ETV Bharat / business

નવા વર્ષની શરૂઆતમાં શેર માર્કેટમાં તેજી, આજે કયા-કયા શેર્સ ઉછાળા સાથે ખુલ્યા?

નવા વર્ષની શરૂઆતમાં શેરબજાર મજબૂત, નિફ્ટી 26,194 પર, સેન્સેક્સ 85,406 પર ખુલ્યા.

બોમ્બે સ્ટોક માર્કેટ
બોમ્બે સ્ટોક માર્કેટ ((File/ANI))
author img

By PTI

Published : January 1, 2026 at 10:49 AM IST

|

Updated : January 1, 2026 at 12:33 PM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઈ: સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ખરીદી અને બ્લુ-ચિપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત વધારાને કારણે, ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ 2026 ના પ્રથમ ટ્રેડિંગ સત્રની શરૂઆત આશાવાદી નોંધ સાથે કરી હતી.

ગુરુવારે શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 223.54 પોઈન્ટ વધીને 85,444.14 પર પહોંચ્યો. 50 શેરો ધરાવતો NSE નિફ્ટી 65.75 પોઈન્ટ વધીને 26,195.35 પર પહોંચ્યો.

30 શેરો ધરાવતી કંપનીઓમાંથી, ઇન્ટરગ્લોબ એવિએશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એટરનલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ વધ્યા હતા.

ITC, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટ્રેન્ટ અને બજાજ ફાઇનાન્સ પાછળ રહ્યા હતા. ગુરુવારે એશિયન બજારો બંધ રહ્યા હતા. બુધવારે યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા હતા.

ઓનલાઈન ટ્રેડિંગ અને વેલ્થ-ટેક કંપની, એનરિચ મનીના CEO પોનમુડી આર. એ જણાવ્યું હતું, ભારતીય ઇક્વિટી બજારો 2026 ના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં સાવધાનીપૂર્વક આશાવાદી ડગલું મૂકી રહ્યા છે, કારણ કે કારણ કે મોટાભાગના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારો નવા વર્ષના દિવસે બંધ હોવાના કારણે ગ્લોબલ માહોલ શાંત છે. યુએસ, યુરોપ અને ઘણા એશિયન બજારો બંધ હોવાથી, વૈશ્વિક સંકેતો મર્યાદિત છે અને પ્રારંભિક લિક્વિડિટી ઓછી રહેવાની ધારણા છે. જેમ જેમ સત્ર આગળ વધશે, તેમ તેમ સ્થાનિક ભાગીદારીમાં સુધારો થવાની સંભાવના છે, જેનાથી સ્થિર DII ઇનફ્લો અને નવા કેલેન્ડર વર્ષની શરૂઆત સાથે આવતા નવી આશાઓને સપોર્ટ મળશે."

એક્સચેન્જ ડેટા અનુસાર, બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 3,597.38 કરોડના મૂલ્યના ઇક્વિટી વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 6,759.64 કરોડના શેર ખરીદ્યા હતા. વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ 0.78 ટકા ઘટીને USD 60.85 પ્રતિ બેરલ થયો હતો.

બુધવારે, સેન્સેક્સ 545.52 પોઈન્ટ અથવા 0.64 ટકા વધીને 85,220.60 પર સ્થિર થયો. નિફ્ટી 190.75 પોઈન્ટ અથવા 0.74 ટકા વધીને 26,129.60 પર બંધ થયો. સમગ્ર 2025માં, સેન્સેક્સ 7,081.59 પોઈન્ટ અથવા 9 ટકા વધ્યો, અને નિફ્ટી 2,484.8 પોઈન્ટ અથવા 10.50 ટકા વધ્યો.

આ પણ વાંચો:

  1. નવા વર્ષે આંખ ખુલતા જ લાગ્યો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો
  2. ₹30,000 નો પગાર ધરાવતા લોકો પણ કરોડપતિ બની શકે છે! જાણો સંપૂર્ણ ગણતરી
Last Updated : January 1, 2026 at 12:33 PM IST