Bank Holidays: માર્ચમાં 18 દિવસ બંધ રહેશે બેન્ક, જલ્દી જરૂરી કામ પૂર્ણ કરી લો
માર્ચ 2026માં હોળી, ઇદ અને રાનવમી જેવા તહેવારોને કારણે 18 દિવસ બેન્ક બંધ રહેશે.

Published : March 1, 2026 at 1:33 PM IST
નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો સમાપ્ત થઇ ગયો છે અને માર્ચ 2026ની શરૂઆત થઇ છે. જો તમે આ મહિને બેન્ક સાથે જોડાયેલી કોઇ મોટી લેવડ દેવડ અથવા KYC જેવા જરૂરી કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના હોલિડે કેલેન્ડર અનુસાર, માર્ચના 31 દિવસમાંથી કુલ 18 દિવસ અલગ અલગ રાજ્યમાં બેન્ક બંધ રહેશે.
માર્ચનો મહિનો તહેવારોથી ભરેલો છે અને વર્તમાન નાણાકીય વર્ષ (2025-26)નો અંતિમ મહિનો પણ છે. એવામાં રજાની લાંબી યાદી તમારા નાણાકીય આયોજનને પ્રભાવિત કરી શકે છે.
માર્ચ 2026: બેન્કમાં રજાઓની સંપૂર્ણ યાદી
- 1 માર્ચ રવિવારની રજા આખા દેશમાં
- 2 માર્ચ સોમવાર, હોળી, ઉત્તર પ્રદેશ
- 3-4 માર્ચ મંગળ-બુધ હોળી/ધુળેટી, ગુજરાત, દિલ્હી, મુંબઇ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત મોટાભાગના રાજ્ય
- 8 માર્ચ રવિવારની રજા આખા દેશમાં
- 13 માર્ચ શુક્રવાર, ચાપચર કુટ, મિઝોરમ
- 14 માર્ચ શનિવાર બીજો, આખા દેશમાં રજા
- 15 માર્ચ રવિવારની રજા
- 17 માર્ચ મંગળવાર શબ-એ-કદ્ર, જમ્મુ કાશ્મીર
- 19 માર્ચ ગુરૂવાર ગુડી પડવા/ઉગાડી, મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા
- 20-21 માર્ચ શુક્ર-શનિ ઇદ-ઉલ-ફિતર (રમઝાન ઇદ) ગુજરાત, જમ્મુ કાશ્મીર, કેરળ સહિતના દેશના અન્ય ભાગમાં
- 22 માર્ચ રવિવારની રજા
- 26 માર્ચ ગુરૂવાર, રામનવમી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યમાં
- 27 માર્ચ શુક્રવાર રામ નવમી, બિહાર, ઓડિશા, આંધ્ર પ્રદેશ
- 28 માર્ચ ચોથો શનિવાર
- 29 માર્ચ, રવિવારની રજા
- 31 માર્ચ, મંગળવાર, મહાવીર જયંતી, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર
નાણાકીય વર્ષનો અંત અને ક્લોઝિંગનું દબાણ
માર્ચના અંતિમ અઠવાડિયું બેન્ક માટે 'યર એન્ડ ક્લોઝિંગ'નો સમય હોય છે. 31 માર્ચે મહાવીર જયંતીની રજા છતા સરકારી કામકાજ માટે પસંદગીની શાખા ખુલ્લી રહી શકે છે. જોકે, સામાન્ય નાગરિકો માટે સાર્વજનિક લેવડ દેવડમાં વિલંબ થઇ શકે છે. એક્સપર્ટ્સની સલાહ છે કે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અને પેન્શન સાથે જોડાયેલા કામ 15 માર્ચ પહેલા પૂર્ણ કરી લો.
ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરો
શાખા બંધ થવા છતા ગ્રાહકોને કેશની તકલીફ નહીં પડે. બેન્કના ATM, નેટ બેન્કિંગ અને UPI(Google Pay,PhonePe) સેવા 24 કલાક ચાલુ રહેશે. ચેક ક્લિયરન્સમાં વિલંબ થઇ શકે છે, માટે ઓનલાઇન ટ્રાન્સફર (NEFT/IMPS) કરી શકો છો.
આ પણ વાંચો:

