્યારે લૂઝર્સમાં L&T,ONGC, પાવર ગ્રિડ કોર્પ હતા.
ઇરાન સાથે સમજૂતિની આશા વધી. ટ્રમ્પના પ્રોજેક્ટ ફ્રીડમ પર રોક લગાવવામાં આવી પરંતુ નાકાબંધી ચાલુ રહેશે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઓપરેશન એપિક ફ્યૂરી સમાપ્ત થવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ઇરાન યુદ્ધમાં અમેરિકાના નરમ પડવા અને ક્રૂડ ઓઇલના ઠંડા પડવાથી ગ્લોબલ બજારમાં રોનક જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઇન્ટ ઉપર છે. એશિયન બજારમાં પણ રોનક જોવા મળી રહી છે. ડાઓ ફ્યૂચર્સમાં તેજી જોવા મળી છે.
મિડકેપ અને સ્પોલ કેપ સ્ટોક્સમાં પણ સારી તેજી જોવા મળી રહી છે અને તેના ઇન્ડેક્સ નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100માં 1-1%નો વધારો છે. સેક્ટરવાઇઝ વાત કરીએ તો માત્ર FMCGને છોડીને બાકી તમામ સેક્ટરના નિફ્ટી ઇન્ડેક્સ ગ્રીનમાં છે. નિફ્ટી પીએસયૂ બેન્કમાં 2% કરતા વધુ તો ઓટો અને આઇટી સેક્ટરના નિફ્ટી ઇન્ડેક્સમાં 1-1%નો ઉછાળો જોવા મળ્યો છે.
ઓવરઓલ BSE પર લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ આશરે 4 લાખ કરોડ રૂપિયા ઉછળી ગયો છે. રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ વધી ગઇ છે.
આ પણ વાંચો:

