ETV Bharat / business

બાળકોની સુરક્ષા માટે Metaનો મોટો નિર્ણય, રાતે 12થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે ઈન્સ્ટા અને ફેસબુક

મેટાએ બાળકોના રક્ષણ માટે $18 બિલિયનનું ઐતિહાસિક સમાધાન કર્યું છે, જે Instagram અને Facebook પર કડક નિયમો લાદશે.

મેટાએ બાળકોના રક્ષણ માટે $18 બિલિયનનું ઐતિહાસિક સમાધાન કર્યું છે, જે Instagram અને Facebook પર કડક નિયમો લાદશે.
મેટાએ બાળકોના રક્ષણ માટે $18 બિલિયનનું ઐતિહાસિક સમાધાન કર્યું છે, જે Instagram અને Facebook પર કડક નિયમો લાદશે. (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 27, 2026 at 4:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સંચાલન કરતી સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના આરોપોના ઉકેલ માટે ઐતિહાસિક સમાધાન કર્યું છે. કંપનીએ 48 યુએસ રાજ્યો, વોશિંગ્ટન ડીસી અને ત્રણ અન્ય પ્રદેશો સાથે $18 બિલિયન (આશરે ₹1.7 લાખ કરોડ)નું સમાધાન કર્યું છે. ટેક ઇતિહાસમાં બાળકોની ઓનલાઈન સુરક્ષા અંગે આ સૌથી મોટું સમાધાન છે.

કેલિફોર્નિયાની એક ફેડરલ કોર્ટે 26 ઓગસ્ટ, 2026 ના રોજ આ સમાધાનને મંજૂરી આપી હતી. જોકે મેટાએ કોઈપણ કાનૂની ગેરરીતિ કે ગડબડી અંગે ઇનકાર કર્યો છે, કોર્ટના આદેશ બાદ કંપનીને બાળકોની સુરક્ષા માટે તેની એપ્સમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે.

સમાધાનના મુખ્ય મુદ્દાઓ

  • 10 વર્ષથી થશે ચુકવણી: મેટા આગામી 10 વર્ષોમાં આ ભારે ભરખમ રકમ હપ્તામાં ચૂકવશે.
  • ફંડનો ઉપયોગ: ફંડનો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય સારવાર અને ઓનલાઈન સલામતી સંબંધિત રાજ્યોમાં સરકારી કાર્યક્રમોને ફંડ આપવા માટે કરવામાં આવશે.
  • મેટાની કમાણી પર અસર: આ રકમ ખૂબ મોટી લાગે છે, પરંતુ મેટા માટે, જેણે 2025 માં $201 બિલિયનથી વધુ કમાણી કરી છે તેના માટે આ લગભગ એક મહિનાની કમાણી જેટલી છે.

બાળકો માટે એપના નિયમો બદલાશે

આ સમજૂતી હેઠળ, હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરતા સગીરો પર કડક નિયમો લાદવામાં આવશે, જે માતાપિતાની પરવાનગી વિના બદલી શકાશે નહીં:

  • 2 કલાકની સમય મર્યાદા: બાળકોને દિવસમાં ફક્ત બે કલાક માટે એપનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. એકવાર સમય મર્યાદા પૂર્ણ થઈ જાય, પછી એપ આપમેળે બંધ થઈ જશે.
  • રાત્રે નો-સ્ક્રોલિંગ: એપનો ઉપયોગ 12:00 AM થી 6:00 AM વચ્ચે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
  • સ્કૂલ મોડ: શાળાના સમય (સવારે 8થી 3 વાગ્યા સુધી) એપ નૉટિફિકેશન્સ સંપૂર્ણપણે અક્ષમ કરવામાં આવશે જેથી ભણવામાં કોઈ વિધ્ન પેદા ન થાય.
  • ઉંમરની યોગ્ય ચકાસણી: ખોટી માહિતી આપીને બાળકોને એકાઉન્ટ બનાવતા અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવશે.

ઈન્ડસ્ટ્રી પર અસર

મેટા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે તેની એપ્સમાં 'ઈન્ફિનિટ સ્ક્રોલિંગ' (સતત નીચે તરફ સ્ક્રોલ કરવું) જેવી સુવિધાઓનો ઇરાદાપૂર્વક સમાવેશ કર્યો જેથી બાળકોને તેની લત લાગે. નિષ્ણાતો માને છે કે આ મોટા નિર્ણય બાદ TikTok, Snapchat અને YouTube જેવી અન્ય મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પર સમાન કડક બાળ સુરક્ષા નિયમો લાગુ કરવા માટે કાનૂની દબાણ વધી જશે.

આ પગલું સમગ્ર વિશ્વ માટે ડિજિટલ સલામતી માટે એક નવું સ્ટાન્ડર્ડ સ્થાપિત કરી શકે છે, જે બાળકો માટે સુરક્ષિત ઇન્ટરનેટ વાતાવરણ સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: