શેર બજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 750 અંક તૂટ્યો, રોકાણકારોએ 5 સેકન્ડમાં 5 લાખ કરોડ ગુમાવ્યા
સેન્સેક્સ 750 અંક કરતા વધુ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી પણ 23,820.90 પર આવી ગયો છે. 803 શેરમાં તેજી જ્યારે 1555 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો

Published : September 2, 2026 at 10:09 AM IST
મુંબઇ: નબળા ગ્લોબલ સંકેતોને કારણે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 750 અંક કરતા વધુ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી પણ 23,820.90 પર આવી ગયો છે. લગભગ 803 શેરમાં તેજી જ્યારે 1555 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 158 શેરમાં કોઇ બદલાવ થયો નહતો.
5 સેકન્ડમાં રોકાણકારોના 5 લાખ કરોડ સાફ
ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી, અમેરિકન ટ્રેજરી યીલ્ડમાં વધારો અને અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ સંકટને કારણે ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 800 પોઇન્ટ કરતા વધુ તૂટી ગયો છે જ્યારે નિફ્ટી પણ 23800ની નીચે આવી ગયો છે. ઓવર ઓલ BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ 5.60 લાખ કરોડ ઘટી ગયો છે એટલે કે રોકાણકારોની સંપત્તિ માર્કેટ ખુલતા જ 5.60 લાખ કરોડ ઓછી થઇ ગઇ છે.
ઓગસ્ટમાં સારા વેચાણ છતા નિફ્ટી ઓટો 2 ટકા તૂટ્યો
ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઓગસ્ટ મહિનામાં વેચાણના મજબૂત આંકડા છતા આજે ઓટો શેરમાં નબળાઇ જોવા મળી હતી. સારી માંગ અને ઓગસ્ટ 2025ના અનુકૂળ બેસને કારણે ભારતીય ઓટો કંપનીઓના વેચાણમાં ગત વર્ષના મુકાબલે જોરદાર વધારો થયો હતો. ઓગસ્ટમાં સારા વેચાણ છતા નિફ્ટી ઓટો 2 ટકા તૂટ્યો છે.
બ્રેંટ ક્રૂડની કિંમત 96 ડૉલર પ્રતિ બેરલ પાસે પહોંચી ગઇ છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઝડપથી એશિયન બજારમાં જોરદાર વેચવાલી હાવી છે. નિક્કેઇ 1900 અંક તૂટી ગયો છે જ્યારે હેંગસેંગમાં 340 પોઇન્ટની નબળાઇ જોવા મળી રહી છે. અમેરિકન માર્કેટ પણ કાલે ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે, હવે ડાઉ ફ્યૂચર્સ ગ્રીન નિશાનમાં વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો:

