દિવાળી પહેલા અમૂલે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, ઘી અને માખણના ભાવમાં કર્યો વધારો; જુઓ નવો રેટ
અમૂલના 1 કિલો ઘી ખરીદવા માટે ગ્રાહકોને પહેલાના મુકાબલે 50 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે જ્યારે માખણના પેકેટ પણ મોંઘા થઇ ગયા છે.

Published : November 4, 2026 at 5:10 PM IST
અમદાવાદ: દિવાળી પહેલા અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ અમૂલ ઘી અને માખણની કિંમતોમાં વધારો કર્યો છે. અમૂલના 1 કિલો ઘી ખરીદવા માટે ગ્રાહકોને પહેલાના મુકાબલે 50 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે જ્યારે માખણના પેકેટ પણ મોંઘા થઇ ગયા છે. 100 ગ્રામ માખણનો પેક હવે 63 રૂપિયાની જગ્યાએ 66 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
અમૂલ ઘી અને માખણના ભાવમાં કેટલો વધારો?
અમૂલે પોતાની કેટલીક પ્રોડક્ટની કિંમતમાં બદલાવ કર્યો છે. સૌથી વધુ વધારો એક કિલો ઘીના પેકેટમાં થયો છે, જેની કિંમત 630 રૂપિયાથી વધારીને 680 રૂપિયા કરી દેવામાં આવી છે.
નવી કિંમતો પર નજર
| પ્રોડક્ટ | જૂની કિંમત | નવી કિંમત |
| ઘી 1 કિલો | ₹630 | ₹680 |
| શુદ્ધ ઘી 500 ગ્રામ | ₹325 | ₹345 |
| માખણ 100 ગ્રામ | ₹63 | ₹66 |
| માખણ 500 ગ્રામ | ₹310 | ₹325 |
એટલે કે 500 ગ્રામ શુદ્ધ ઘી માટે હવે ₹20 અને 500 ગ્રામ માખણ માટે ₹15 વધુ આપવા પડશે. જોકે, અમૂલના ઓનલાઇન પ્લેટફોર્મ પર ગાયનું ઘી 740 રૂપિયા પ્રતિ લીટર, સાગર ઘી 710 રૂપિયા, શુદ્ધ ઘી 700 રૂપિયા અને ભેસનું ઘી 720 રૂપિયા પર લિસ્ટેડ છે. જોકે, શુદ્ધ ઘી, ભેસનું ઘી અને કોમ્બો પેક જેવા કેટલાક પ્રોડક્ટ્સ ત્યા આઉટ ઓફ સ્ટોક પણ બતાવી રહ્યું હતું.
દિવાળી પહેલા અમૂલે ઘી અને માખણની કિંમતોમાં 3થી 50 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે.
GST ઘટ્યા બાદ મળેલી રાહતનું શું થયું?
સપ્ટેમ્બર 2025માં GSTનો દર 12%થી ઘટીને 5% કરવામાં આવ્યા બાદ અમૂલે પોતાની આશરે 700 ડેરી પ્રોડક્ટ્સના ભાવ ઓછા કરી દીધા હતા. તે સમયે એક લીટર ઘીનો પેક 650 રૂપિયાથી ઘટીને 610 રૂપિયા અને 5 લીટરનો ટિન 3,275 રૂપિયાથી ઘટીને 3,075 થઇ ગયો હતો. બીજી તરફ, 100 ગ્રામ માખણ 62 રૂપિયાથી 58 રૂપિયા અને 500 ગ્રામ માખણ 305 રૂપિયાથી 285 રૂપિયા પર આવી ગયો હતો પરંતુ હવે નવી કિંમતો વધતા ગ્રાહકોને મળેલી GSTની રાહતનો ફાયદો સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:

