ETV Bharat / business

મોંઘવારીમાંથી મોટી રાહત: સસ્તું થયું LPG સિલિન્ડર, નાયરાએ પેટ્રોલના ભાવમાં ₹5 ઘટાડ્યા

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઇ 2026ના રોજ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મોંઘવારીમાંથી મોટી રાહત
મોંઘવારીમાંથી મોટી રાહત (ETV Bharat Gujarat)
author img

By PTI

Published : July 1, 2026 at 8:58 AM IST

1 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: જુલાઇ મહિનાના પ્રથમ દિવસે LPG સિલિન્ડર પર મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઇ 2026ના રોજ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

19 KG કોમર્શિયલ LPG ગેસમાં ઘટાડો

19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 183.50 રૂપિયા સુધીનો ભારે ઘટાડો કરવામાં આવ્યો છે જેને કારણે રેસ્ટોરન્ટ અને ઢાબા માલિકોને મોટી રાહત મળશે.

મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2026માં આ પ્રથમ વખત છે જ્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ પહેલા જાન્યુઆરીથી લઇને જૂન સુધી છેલ્લા 5 મહિનામાં કોમર્શિયલ ગેસની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધ શરૂ થયા બાદથી 19 KG કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો હતો.

નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા

ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતા આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ઘટાડો થયો છે.

દેશભરમાં નાયરાના 7000થી વધુ ઇંધણ સ્ટેશનો પર સુધારેલા દરો અમલમાં આવ્યા છે.જોકે સરકારી ઇંધણ રિટેલરોએ ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. ભારતના એક લાખથી વધુ ઇંધણ સ્ટેશનોમાં 90 ટકાથી વધુ હિસ્સો ધરાવતા સરકારી ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) જે સંયુક્ત રીતે ભારતના એક લાખથી વધુ ઇંધણ સ્ટેશનો ધરાવે છે તેમણે કોઇ સુધારો જાહેર કર્યો નથી.

આ પણ વાંચો: