ETV Bharat / bharat

નેતાજી જીવિત હોત તો તેમને પણ ભારતીય હોવાના પૂરાવા આપવા પડત, મમતાનો ચૂંટણીપંચ પર કટાક્ષ

નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળના CMએ ચૂંટણીપંચ, કેન્દ્રની કામગીરિ પર સવાલ ઉઠાવ્યા

નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળના CMએ ચૂંટણીપંચ, કેન્દ્રની કામગીરિ પર સવાલ ઉઠાવ્યા
નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળના CMએ ચૂંટણીપંચ, કેન્દ્રની કામગીરિ પર સવાલ ઉઠાવ્યા (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 23, 2026 at 6:58 PM IST

3 Min Read
Choose ETV Bharat

કોલકાતા: નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 129મી જયંતી નિમિત્તે પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવીઝન (SIR) પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને પણ SIR નોટિસ મળી હશે.

વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્ય પશ્ચિમ બંગાળમાં આજકાલ વોટર લિસ્ટના SIRની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિવાદ નેતાજીની જયંતી સમારોહમાં પણ જોવા મળ્યો. શુક્રવાર, 23 જાન્યુઆરીએ નેતાજીની જયંતી મનાવવા માટે ધર્મતલા એસ્પ્લેનેડમાં એક સમારોહ રાખવામાં આવ્યો હતો.

નેતાજીને શ્રદ્ધાંજિલ આપ્યા બાદ CMએ પૂછ્યું કે,'જો સુભાષ ચંદ્ર બોઝ આજે જીવિત હોત તો તેમનું નામ પણ આ લિસ્ટમાં શામેલ હોત. શું તેમને પણ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હોત? કે તેમને 'લૉજિકલ ગડબડ'ના આધારે બોલાવવામાં આવ્યા હોત. શું તેમને પણ એ સાબિત કરવા માટે કહેવામાં આવ્યું હોત તો કે તેઓ ભારતીય છે કે નહીં.'

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એવી વાત સામે આવી હતી કે નેતાજીના પરિવારના સભ્ય ચંદ્ર બોઝને SIR નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. આ મુદ્દે આજે મુખ્યમંત્રીએ ભાષણમાં પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, તેઓ પહેલા જ ચંદ્રબાબુને બોલાવી ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, આ બહુ શરમજનક છે કે દેશના સ્વતંત્ર સેનાનીઓના વંશજોને હવે પોતાની નાગરિકતા સાબિત કરવી પડી રહી છે.

આ દિવસ મમતા બેનર્જીએ નેતાજીની ઓથમાં ન માત્ર ચૂંટણી પંચ, કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેમણે પ્લાનિંગ કમિશનનો ઉલ્લેખ કર્યો. તેમણે બધાને યાદ અપાવ્યું કે પ્લાનિંગ કમિશન નેતાજીનો જ આઈડિયા હતો. આ સંદર્ભમાં તેમણે મોદી સરકારના નીતિ આયોગ બનાવવાની ફરીથી ટીકા કરી. તેમણે કહ્યું કે, આજે તેને જાણીજોઈને ખતમ દેવાયું છે.

તેમણે સવાલ કર્યો કે, આખરે નીતિ આયોગે શું કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ કદમ દેશની સંઘીય સંરચના અને લાંબાગાળાની યોજનાને ખતમ કરવા માટે ઉઠાવવામાં આવ્યો છે. મમતાને કેન્દ્ર સરકાર પર ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાનો પણ આરોપ લગાવ્યો. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, ભારતના ઈતિહાસને કન્ફ્યૂઝ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ભારતની મહાન હસ્તીઓનું અપમાન કરાઈ રહ્યું છે.

તેમણે દાવો કર્યો કે, બંગાળના લોકો અને દેશના સામાન્ય નાગરિક આ અપમાનને નહીં સ્વીકારે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હી હવે ષંડયંત્રોનું શહેર બની ગયું છે. તેમણે તે દિલ્હી વિરુદ્ધ એકજૂથ થશે. તેમણે કેન્દ્ર વિરુદ્ધ પર બંગાળ વિરુદ્ધ ષડયંત્ર રચવા પર આરોપ પણ લગાવ્યો.

CAAના ડરથી વારંવાર લાગી રહેલા મોતના આરોપો પર મુખ્યમંત્રીએ કહ્યું કે, 'સરસ્વતી પૂજાના દિવસે તેઓ કહેવા માગે છે કે, 110 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દરરોજ ત્રણથી ચાર લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ચૂંટણી પંચ અને ભારત સરકારે આ મોતની જવાબદારી લેવી જોઈએ.

તેમણે આરોપ લગાવ્યો કે, વોટર લિસ્ટ અને નાગરિકતા કાયદાને મિક્સ કરી સામાન્ય લોકોના મનમાં ડર પેદા કરવામાં આવી રહ્યો છે. 'નાગરિકતા કાયદો અલગે છે અને વોટર લિસ્ટ અલગ છે. તેને બંનેને મિક્સ કરી રહ્યા છે. દેશના લોકતાંત્રિક માળખા વિશે બોલતા મમતાએ બાબાસાહેબ આંબેડકરના બંધારણનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે, 'અમે બાબાસાહેબ આંબડકરના સંવિધાનને માનીએ છીએ. આજે રોજેરોજ તે બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે. લોકતંત્રને નગ્ન કરવામાં આવી રહ્યું છે અને તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રવિન્દ્રનાથ ટાગોરની કવિતા 'પ્રશ્ન'ની લાઈનને ટાંકી અને શાસકોની અસહિષ્ણુતા તરફ ઈશારો કર્યો.

'જે લોકો તમારી હવામાં ઝેર ઘોળી રહ્યા છે, તમારું તેજ બુઝાવી રહ્યા છે, શું તમે તેમને માફ કરી દીધા છે, શું તમે તેમને પ્રેમ કર્યો છે?' મમતાએ બંગાળી ભાષા અને સંસ્કૃતિ વિશે જાણકારી ન હોવા અંગે ભાજપા નેતાઓની આલોચના કરી. તેમણે કહ્યું કે, 'એવું લાગે છે કે ચૂંટણી દરમિયાન તે ટેલિપ્રોમ્પટર પર બે બંગાળી શબ્દો લખીને સાથે લાવે છે, ક્યારેક બંકિમચંદ્રનો ઉલ્લેખ કરે છે, ક્યારેક કહે છે કે ટાગોરના શાંતિનિકેતનમાં પેદા થયા હતા, ક્યારેક આમ ક્યારેક તેમ...બંગાળની અલગ-અલગ રીતે બેઈજ્જતી કરવામાં આવી રહી છે.'

તેમણે આગળ કહ્યું કે, 'હું અંગ્રેજીમાં મમતા બેનર્જી લખું છું અને બંગાળીમાં મમતા બંદોપાધ્ચાય લખું છું, આમાં શું તકલીફ છે. જેમની પાસે આટલું પણ કલ્ચર નથી તેમના માટે મારા મનમાં માત્ર નફરત છે.

આ મંચ પરથી CMએ રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓને નેતાજીના આદર્શોથી પ્રેરિત થઈને આ અન્યાય વિરુદ્ધ ઊભા થવાની અપીલ કરી. તેમણે કહ્યું, 'મારી આગામી પેઢીને બસ એક જ અપીલ છે... નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ગાંધીજીએ જે આઝાદીનું સપનું જોયું હતું, તેમના તે સપનાના આજે ટુકડે-ટુકડા થઈ રહ્યા છે...તમે પોતાને તૈયાર કરો.'

આ પણ વાંચો: