ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: ગુફામાં છુપાઈને બેઠેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા

જમ્મૂ-કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીમાં ગુફામાં છૂપાયેલા બે આતંકવાદીઓને ઠાર કરાયા

જમ્મૂ-કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીમાં ગુફામાં છૂપાયેલા બે આતંકવાદીઓને ઠાર કરાયા
જમ્મૂ-કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીમાં ગુફામાં છૂપાયેલા બે આતંકવાદીઓને ઠાર કરાયા (ANI Video)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 4, 2026 at 3:28 PM IST

|

Updated : February 4, 2026 at 3:35 PM IST

1 Min Read
Choose ETV Bharat

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાએ સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.

અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને CRPFએ ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં સંયુક્ત એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક કુદરતી ગુફામાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના બે આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ, સુરક્ષા દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે સેના, પોલીસ અને CRPFની સંયુક્ત સર્ચ ટીમોએ રામનગરના જાફર વન વિસ્તારમાં ગુફાની અંદર આતંકવાદીઓને શોધી કાઢ્યા, જેના પગલે એક કલાકથી વધુ સમય સુધી ભીષણ ગોળીબાર થયો.

તેમના જણાવ્યા મુજબ, એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ગોળી વાગી હતી પરંતુ તે તેના સાથી સાથે કુદરતી ગુફામાં ભાગી જવામાં સફળ રહ્યો. ત્યારબાદ તેઓ અંધારાની રાહ જોઈને કોઈ જગ્યાએ છૂપાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજે 7:30 વાગ્યાની આસપાસ, જ્યારે આતંકવાદીઓએ અંધારાનો લાભ લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિસ્તારમાં ફરીથી ગોળીબાર અને મોટા વિસ્ફોટોનો અવાજ સંભળાયો. તેમણે જણાવ્યું હતું કે ઘેરાબંધીને મજબૂત બનાવવા માટે પેરાટ્રૂપર્સ અને ડોગ સ્ક્વૉડ સહિત વધારાના સૈન્ય દળોને મોકલવામાં આવ્યા હતા. આખરે, સુરક્ષા દળોને તેમના ઓપરેશનમાં સફળતા મળી.

આ પણ વાંચો:

Last Updated : February 4, 2026 at 3:35 PM IST