ETV Bharat / bharat

ભારતમાં ખામેનેઈના મૃત્યું પર શિયા મુસ્લિમ સમુદાયમાં શોક, ઈઝરાયેલ-અમેરિકાની કરી નીંદા

ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનો શોક ભારતમાં પણ જોવા મળી રહ્યો છે.

Etv Bharat
Etv Bharat (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 1, 2026 at 10:57 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ઈઝરાયલ અને અમેરિકાનો ઇરાન પર હુમલો યથાવત છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈ એક હુમલામાં માર્યા ગયા છે. તેમની પુત્રી, જમાઈ અને પૌત્રી પણ આ હુમલામાં માર્યા ગયા છે.

આજે, ઇરાની મીડિયાએ પણ ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સાથે, ઇરાનના સંરક્ષણ પ્રધાન અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર મોહમ્મદ પાકપુર પણ આ હુમલામાં માર્યા ગયા છે.

આ દરમિયાન, ઇરાનમાં ઘણી જગ્યાએ લોકો પોસ્ટરો સાથે રસ્તાઓ પર દેખાવો કરતા જોવા મળી રહ્યા છે, તો ભારતમાં પણ ખામેનેઈના મૃત્યુંને લઈને શોક સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ખામનેઈના મૃત્યુંને લઈને શીયા મુસ્લિમ સમુદાયમાં ઉંડો શોક વ્યાપી ગયો છે અને લોકોમાં ઈઝરાયેલ-અમેરિકા પ્રત્યે નારાજગી જોવા મળી છે. આ તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસમાં તેમના દેશનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો.

શ્રીનગરના લાલચોકમાં ખામેનેઇના મોત બાદ પ્રદર્શન

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઇ ઇઝરાયેલ અને અમેરિકાના હુમલામાં મોતને ભેટ્યા છે, ત્યારે તેમના મૃત્યુના વિરોધમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કાશ્મીરી શિયા મુસલમાનોએ લાલ ચોકમાં પ્રદર્શન કર્યું હતું.

શિયા ધાર્મિક નેતા મૌલાના સૈફ અબ્બાસે અમેરિકા-ઇઝરાયલની નીંદા કરી

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પર, શિયા ધાર્મિક નેતા મૌલાના સૈફ અબ્બાસે કહ્યું, "... ગઈકાલે ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાને આતંકવાદી હુમલો કહેવામાં આવી રહ્યો છે. આજે, તેણે સમગ્ર અખાતને યુદ્ધમાં ધકેલી દીધું છે, અને તમે બધા અખાતની પરિસ્થિતિ જોઈ રહ્યા છો. વિશ્વએ સમજવું જોઈએ કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ કેવી રીતે સમગ્ર વિશ્વમાં રક્તપાત, નફરત અને આતંકવાદ ફેલાવી રહ્યા છે... ખામેનીઈ કોઈ એક દેશના નેતા નહોતા, પરંતુ દરેક પીડિત વ્યક્તિ, દરેક મુસ્લિમ અને દરેક માનવીના નેતા હતા... કોઈને ખબર નથી કે આ ચાલી રહેલો સંઘર્ષ ક્યાં લઈ જશે. પરંતુ મને વિશ્વાસ છે કે ઈરાન જીતશે..."

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાના વિરોધમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાના વિરોધમાં લખનૌમાં શિયા મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યો અને આ હત્યાની નીંદા કરી.

લખનઉમાં ખામેનેઈના મૃત્યુને લઈને વિરોઝ પ્રદર્શન કરી રહેલા એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું, "જે લોકોના લોહીમાં વિશ્વાસઘાત છે તેમણે ખામેનેઈની વિશ્વાસઘાતથી હત્યા કરી છે... જો એક ખામેનેઈની હત્યા થશે, તો હજારો ખામેનેઈઓ ઉભા થશે... ઇઝરાયલ અને અમેરિકા વિશ્વાસઘાતી છે..."

બિહારના JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ ઈરાન અને ઇઝરાયલ હુમલાઓ પર કહ્યું, "દેશના ઘણા લોકો ખાડી દેશોમાં રહે છે. અમને ત્યાંથી ઘણા બધા ફોન આવી રહ્યા છે. આજે સવારે મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે વિદેશ મંત્રી અને અન્ય નેતાઓ સાથે વાત કરી છે. બધા એરપોર્ટ બંધ છે, તેથી લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ. ભારત સરકાર અને MEA પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ ઉકેલ શોધી કાઢવામાં આવશે. આપણે બધા ઇચ્છીએ છીએ કે યુદ્ધ બંધ થાય. દુબઈ એરપોર્ટ એટલું મોટું એરપોર્ટ છે, તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે..."

આ પણ વાંચો

  1. અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત, ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ
  2. અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ખામેનીનું મોત, ઈરાની મીડિયાએ મોતની પુષ્ટિ કરી, લોકો રસ્તા પર ઉતર્યા