RBI Policy 2026: રેપોરેટ 5.25% પર યથાવત, ગવર્નર સંજય મલ્હોત્રાનો મોટો નિર્ણય
RBIએ રેપો રેટ 5.25% પર સ્થિર રાખતા તટસ્થ વલણ યથાવત રાખ્યુ છે જેનાથી જનતાની લોન EMIમાં કોઇ બદલાવ નહીં થાય.

Published : August 5, 2026 at 10:29 AM IST
|Updated : August 5, 2026 at 10:43 AM IST
મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે નાણાકીય નીતિ સમીક્ષા બાદ રેપો રેટ 5.25% પર યથાવત રહેશે. કેન્દ્રીય બેન્કે બજારમાં તટસ્થ વલણ જાળવી રાખ્યું છે.
આ નિર્ણય જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર 4.38% પર પહોંચ્યો હતો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ યથાવત રાખવાના નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળી છે, તેમના ઘર અને ઓટો લોનની EMI પર કોઇ વધારો નહીં થાય. નાણાકીય વર્ષ 2027 માટે RBIએ GDP વિકાસ દરનું અનુમાન 6.6% અને મોંઘવારી દરનું અનુમાન 5.1% પર સ્થિર રાખી છે.
#WATCH | RBI keeps policy repo rate unchanged at 5.25%, maintains a neutral stance
— ANI (@ANI) August 5, 2026
(Video source: RBI /YouTube) pic.twitter.com/Z83krOzuFn
આર્થિક મોરચે સારા સમાચાર
RBIએ દેશના આર્થિક સ્વાસ્થ્યને લઇને સકારાત્મક અપડેટ આપ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ (FY27) માટે GDP વિકાસ દરનું અનુમાન 6.6%થી વધીને 6.7% કરી દેવામાં આવ્યું છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે એપ્રિલ-જૂન ત્રિમાસીકમાં ભારતીય અર્થવ્યવસ્થાનું પ્રદર્શન આશા કરતા ઘણુ સારૂ રહ્યું છે. મજબૂત ઘરેલુ માંગના દમ પર ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
#WATCH | RBI Governor Sanjay Malhotra says, " the re-escalation of the west asia conflict since the first week of july has amplified volatility in energy prices and renewed uncertainty about supply chains. amidst persistent global uncertainty, domestic economic activity has… pic.twitter.com/ficMOtoPzW
— ANI (@ANI) August 5, 2026
મોંઘવારી અને વૈશ્વિક જોખમો પર નજર
રાહતની વાત એ છે કે RBIએ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન 5.1%થી ઘટીને 5% કરી દેવામાં આવ્યું છે. જોકે, ગવર્નરે ચેતવણી આપી છે કે ખાદ્ય સામગ્રી અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે ફૂગાવો વધી શકે છે, જે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (Q3)માં ટોચ પર પહોંચી શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, વૈશ્વિક બજારોમાં ઉતાર-ચઢાવ અને અલ નીનોના જોખમો પર કેન્દ્રીય બેન્ક નજર રાખી રહી છે.
બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીની સ્થિતિ મજબૂત છે અને જૂનથી આ એવરેજ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. RBI અનુસાર, વૈશ્વિક વેપારમાં મંદી, વધતી ઉર્જાના ભાવ અને વેપાર નીતિની અનિશ્ચિતતાઓને કારણે ભારત માટે ચાલુ ખાતાની ખાદ્ય (CAD) વધવાનું જોખમ વધ્યું છે.
આ પણ વાંચો:

