દેશની 40% સંપત્તિ પર માત્ર 1% લોકોનો કબ્જો, ભારતમાં આવકની અસમાનતા વિશ્વમાં સૌથી વધુ
વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ 2026 અનુસાર, ટોપ 1 ટકા વસ્તી પાસે દેશની 40 ટકા સંપત્તિ, મહિલાઓની કાર્યબળમાં ભાગીદારી માત્ર 15.7 ટકા

Published : December 14, 2025 at 5:29 PM IST
નવી દિલ્હી: વર્લ્ડ ઇનઇક્વેલિટી રિપોર્ટ (વિશ્વ અસમાનતા અહેવાલ) 2026 અનુસાર, દેશમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ભારતમાં આવક અસમાનતા વિશ્વમાં સૌથી વધારે છે અને દેશની કૂલ સંપત્તિનો મોટો ભાગ માત્ર કેટલાક લોકો પાસે જ કેન્દ્રિત છે.
અહેવાલ અનુસાર દેશના ટોપ 10 ટકા અમીર લોકો પાસે લગભગ 65 ટકા સંપત્તિ છે. ટોપ 1 ટકા વસ્તી દેશની કૂલ સંપત્તિના આશરે 40 ટકા ભાગ પોતાની પાસે રાખે છે. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે અમીર વધારે અમીર થતો જાય છે જ્યારે સામાન્ય નાગરિકની સંપત્તિ અને આવક સીમિત થઇ ગઇ છે.
રિપોર્ટ પર એક નજર
વર્લ્ડ ઇનઇક્વેલિટી રિપોર્ટ 2026 (વિશ્વ અસમાનતા અહેવાલ 2026)ને અર્થશાસ્ત્રી લુકાસ ચાન્સેલ, રિકાર્ડો ગોમેઝ કેરેરા, રોવૈદા મોશ્રીફ અને થોમસ પિકેટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ ત્રીજી વખત પ્રકાશિત થયો છે; તે અગાઉ 2018 અને 2022માં પ્રકાશિત થયો હતો. આ અહેવાલમાં વિશ્વભરના 200થી વધુ સંશોધકો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને, અહેવાલમાં જણાવાયું છે કે ભારતની વસ્તીના માત્ર 1 ટકા લોકો દેશની 40 ટકા સંપત્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રી જયતિ ઘોષ અને જોસેફ સ્ટિગ્લિટ્ઝના મતે, દેશમાં સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક આશરે 6,200 યુરો (PPP) છે અને સરેરાશ સંપત્તિ આશરે 28,000 યુરો (PPP) છે. આ આંકડા સામાન્ય નાગરિક આર્થિક રીતે પછાત છે.
ઝેન્ડર અસમાનતા પણ ચિંતાનો વિષય
અહેવાલમાં મહિલાઓના કાર્યબળમાં ભાગીદારી માત્ર 15.7% છે, અને છેલ્લા 10 વર્ષમાં તેમાં કોઈ સુધારો થયો નથી. આ દર્શાવે છે કે ભારતમાં આર્થિક અને સામાજિક બંને સ્તરે અસમાનતા ઊંડી છે.
જાણકારો કહે છે કે જો આ અસમાનતા વધતી રહેશે, તો તે સામાજિક અને આર્થિક સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. સામાન્ય નાગરિકોની આવક વધારવા અને મહિલાઓ માટે રોજગારની તકો ઊભી કરવા માટે નક્કર પગલાં લેવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
વિશ્વ અસમાનતા અહેવાલ 2026 સ્પષ્ટ કરે છે કે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધી રહ્યું છે, સંપત્તિનું વિતરણ અસમાન રહ્યું છે અને ઝેન્ડર અસમાનતા પણ એક પડકાર બની રહી છે.
આ પણ વાંચો:

