Yearender 2025: ડેટા પ્રોટેક્શન, ડીપફેક્સ અને AIમાં ભારતનો મોટો પ્રયાસ
2025માં, સરકારે આખરે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) નિયમો લાગુ કર્યા, આ તે પડકારોને દર્શાવે છે કે જે ભારત બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Published : December 31, 2025 at 11:29 AM IST
અફઝલ રહેમાન: 2025નો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભારત ડિજિટલ અધિકારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મુદ્દા પર દેશની સૌથી મોટી લડાઇમાં આવી ગયું છે. સંસદમાં ઉગ્ર ચર્ચાઓ, નવા કાયદા બન્યા અને પ્રાઇવેસી ગ્રુપ, ટેક કંપનીઓ અને સરકાર વચ્ચે કેટલાક સંઘર્ષો જોવા મળ્યા, અને તેનો મુખ્ય હેતુ દેશની ડિજિટલ દુનિયાને આગળ વધારતા ભારતીયોને AIના ખતરાથી બચાવવાનો છે.
ડેટા પ્રોટેક્શન કાયદો
નવેમ્બરમાં 2025માં એક મહત્ત્વપૂર્ણ ડેવલપમેન્ટ થયું, જ્યારે સરકારે આખરે 2025ના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) નિયમો અમલમાં મૂક્યા. આ કેટલાક કારણોસર મોટા સમાચાર હતા. એક કારણ એ હતું કે ભારતનો મુખ્ય ડેટા પ્રોટેક્શન કાયદો, જેને DPDP એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. 2023માં પસાર થયો હતો પરંતુ કોઇને પણ આ સ્પષ્ટ ખ્યાલ નહતો કે આ કેવી રીતે કાર્ય કરશે.
તેને સમજવાનો એક સારો રસ્તો આ છે: જ્યારે તમારી પર્સનલ જાણકારીની વાત આવે છે ત્યારે DPDP એક્ટ બ્લુપ્રિન્ટ હશે, અને નવી માર્ગદર્શિકા યૂઝર્સ મેન્યુઅલ હશે. હવે, માર્ગદર્શિકા અનુસાર, સંસ્થાઓએ તમને સ્પષ્ટપણે જણાવવું જરૂરી છે કે તેઓ શું માહિતી ઇચ્છે છે, તેમને તેની જરૂર કેમ છે, અને તેઓ તેને કેટલો સમય રાખશે. ટેકનિકલ શબ્દોથી છુટકારો મળી ગયો. આ તમામ વાતો એવી રીતે લખવી પડશે કે સામાન્ય માણસ સરળતાથી વાંચી અને સમજી શકે.
નિયમોમાં કંપનીઓને તમારી માહિતીનો ઉપયોગ કરતા પહેલા તમારી સંમતિ લેવી પડશે, ના કે સંમતિની શરતોને તે નિયમ અને શરતોમાં સંતાડવી પડે જેને કોઇ નથી વાંચતું. અહીં ખરેખર મહત્ત્વનું છે: જો કોઇ કંપની હેક થાય છે અને તમારી માહિતી સાથે ચેડા થાય છે, તો તેમણે 72 કલાકની અંદર તમને જાણ કરવી જરૂરી છે. આ ઘણો ઓછો સમય છે પરંતુ આ લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે છએ.
અમલીકરણની પ્રક્રિયા ધીમે ધીમે થશે. નવેમ્બર 2025થી, કેટલાક સરળ નિયમ લાગુ થયા છે. જોકે, સંગઠનોને કડક નિયમોનું પાલન કરવા માટે મે 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ડીપફેક સંકટ
જો ડેટા પ્રોટેક્શન પર્સનલ ડેટા વિશે હોત, તો ડીપફેક તેનાથી પણ વધારે ભયાનક બાબત છે- અસલી લોકોના વીડિયો અને ઓડિયો રેકોર્ડિગ્સ. ઓક્ટોબર 2025માં, સરકારે IT નિયમોમાં બદલાવ કરીને ડીપફેકનો સામનો કરવા માટે પ્રથમ વખત ખાસ નિયમ જાહેર કર્યા હતા.
આ એક ગંભીર ચિંતાનો વિષય છે. સ્કેમર્સ ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓના નકલી વિડિઓ બનાવી રહ્યા છે જેમાં તે લોકોને પૈસા મોકલવાની વિનંતી કરે છે. તે એટલી હદે વધી ગયું છે કે લોકો છેતરપિંડી કરવા માટે અવાજોનો ઉપયોગ કરી રહ્યા છે. એવા કિસ્સાઓમાં પણ સામે આવ્યા છે જ્યાં લોકોની મરજી વગર ડીપફેક વીડિયો બનાવીને તેમણે અપમાનિત કરવામાં આવ્યા છે.
આ અંગેના ધોરણો ખૂબ જ સ્પષ્ટ છે: કોઈપણ વ્યક્તિ જે AI કન્ટેન્ટ બનાવે છે, તેણે આ કન્ટેન્ટ પર માર્ક કરવો પડશે અને આ વોટરમાર્ક સ્ક્રીનના ઓછામાં ઓછો 10 % હોવો જોઇએ. કન્ટેન્ટ માર્ક હટાવી શકાતું નથી. જે પ્લેટફોર્મ પર ડીપફેક કન્ટેન્ટ હોસ્ટ કરવામાં આવે છે, જેમ કે YouTube અને Instagram, એ ખાતરી કરવી પડશે કે તેને 36 કલાકની અંદર હટાવી દેવામાં આવે.
જોકે, તે મુશ્કેલ વાત છે કે વગર અસલી કન્ટેન્ટને દબાવે કોઇ પણ વસ્તુની પ્રામાણિકતા કેવી રીતે ચકાસવી કે તે ડીપફેક છે કે નહીં, હાસ્ય પેરોડી અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઓરિજનલ કામનું શું? રેગ્યુલેશન લોકોને નુકસાનથી બચાવવા અને સાથે જ અસલી ઇનોવેશનને વધારવા વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે.
આ બધું ત્યારે થયું જ્યારે ભારત પોતે નવેમ્બર 2025માં વ્યાપક AI ગવર્નન્સ ગાઇડલાઇન્સ લૉન્ચ કરી રહ્યું હતું. આ ગાઇડલાઇન્સ એવા કાયદા નથી જે લોકોને જેલમાં બંધ કરે છે પરંતુ તે ગાઇડલાઇન્સ દર્શાવે છે કે ભારતમાં AIનો ઉપયોગ જવાબદારીપૂર્વક કેવી રીતે કરવો જોઇએ.
ગાઇડલાઇન્સમાં AIન સંચાલિત કરવા માટે સાત મુખ્ય સિદ્ધાંતો અથવા સૂત્ર સામેલ છે: વિશ્વાસ, લોકો પહેલા, નિષ્પક્ષતા, જવાબદારી, સમજી શકાય તેવી ડિઝાઇન, સુરક્ષા અને ઇનોવેશન માટે જગ્યા. તે AI-વિશિષ્ટ સંસ્થાઓ સ્થાપિત કરવા માટે એક માખું પણ સ્થાપિત કરે છે જેમાં AI સલામતી સંસ્થા અને AI ગવર્નન્સ સામેલ હોઇ શકે છે.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભારતે AI સંબંધિત એક પણ વ્યાપક કાયદો વિકસાવ્યો નથી. તેના બદલે, સરકારે જાહેરાત કરી કે, "અમારી પાસે પહેલાથી જ એવા કાયદા છે જે AIના કેટલાક પાસાઓને સંબોધિત કરે છે."
ભારતમાં ડેટા સુરક્ષાના સંદર્ભમાં DPDP એક્ટમાં ડેટા સુરક્ષાના કેસમાં, IT એક્ટમાં ગુનાઓ અંગેનો કાયદો અસ્તિત્ત્વમાં છે. ગાઇડલાઇન્સ ફક્ત આ તમામ અલગ અલગ કાયદાઓને એક સાથે ગૂંથે છે અને આ બધી જુદી જુદી અવધારણાઓને એક બીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવાની સાથે કામ કરવાની જરૂર દર્શાવે છે.
ટેક સેક્ટર માટે, 2025નું વર્ષ અફરા તફરીનું વર્ષ બની ગયું. ટેક સ્ટાર્ટઅપ્સ,ઇ-કોમર્સ સાઇટ્સ અને સોશિયલ મીડિયા સાઇટ્સ બધાએ નવા નિયમોના આગમન માટે તૈયારી કરવી પડી. કેટલાકને લાગ્યું કે નિયમો ખૂબ જ અઘરા અને અમલમાં મૂકવા માટે ખર્ચાળ છે. કેટલાકને લાગ્યું કે નિયમો તેમને ચોક્સસ ક્ષેત્રોમાં ફસાવી શકે છે જે ખૂબ સ્પષ્ટ નથી. ઘણા લોકોએ ખર્ચની અસરો અને ફેરફારોને અમલમાં મૂકવા માટે પૂરતો સમય છે કે કેમ તે વિશે વિચાર્યું.
બીજી તરફ, સમર્થન પણ છે. ટેક લીડર્સન લાગ્યું કે ડેટા સુરક્ષા ખરેખર ભારત માટે એક ફાયદો છે કારણ કે ડેટા સુરક્ષા ડિજિટલ વિશ્વમાં વિશ્વાસ લાવે છે અને દેશને બિઝનેસ ઓપરેશન કરવા માટે વધુ સુરક્ષિત સ્થળ બનાવે છે.
મોટું ચિત્ર
2025માં જે બન્યું, તે ભારત જે પડકારને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તે દર્શાવે છે. એક તરફ, સરકાર ભારતીયો માટે ડેટા અને પ્રાઇવેસીની સુરક્ષા કરવા માંગે છે, નુકસાન પહોંચાડનારા ડીપફેકનો સામનો કરવા માંગે છે અને આ વિશ્વાસ અપાવવા માંગે છે કે AIથી કોઇ નુકસાન નહીં થાય. બીજી તરફ, સરકાર ઇનોવેશન અને ટેક દિગ્ગજોના વિકાસ પર ભાર મુકવા માંગે છે.
આ બન્ને લક્ષ્યો એક બીજાની વિપરીત લાગે છે. DPDP નિયમો, વિશ્વના પ્રથમ ડીપફેક નિયમોનો સેટ, અને AI ગવર્નન્સ ગાઇડલાઇન્સ આ દર્શાવે છે કે ભારત આ ચિંતાઓ પર ધ્યાન આપી રહ્યું છે. આ બાબતોને લઇને સંસદમાં ચર્ચા ચાલી રહી છે. કંપનીઓ નિયમોનું પાલન કરવા માટે સમય સાથે દોડી રહી છે.
સિવિલ સોસાયટી નજર રાખી રહ્યું છે કે આ નિયમ આ હેતુને પૂર્ણ કરે. 2025ના અંતમાં ભારતના ડિજિટલ સેક્ટર માટે એક સંપૂર્ણ નવા મોડલની સ્થાપના થઇ અને આ મોડલના કેન્દ્રમાં ડેટા સુરક્ષા અને AI સુરક્ષા હતા. શું આ પગલાં અસરકારક સાબિત થશે- કંપનીઓ નિયમનું પાલન કરશે અને નાગરિકોને સુરક્ષિત બનાવવામાં આવશે અને ડીપફેક અટકાવવામાં આવશે- તે 2026 અને તે પછીના વર્ષોમાં નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો:

