ETV Bharat / business

અમેરિકા-ઇઝરાયેલના ઇરાન પર હુમલા બાદ વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાયો, તેલની કિંમતમાં ભારે વધારો

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા બાદ વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાયો છે.

UAEના રાસ અલ ખૈમાહ શહેરના દરિયા કિનારે હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણમાં ઓઇલ ટેન્કર જોવા મળે છે.
UAEના રાસ અલ ખૈમાહ શહેરના દરિયા કિનારે હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણમાં ઓઇલ ટેન્કર જોવા મળે છે. (AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 9:43 AM IST

2 Min Read
Choose ETV Bharat

ન્યૂયોર્ક: અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા બાદ વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાયો છે જેને કારણે તેલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે.

ટ્રેડર્સને લાગી રહ્યું હતું કે ઇરાન અને મિડલ ર્ઇસ્ટમાં બીજી જગ્યાએથી તેલની સપ્લાય ધીમી થઇ જશે અથવા બંધ થઇ જશે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા બે જહાજો સહિત સમગ્ર પ્રદેશમાં હુમલાઓએ વિશ્વમાં દેશોની તેલ નિકાસ કરવાની ક્ષમતાને મર્યાદિત કરી છે. ઊર્જા નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી હુમલાઓથી ક્રૂડ ઓઇલ અને ગેસોલિનના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

CME ગ્રુપના ડેટા અનુસાર, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ, જે અમેરિકામાં ઉત્પાદિત હળવું, સ્વીટ ક્રૂડ તેલ છે, સોમવાર સવારે લગભગ $72 પ્રતિ બેરલમાં વેચાઈ રહ્યું હતું, જે શુક્રવારે લગભગ $67 ના ટ્રેડિંગ ભાવથી લગભગ 7.3% વધારે હતું.

ફેક્ટસેટ અનુસાર, સોમવારે સવારે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ બ્રેંટ ક્રૂડનું એક બેરલ $78.55 પ્રતિ બેરલ પર ટ્રેડ થઇ રહ્યો હતો, જે શુક્રવારે $72.87 ના ટ્રેડિંગ ભાવથી 7.8% વધુ હતો, જે તે સમયે સાત મહિનાનો ઉચ્ચતમ સ્તર હતો.

વૈશ્વિક સ્તરે એનર્જીના ભાવમાં વધારો ગ્રાહકોને પંપ પર પેટ્રોલ માટે વધારે પૈસા આપવા પડી શકે છે અને કરિયાણા તેમજ અન્ય ચીજવસ્તુઓ માટે પણ વધુ ખર્ચ કરવો પડી શકે છે. કેટલાક લોકો પહેલાથી જ મોંઘવારીના પ્રભાવનો અનુભવ કરી રહ્યા છે.

રિસ્ટેડ એનર્જી અનુસાર, દરરોજ આશરે 15 મિલિયન ક્રૂડ ઓઇલ-વિશ્વના તેલના લગભગ 20%-હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મોકલવામાં આવે છે, જે તેને વિશ્વનું સૌથી મહત્ત્વપૂર્ણ તેલ ચોકપોઇન્ટ બની જાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા ટેન્કર, જે ઉત્તરમાં ઇરાન સાથે ઘેરાયેલું છે, સાઉદી અરબ, કુવૈત, ઇરાક, કતાર, બહેરીન, UAE અને ઇરાનમાંથી તેલ અને ગેસ લઇ જાય છે. ઇરાને ફેબ્રુઆરી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગને કેટલાક સમય માટે બંધ કરી દીધુ હતું, જેના વિશે તેમણે કહ્યું કે આ એક મિલિટ્રી ડ્રિલ હતી જેનાથી આગામી કેટલાક દિવસોમાં તેલની કિંમતો લગભગ 6% વધી ગઇ હતી.

આ બેકગ્રાઉન્ડમાં OPEC+ ઓઇલ કાર્ટેલનો ભાગ એવા આઠ દેશોએ જાહેરાત કરી હતી કે તેઓ, રવિવારે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારશે. યુદ્ધ શરૂ થયા પહેલા આયોજિત બેઠકમાં પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠને જણાવ્યું હતું કે તે એપ્રિલમાં દરરોજ 206,000 બેરલ ઉત્પાદન વધારશે, જે વિશ્લેષકોની આશા કરતા વધારે હતું. પ્રોડક્શન વધારનારા દેશોમાં સાઉદી અરબ, રશિયા, ઇરાક, UAE, કુવૈત, કજાકિસ્તાન, અલ્જીરિયા અને ઓમાન સામેલ છે.

રિસ્ટેડના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જિયોપોલિટિકલ એનાલિસિસના હેડ જોર્જ લિયોને એક ઇમેલમાં કહ્યું, "ગ્લોબલ ઓઇલ સપ્લાયનો લગભગ પાંચમો ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી થઇને પસાર થાય છે, જે વર્લ્ડ ટ્રેડ માટે એક જરૂરી રસ્તો છે જેનો અર્થ છે કે માર્કેટ આ વાતથી વધારે પરેશાન છે કે બેરલ આગળ વધી શકે છે કે નહીં, જેના માટે કાગળ પર વધારાની કેપેસિટી હોય." જો ગલ્ફમાંથી ફ્લો ઓછો આવે છે તો એકસ્ટ્રા પ્રોડક્શનમાંથી તરત લિમિટેડ રાહત મળશે જેનાથી હેડલાઇન આઉટપુર ટાર્ગેટ કરતા વધારે એક્સપોર્ટ રૂટ સુધી પહોંચવું જરૂરી બની જશે.

ઇરાન દરરોજ આશરે 1.6 મિલિયન બેરલ તેલ એક્સપોર્ટ કરે છે, જે મોટાભાગે ચીનને જાય છે. ઇરાનમાં એક્સપોર્ટ ખોરવાઇ જાય તો તેના પુરવઠા માટે બીજે ક્યાંય જોવાની જરૂર પડી શકે છે, જેને કારણે એનર્જીની કિંમત વધી શકે છે.

આ પણ વાંચો: