ETV Bharat / bharat

UGC-NET જૂન 2026નું પરિણામ જાહેર, ત્રણ વિષયો માટે સપ્ટેમ્બરમાં ફરી પરીક્ષા યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET જૂન 2026નું પરિણામ જાહેર કર્યું છે. NTAએ ત્રણ વિષયોને છોડીને 84 વિષયોના પરિણામ જાહેર કર્યા છે.

UGC-NETની ત્રણ વિષયો માટે સપ્ટેમ્બરમાં ફરી પરીક્ષા યોજાશે
UGC-NETની ત્રણ વિષયો માટે સપ્ટેમ્બરમાં ફરી પરીક્ષા યોજાશે (File Photo)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 29, 2026 at 8:23 AM IST

1 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET જૂન 2026નું પરિણામ જાહેર કર્યું છે. NTAએ ત્રણ વિષયોને છોડીને 84 વિષયોના પરિણામ જાહેર કર્યા છે. NTA અનુસાર, 9થી 10 સપ્ટેમ્બર સુધી ત્રણ વિષયો-ઇંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજીની UGC-NET જૂન 2026 પરીક્ષા ફરી યોજાશે. એજન્સીએ જણાવ્યું કે આ ત્રણેય વિષયોના પરિણામ અને સ્કોરકાર્ડ ફરી પરીક્ષા બાદ જાહેર કરાશે.

NTAએ શુક્રવારે 84 વિષયો માટે UGC-NET જૂન 2026ના પરિણામ જાહેર કર્યા હતા. પરીક્ષાર્થી પોતાના પરિણામ અને સ્કોરકાર્ડ ઓફિશિયલ UGC-NET વેબસાઇટ પર જોઇ શકે છે. ઉમેદવાર લોગ-ઇન કરીને પોતાના સ્કોરકાર્ડ જોઇ, ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકે છે.

આ પહેલા, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) આપવા, આસિસ્ટન્ટ પ્રોફેસરની યોગ્યતાનું આકલન કરવા અને PhD પ્રોગ્રામમાં એડમિશન શરૂ કરવા માટે 22થી 30 જૂન સુધી 87 વિષયોમાં UGC-NET જૂન 2026 પરીક્ષા આયોજિત કરી હતી પરંતુ આ પેપર્સમાં ભૂલની કેટલીક ફરિયાદો બાદ એજન્સીએ કેસની તપાસ માટે કમિટી બનાવી છે.

NTAના જણાવ્યા અનુસાર, સમિતિને ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં અસંખ્ય તથ્યલક્ષી, ટાઇપિંગ અને અનુવાદ સંબંધિત ભૂલો મળી હતી જેમાં અગ્રણી વિદ્વાનોના નામની ખોટી જોડણી, પુસ્તકના શીર્ષકોમાં ગડબડ, પ્રશ્નોના મૂળ શબ્દોમાં ભૂલો, વ્યાકરણની ભૂલો અને લિંગ/ સંખ્યા કરાર સંબંધિત ભૂલોનો સમાવેશ થાય છે. વધુમાં, અગાઉ પૂછાયેલા ઘણા પ્રશ્નોનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

સમિતિની ભલામણોના આધાર પર NTAએ આ ત્રણ વિષયો માટે ફરી પરીક્ષા કરાવવાનો નિર્ણય લીધો હતો જેમાં ઇંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજી સામેલ હતા.

ફરી પરીક્ષા માટે જાહેર શેડ્યૂલ અનુસાર, ઇંગ્લિશનું પેપર 9 સપ્ટેમ્બરે શિફ્ટ 1 (સવારે 9:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધી), કોમર્સનું પેપર 9 સપ્ટેમ્બરે શિફ્ટ 2 (બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી) અને સોશિયોલોજીનું પેપર 10 સપ્ટેમ્બરને શિફ્ટ 1 (સવારે 9:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધી) યોજાશે.

આ પણ વાંચો: