ETV Bharat / business

શેરબજારમાં આજે પણ નબળાઈ, સેન્સેક્સ 162 અંક ગબડ્યો, નિફ્ટી 26,150ની નીચી સપાટીએ ખુલ્યો

ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે પણ શરૂઆત નબળાઈ સાથે થઈ છે.

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 9:59 AM IST

|

Updated : January 7, 2026 at 10:07 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઈ: ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે પણ શરૂઆત નબળાઈ સાથે થઈ છે. સેન્સેક્સ 162.61 અંક એટલે કે, 0.15 ટકા ગગડીને 84,931.65ની સપાટી પર અને નિફ્ટી 65.65 અંક ઘટીને એટલે કે, 0.22 ટકા ગબડીને 26,122.05ની સપાટી પર હતો.

બજારો મિશ્ર સંકેતો બતાવી રહ્યા છે. સતત બીજા દિવસે FII માં હળવી વેચવાલી જોવા મળી. નિફ્ટી લગભગ 70 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયામાં પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. દરમિયાન, યુએસ સૂચકાંકો સતત ત્રીજા દિવસે વધી રહ્યા છે.

ભારતીય શેરબજારમં સતત ત્રીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. નિફટી હળવી નબળાઈ સાથે 26150ની સપાટીની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે HDFC બેંક, ભારતી, એલ એન્ડ ટી અને મારૂતીએ થોડી ઘણી મજબુતાઈ જાળવી રાખી છે, પરંતુ બેંક નિફ્ટી મજબુત સ્થિતિમાં જોવા મળી રહ્યું નથી. જ્યારે મિડકેપ અને સ્મૉલકેપમાં આજે હળવી ખરીદદારી જોવા મળી રહી છે.

  1. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થશે? કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો
  2. અદાણી એન્ટરપ્રાઇઝિસના ₹1,000 કરોડના બોન્ડ ઇશ્યૂ 45 મિનિટમાં સબસ્ક્રાઇબ થયા, રોકાણકારોનો મજબૂત વિશ્વાસ
Last Updated : January 7, 2026 at 10:07 AM IST