ETV Bharat / business

શેર બજારમાં રોનક: સેન્સેક્સ 550 અંક ઉછળ્યો, નિફ્ટી 25,500ની પાર

IT શેરમાં જોરદાર રિકવરી અને વૈશ્વિકબજારમાં મળેલા સકારાત્મક સંકેતોને કારણે સેન્સેક્સ 559 અંક ઉછળીને 82,785 અને નિફ્ટી 25,582 પર ખુલ્યો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (getty image)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 10:39 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઇ: ભારતીય શેર બજારમાં બુધવારે રોનક જોવા મળી હતી. અઠવાડિયાના ત્રીજા દિવસે ઘરેલુ બેન્ચમાર્ક ઇન્ડેક્સ-સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત તેજી સાથે ખુલ્યા હતા. આ તેજીનું મુખ્ય શ્રેય IT સેક્ટરમાં આવેલા જોરદાર સુધારાને જાય છે, જેને અમેરિકન બજાર 'વોલ સ્ટ્રીટ'માં ટેકનિકલ શેરોની રિકવરીનું અનુસરણ કર્યું છે.

બજારની સ્થિતિ

સવારે 9:30 વાગ્યા સુધી BSE સેન્સેક્સ 559 અંક એટલે કે 0.69 ટકાના ઉછાળા સાથે 82,785ના સ્તરે પહોંચી ગયું છે. NSE નિફ્ટી 157 અંક એટલે કે 0.62 ટકા સાથે 25,582 પર વેપાર કરી રહ્યું છે. વ્યાપક બજારમાં પણ ખરીદદારીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ 100માં 0.27% અને સ્મોલકેપ 100માં 0.46%ની તેજી જોવા મળી હતી.

IT અને મેટલ સેક્ટરમાં તેજી

આજના મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં વેપાર કરી રહ્યા છે. નિફ્ટી IT ઇન્ડેક્સ 1.91 ટકાની તેજી સાથે સૌથી મોટો ગેનર બનીને ઉભર્યો છે. આ સાથે જ મેટલ શેરોમાં પણ સારી માંગ જોવા મળી છે અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.43 ટકા ઉપર રહ્યો છે.

બજારના જાણકારોનું કહેવું છે કે આજે સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા યથાવત છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને કાચા તેલની ઊંચી કિંમતોને કારણે રોકાણકારો સાવચેત છે. આ સિવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી ટેકનિકલ ઉથલ-પાથલ પણ બજારની ધારણાને પ્રભાવિત કરી રહી છે.

ટેકનિકલ મોર્ચા પર HDFC સિક્યપુરિટીના પ્રાઇમ રિસર્ચ હેડ દેવરશ વકીલ અનુસાર, નિફ્ટી માટે 25,240 (200-DEMA) એક મહત્ત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે. જો બજાર ઉપર જાય છે તો 25,640-25,770નું ઝોન તરત રેજિસ્ટેન્સના રૂપમાં કા મકરશે. બેન્ક નિફ્ટી માટે 60,900-60,600નું સ્તર મજબૂત સપોર્ટ અને 61,500-61,700નું સ્તર રેજિસ્ટેન્સ બનેલું છે.

ગ્લોબલ માર્કેટની અસર

એશિયન બજારમાં પણ આજે રોનક જોવા મળી હતી. જાપાનના નિક્કેઇ 1.44%, દક્ષિણ કોરિયાના કોસ્પી 2.33% અને ચીનનું શાંઘાઇ ઇન્ડેક્સ 0.87% ચઢીને બંધ થયું હતું.

આ પણ વાંચો: