મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ, ઇરાનની ચેતવણી- 'કોઇ પણ જહાજ આવ્યું તો આગ લગાવી દઇશું'
વિશ્વનું દૈનિક 20 ટકા જેટલું તેલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. ઇરાન પર ઇઝરાયેલ-અમેરિકાના હુમલા બાદ સ્થિતિ વણસી

Published : March 3, 2026 at 2:13 PM IST
નવી દિલ્હી: અલ જઝીરાના અહેવાલ અનુસાર, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ સત્તાવાર જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે કોઇ પણ જહાજ પસાર થવાનો પ્રયાસ કરશે તો તેમાં આગ લગાવી દેવામાં આવશે અથવા હુમલો કરાશે.
મળતી માહિતી અનુસાર, ઇરાનના અધિકારીઓએ સરકારી મીડિયાને જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે અને જો કોઇ ત્યાથી પ્રસાર થવાનો પ્રયાસ કરશે તો રિવોલ્યૂશનરી ગાર્ડ્સ અને રેગ્યુલર નેવીના હીરો તે જહાજને આગ લગાવી દેશે."
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવું વૈશ્વિક ઉર્જા બજાર માટે મોટો ફટકો છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ તેમના માટે ઘણો જરૂરી છે જે વિશ્વના દૈનિક તેલ વપરાશના લગભગ 20 ટકાનું સંચાલન કરે છે. પોતાના સૌથી પાતળા પોઇન્ટ પર આ લગભગ 33 કિલોમીટર પહોળું છે અને મુખ્ય તેલ ઉત્પાદકો- સાઉદી અરેબિયા, ઇરાન, ઇરાક અને સંયુક્ત આરબ અમીરાતને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે.
વિશ્વના બજારમાં હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ
AFP અનુસાર, વિશ્લેષકો માને છે કે ઍક્સેસ કાપી નાખવાથી મુખ્ય એશિયા-યુરોપ શિપિંગ રૂટ પર કોઈ અસર નહીં પડે, કારણ કે ખાડી કુવૈત, ઇરાક અને ઈરાનના કિનારા પર એક બંધ રસ્તા પર સમાપ્ત થાય છે પરંતુ આ સ્ટ્રેટ બધા પ્રાદેશિક વેપાર માટે જરૂરી છે કારણ કે તે દુબઇના જેબેલ અલી પોર્ટ સુધી એક્સેસ મળે છે, જે વિશ્વના 10માં સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે અને આ વિસ્તારના એક ડઝન કરતા વધુ દેશો માટેનું હબ છે.
ફ્રાન્સના TLF ફ્રેઇટર્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ એન-સોફી ફ્રીબર્ગના જણાવ્યા અનુસાર, જેબેલ અલીમાં, કન્ટેનર જહાજોને પૂર્વ આફ્રિકાથી ભારત સુધીના દેશો માટે નાના જહાજોમાં ઉતારવામાં આવે છે.
ફ્રેન્ચ હાઇ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેરીટાઇમ ઇકોનોમીના ડિરેક્ટર પોલ ટુરેટે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ હંમેશા વેપાર માટે ખુલ્લું રહ્યું છે. 1980 અને 1988 વચ્ચે ઇરાન-ઇરાક યુદ્ધ દરમિયાન પણ ઓઇલ ટેન્કરો પર હુમલો થયો છતા કોમર્શિયલ રસ્તો ચાલુ રહ્યો હતો. ફ્રેન્ચ નેવીના સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટરના સંશોધન નિર્દેશક સિરિલ પોઇરિયર-કૌટાનસાઇસે જણાવ્યું હતું કે, સ્ટ્રેટમાંથી પસાર થતા માલ પર રોક અભૂતપૂર્વ છે.
ઇઝરાયેલ અને અમેરિકાએ શનિવારે ઇરાન પર હુમલા શરૂ કર્યા બાદ વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપનીઓ- ઇટાલિયન-સ્વિસ MSC, ડેનમાર્કની માર્સ્ક, ફ્રાન્સની CMA,CGM, જર્મનીની હાપાક લોયડ અને ચીનની કોસ્કોએ તેમના જહાજોને સુરક્ષિત રહેવાનો આદેશ આપ્યો છે.
મરીન ટ્રાફિક મેપ પર, જે વિશ્વભરમાં શિપિંગ ગતિવિધિઓને ટ્રેક કરે છે તેના અનુસાર, જહાજોનું ગ્રુપ જોવા મળે છે જેમાં મોટાભાગના ટેન્કર કુવૈત પાસે ઉત્તરમાં અને દુબઇ પાસે બંદર પર લંગર નાખેલા છે. ઇરાની નેવી પણ સ્ટ્રેટની બીજી તરફ બંદર અબ્બાસના ઇરાની પોર્ટ પાસે જોવા મળે છે. ટુરેટે જણાવ્યું હતું કે, હોર્મુઝમાં પ્રવેશતા પહેલા જહાજોના ઘણા અન્ય અલગ જૂથો જોઈ શકાય છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્યો સામાન પસાર થાય છે?
જર્મની આ સ્ટ્રેટ દ્વારા કાર, મશીનગી અને ઔદ્યોગિક ઉત્પાદન મોકલે છે જ્યારે ફ્રાન્સ મુખ્યત્વે અનાજ અને કૃષિ ઉત્પાદનો, કોસ્મેટિક્સ, લક્ઝરી સામાન અને ફાર્માસ્યુટિકલ્સનું વેચાણ કરે છે. TLFના ફ્રીબર્ગે જણાવ્યું હતું કે, આ દરમિયાન ઇટાલી ભોજન, મોટા પ્રમાણમાં માર્બલ અને સિરામિક્સની નિકાસ કરે છે.
TD કોમોડિટીઝ અનુસાર, બીજી તરફ, તેલ અને ગેસ ઉપરાંત જેમાંથી ખાતરો અને પ્લાસ્ટિક મેળવવામાં આવે છે, મધ્ય પૂર્વ વિશ્વના પ્રાથમિક એલ્યુમિનિયમ પ્રોડક્શનના 9 ટકા ભાગ ધરાવે છે જેમાંથી લગભગ તમામ નિકાસ કરવામાં આવે છે.
શું વિલંબ થશે? ભાવમાં વધારો થશે?
ઘણા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે ડિલિવરીનો સમય વધી શકે છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ટેમુ અને શીને કેટલાક દિવસના વિલંબની ચેતવણી આપી છે જ્યારે એમેઝોને વધુ રાહ જોવાનું અનુમાન લગાવ્યું છે.
આ વિસ્તારમાં પરિવહન માટે શિપિંગ કંપનીઓ દ્વારા લાદવામાં આવતા વધારાના શુલ્કના પરિણામે નૂર ખર્ચ પહેલાથી જ વધી રહ્યો છે. યુરોપ-એશિયા રૂટ માટે જહાજ હવે લાલ સમુદ્ર અને સુએજ કેનાલ થઇને જતા રસ્તાનો ઉપયોગ કરતા નથી કારણ કે યમનમાં ઇરાનના સાથી હૂતી ગ્રુપના નવા હુમલાનો ડર છે. દક્ષિણ આફ્રિકાના છેડે આવેલા કેપ ઓફ ગુડ હોપનો ચક્કર લગાવવા પર દરિયામાં 10 દિવસ કરતા વધુ સમય લાગે છે અને ખર્ચો લગભગ 30 ટકા વધી જાય છે.
આ પણ વાંચો:

