સપ્તાહના પ્રારંભે શેરબજારમાં નરમાઈ, સેન્સેક્સ 180 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 26,300ની નીચે, આ શેરમાં ઉછાળો
આજે 5 જાન્યુઆરીએ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે.

Published : January 5, 2026 at 10:06 AM IST
મુંબઈ: ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં નરમાઈ જોવા મળી રહી છે. બીજી તરફ ભારતીય બજાર માટે સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યાં છે. નવ સત્રના વેચાણ પછી, FII દ્વારા રોકડમાં હળવી ખરીદી જોવા મળી. નિફ્ટી લગભગ 80 પોઈન્ટ ઊંચો ટ્રેડ થયો. એશિયન બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. શુક્રવારે યુએસ સૂચકાંકો મિશ્ર રહ્યા. ડાઉ જોન્સ 300 પોઈન્ટથી વધુ વધ્યો.
આજે 5 જાન્યુઆરીએ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું, સેન્સેક્સ 57.30 અંક એટલે કે, 0.07 ટકા ઘટીને 85,704.71 પર ટ્રેડીંગમાં હતો અને નિફ્ટી 7.90 અંક એટલે કે, 0.03 ટકા ઘટીને 26,320.65 પર હતો. આશરે 1509 શેરમાં ઉછાળો, જ્યારે 1115 શેર ગબડ્યા અને 240 શેર કોઈપણ ફેરફાર વગર રહ્યાં.
નિફ્ટી પર ONGC, SBI, બજાજ ફાઈનાન્સ, હિન્દાલકો, મારૂતી સુઝુકી મોટા ગેનર્સમાંથી એક છે. જ્યારે લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ટ્રેંટ, મેક્સ હેલ્થકેર, TCS, અપોલો હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

