ETV Bharat / business

અમેરિકાએ ભારતને આપ્યો મોટો ઝટકો! સોલર પેનલની નિકાસ પર લગાવ્યો 126% ટેક્સ

અમેરિકાનો આરોપ છે કે ભારત સરકાર તેની કંપનીઓને અન્યાયી સબસિડી આપી રહી છે, જેના કારણે અમેરિકન સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ (AP file)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 9:48 AM IST

2 Min Read
Choose ETV Bharat

વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરની વેપાર સમજૂતિ છતા, ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતીય સૌર ઉર્જા ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન વાણિજ્ય વિભાગે ભારતમાંથી આયાત થતા સોલર સેલ અને પેનલો પર 125.87% (લગભગ 126%)નો ભારે પ્રારંભિક કાઉન્ટરવેલિંગ ડ્યુટી (CVD) લગાવ્યો છે. અમેરિકાનો આરોપ છે કે ભારત સરકાર તેની કંપનીઓને સબસિડી આપી રહી છે જેનાથી અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થઇ રહ્યું છે.

સ્થાનિક કંપનીઓ માટે બજાર બંધ

સિટી વિશ્લેષકો અનુસાર, આ અતિશય ડ્યુટીને કારણે ભારતીય સોલર કંપનીઓ માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ થઇ શકે છે. 2024માં ભારતે અમેરિકાને $792.6 મિલિયનના સોલર ઉત્પાદનોની નિકાસ કરી હતી, જે 2022ની તુલનામાં 9 ઘણી વધારે હતી. હવે આટલી ઊંચી ડ્યુટી છતા ભારતીય સોલર પેનલોની કિંમત અમેરિકન બજારમાં બમણાથી વધુ થઇ જશે, જે સંભવિત રીતે તેમને રેસમાંથી બહાર કરી દેશે.

માત્ર ભારત જ નહીં, અન્ય દેશ પણ નિશાના પર

ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ ભારત એકમાત્ર દેશ નથી જેને નિશાન બનાવવામાં આવ્યો છે. અમેરિકન વાણિજ્ય વિભાગે ઇન્ડોનેશિયા પર 86%થી 143% અને લાઓસ પર 81% સુધીનો ટેક્સ લગાવ્યો છે. અમેરિકાનો તર્ક છે કે આ દેશ પોતાની સરકારની સહાયતાના દમ પર અમેરિકન કંપનીઓના મુકાબલે ઘણા સસ્તા ભાવે સોલર મૉડ્યૂલ વેચી રહ્યા છે.

વેપાર સમજૂતિ પર સવાલ

આ નિર્ણય એટલા માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચે એક સમજૂતિ થઇ હતી, જેનો ઉદ્દેશ્ય તણાવ ઘટાડવાનો હતો. જોકે, આ નવો ટેક્સ ટ્રમ્પના તે 'ગ્લોબલ ટેરિફ'થી અલગ છે જેને તાજેતરમાં અમેરિકન સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો. આ પગલું એલાયન્સ ફોર અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડની ફરિયાદના આધારે લેવામાં આવ્યો છે જેમાં ફર્સ્ટ સોલર જેવી દિગ્ગજ અમેરિકન કંપની સામેલ છે.

ભારતીય ઉદ્યોગ પર અસર

ભારતની દિગ્ગજ સોલર કંપનીઓ જેમ કે, વારી એનર્જી (Waaree Energies), અદાણી ગ્રીન અને ટાટા પાવર માટે આ એક મોટો પડકાર છે કારણ કે આ કંપનીઓનું ભાવિ વિસ્તરણ યોજનાઓ ઘણી હદ સુધી અમેરિકાની નિકાસ પર ટકેલી હતી, માટે શેર બજારમાં પણ આ ક્ષેત્રને લઇને ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: