ETV Bharat / business

પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલના ભાવમાં પણ ₹2.71 નો વધારો, 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો

છેલ્લાં 10 દિવસમાં ચોથી વખત સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો (AFP)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2026 at 6:46 AM IST

|

Updated : May 25, 2026 at 11:28 AM IST

1 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: સરકારી તેલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લાં 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવીનતમ માહિતી અનુસાર, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 2.61 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 2.71 પૈસા વધારો કરવામાં આવ્યો છે.

MS (પેટ્રોલ)નો ભાવ

દિલ્હી રૂ. 102.12 (+2.61)

કોલકાત્તા રૂ. 113.51 (+2.87)

મુંબઈ રૂ. 111.21 (+2.72)

ચેન્નાઈ રૂ. 107.77 (+2.46)

હાઈ સ્પીડ ડીઝલનો ભાવ

દિલ્હી રૂ. 95.20 (+2.71)

કોલકાત્તા રૂ. 99.82 (+2.80)

મુંબઈ રૂ. 97.83 (+2.81)

ચેન્નાઈ રૂ.. 99.55 (+2.57)

10 દિવસમાં 7 રૂપિયા સુધીનો ભાવ વધ્યો

અગાઉ, 15 મેના રોજ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3 નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 19 મેના રોજ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી અનુક્રમે ₹87 અને ₹91 નો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લે 23મે પેટ્રોલના ભાવમાં આશરે 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. આમ, 10 દિવસમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 7 રૂપિયા સુધીનો વધારો થયો છે.

Last Updated : May 25, 2026 at 11:28 AM IST