ETV Bharat / bharat

UPSC CSE 2025: OBC ક્રીમી લેયર નિયમો પર કેન્દ્રની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સિવિલ સેવા પરીક્ષાના 2025ના ઉમેદવારો પર OBC ક્રીમી-લેયર નિયમો સાથે જોડાયેલા નિર્ણયને લાગુ કરવા સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (ANI)
author img

By Sumit Saxena

Published : September 2, 2026 at 6:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર વિચાર કરવા પર સંમતિ આપી દીધી છે જેમાં સિવિલ સેવા પરીક્ષા 2025ના ઉમેદવારો પર OBC ક્રીમી-લેયર નિયમો સાથે જોડાયેલા 11 માર્ચના નિર્ણયને લાગુ કરવા પર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. આ મામલે સુનાવણી જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કરી હતી.

કોર્ટે તમામ પક્ષોને 17 સપ્ટેમ્બર સુધી પોતાના જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાખ્યો હતો. આ મામલે મૂળ અરજી કરનાર તરફથી હાજર રહેલા સીનિયર વકીલ સંજય હેગડે અને પી વિલ્સને જણાવ્યું કે તેમણે કેન્દ્રની આ અરજીના કાયદાકીય રૂપથી ટકી રહેવા પર આપત્તિ છે.

તુષાર મહેતાએ દલીલ કરી હતી કે 11 માર્ચના ચુકાદાને આ વર્ષે લાગુ કરવામાં કેટલીક મુશ્કેલી આવી રહી છે. ઉમેદવાર પોતાની પોસ્ટિંગની રાહ જોઇ રહ્યા છે અને આ નિર્ણયથી તે પ્રભાવિત થશે. બીજી તરફ, સંજય હેગડેએ તર્ક આપ્યો કે કેન્દ્રએ નિર્ણયને સાફ કરવા માટે એક વિવિધ અરજી દાખલ કરી છે, ના કે કોઇ સમીક્ષા અરજી.

તુષાર મહેતાએ દલીલ કરી હતી કે તેમના પક્ષમાં કેટલાક કોર્ટના ચુકાદા છે અને જો વિપક્ષ આ અરજીના ટકી રહેવા પર સવાલ ઉઠાવે છે તો તે તેનો જવાબ આપી શકે છે.

બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે કહ્યું કે આ મામલે તે આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે યોજશે. બેન્ચે એમ પણ કહ્યું કે અરજી કરનાર તે દિવસે આ અરજીના કાયદાકીય રીતે ટકવાના મુદ્દાને ઉઠાવી શકે છે. ગત મહિને, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 11 માર્ચના નિર્ણયને લાગુ કરવા વિશે કેન્દ્રની સ્પષ્ટીકરણ અરજી પર સુનાવણી માટે એક સ્પેશ્યલ બેન્ચની રચના કરશે.

DoPTએ કોર્ટ પાસે નિર્દેશ માંગ્યુ કે સરકારે સિવિલ સેવા પરીક્ષા-2025 માટે સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા પસંદ કરાયેલા 958 ઉમેદવારોને પદ ફાળવવાની પરવાનગી આપવામાં આવે. વિભાગ ઇચ્છે છે કે આ ફાળવણી 11 માર્ચના નિર્ણય પહેલા લાગુ OBC ક્રીમી-લેયર નિયમોના આધાર પર જ કરવામાં આવે.

DoPTએ આ અરજી સુપ્રીમ કોર્ટના યૂનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ રોહિત નાથન કેસમાં આપવામાં આવેલા નિર્ણય સાથે જોડાયેલી છે. આ મામલે કોર્ટે 11 માર્ચે કહ્યું હતું કે 14 ઓક્ટોબર 2004ના સ્પષ્ટીકરણ પત્ર, ઓબીસી ક્રીમી લેયરની ઓળખ કરનારા 8 સપ્ટેમ્બર 1993ના મુખ્ય સરકારી આદેશને બદલી અથવા ફગાવી નથી શકતા.

માર્ચમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો કે અન્ય પછાત વર્ગ શ્રેણી હેઠળ અનામત માટે ક્રીમી લેયરનો દરજ્જો નક્કી કરવો માત્ર માતા-પિતાની કમાણી પર નિર્ભર ના હોઇ શકે, તેના માટે માતા-પિતા પોતાના સંગઠનમાં કોઇ પદ અને સ્થિતિ પર કામ કરી રહ્યા છે, તેને પણ ધ્યાનમાં રાખવું જોઇએ.

જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કહ્યું- "1993ના સરકારી આદેશમાં જણાવવામાં આવેલા પદ અને હોદ્દાને ધ્યાનમાં રાખ્યા વગર માત્ર કમાણીના આધાર પર ક્રીમી લેયરનો દરજ્જો નક્કી કરવો કાયદાકીય રીતે ખોટો છે."

આ સમગ્ર વિવાદ કેન્દ્ર સરકારના 8 સપ્ટેમ્બર 1993ના આદેશ જેમાં ઓબીસી વચ્ચે ક્રીમી લેયરની ઓળખ કરવાના નિયમ નક્કી કરવામાં આવ્યા હતા અને તે બાદ 14 ઓક્ટોબર 2004ના રોજ જાહેર કરવામાં આવેલો સ્પષ્ટીકરણ પત્ર વચ્ચે હતો. બેન્ચે કહ્યું કે આવી વ્યાખ્યાને અપનાવવી જે વગર કોઇ તાર્કિક કારણના એક જ પછાત વર્ગના કોઇ ભાગને નુકસાન પહોંચાડતી હોય, બરાબર લોકો સાથે અસમાન વ્યવહાર કરવા જેવું હશે. આ આપણા પ્રજાસત્તાકના પાયા એટલે કે સમાનતાના અધિકારની વિરૂદ્ધ હશે.

આ પણ વાંચો: