શેર બજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 800 અંક તૂટ્યો, નિફ્ટી 23300ની નીચે
અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ વાર્તામાં અનિશ્ચિતતાની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી હતી

Published : June 3, 2026 at 10:00 AM IST
મુંબઇ: અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ વાર્તામાં અનિશ્ચિતતાની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી હતી. બુધવારે બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓઇલની ઊંચી કિંમતે દબાણ કર્યું હતું.
સવારે સેન્સેક્સ 796.56 અંક અથવા 1.07 ટકા તૂટીને 73,853.28 પર ખુલ્યુ હતું જ્યારે નિફ્ટી 214.95 અંક અથવા 0.92 ટકા ઘટીને 23,268.60 પર આવી ગયું હતું.
નિફ્ટી 23,300ની નીચે
પોઝિટિવ ગ્લોબલ સંકેતો છતા 3 જૂને ભારતીય ઇન્ડેક્સ નિફ્ટી 23,450ની નીચે ખુલ્યુ હતું. સેન્સેક્સ 586.65 પોઇન્ટ અથવા 0.79 ટકા તૂટીને 74,063.19 પર અને નિફ્ટી 166.40 પોઇન્ટ અથવા 0.71 ટકા તૂટીને 23,317.15 પર હતું. લગભગ 1062 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે 1163 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 150 શેરમાં કોઇ બદલાવ જોવા મળ્યો નહતો.
નિફ્ટી પર TCS,HCL ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ઇન્ટરનલ મોટા લૂઝર્સમાં હતા જ્યારે ભારતીય એરટેલ, અદાણી પોર્ટ્સ, અપોલો હોસ્પિટલ, ONGC, કોલ ઇન્ડિયા ગેનર્સમાં હતા.
EDના દરોડા બાદ વેદાંતાના શેર તૂટ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વેદાંતા અને તેની સાથે જોડાયેલી કંપની હિન્દુસ્તાન ઝિંકની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. EDના દરોડા બાદ આ કંપનીના શેર તૂટ્યા હતા.
વેંદાતાનો ભાવ 1.25 અથવા 0.37 ટકાના ઘટાડા સાથે 332.30 પર હતો અને તેને 333.90નો ઇંટ્રાડે હાઇ અને 330નો ઇંટ્રાડે લો ટચ કર્યો છે. આ 251,576 શેરના વોલ્યૂમ સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે તેના પાંચમાં દિવસે એવરેજ 2,020,310 શેરનો હતો જે -87.55 ટકાનો ઘટાડો છે.
હિન્દુસ્તાન ઝિંકનો ભાવ 1.60 અથવા 0.26 ટકા તૂટીને 623.50 પર હતો અને તેને 623.95નો ઇંટ્રાડે હાઇ અને 618.95નો ઇંટ્રાડે લો ટચ કર્યો છે. આ 19,771 શેરના વોલ્યૂમ સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે તેના પાંચમાં દિવસે એવરેજ 216,053 શેર સાથે એટલે કે -90.85 ટકાનો ઘટાડો હતો.
આ પણ વાંચો:

