આંતરજાતીય લગ્નનો કરુણ અંત, દાયકા જૂની લવ સ્ટોરી અને લગ્નના ગણતરીના કલાકોમાં જ ભાઈઓએ બહેનને કરી વિધવા
આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના ગણતરીના કલાકોમાં જ 2 ભાઈઓએ સગા બનેવીની કરી હત્યા

Published : February 28, 2026 at 5:52 PM IST
પૂર્વ ગોદાવરી (આંધ્ર પ્રદેશ): એક પ્રેમ કહાણી જે સ્કૂલમાં શરૂ થઈ, દાયકાઓ સુધી ચાલી અને પછી લગ્નમાં પરિણમી. પરંતુ લગ્નના થોડા કલાકોમાં જ એક ક્રૂર ઓનર કિલિંગમાં તબદીલ થઈ ગઈ. માનવતાને હચમચાવી દેનારી આ ઘટના આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાની છે.
પોલીસ અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ ઘટના મંડપેટા (Mandapeta) મંડળના દ્વારાપુડીના વેમુલપલ્લી ગામમાં ઘટી છે. પોલિપલ્લી વીરવેંકટ સૂર્યપ્રકાશ રાવ (41), જે કાપડના વેપારી હતા કે, જેઓની તેમની પત્નીના ભાઈઓએ હત્યા કરી દીધી. હત્યાનું કારણ માત્ર એટલું જ છે કે, બંનેએ તેમની મરજી વિરુદ્ધ આંતરજાતીય લગ્ન કર્યા હતા.
સૂર્યપ્રકાશ રાવની પત્ની અયનવિલ્લી સંધ્યા (40), રાયવરમમાં નાયબ મામલતદાર છે. સંધ્યા અને સૂર્યપ્રકાશ રાવ 10માં ધોરણ સુધી સાથે ભણ્યા હતા. જોકે, પછીથી તેઓ અલગ થઈ ગયા, પરંતુ કિસ્મતે તેમને વર્ષો બાદ ફરી એક સાથ લાવી દીધા. તેમની મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ.
પરિવારના વિરોધ છતાં લગ્ન
સંધ્યાના ભાઈઓ આ લગ્નના વિરોધમાં હોવા છતાં કપલે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમણે 26 ફેબ્રુઆરી ગુરુવારે સવારે અન્નાવરમ સત્યદેવ મંદિરમાં લગ્ન કર્યા અને દ્વારાપુડી પરત આવ્યા હતા.
સરકારી કર્મચારી સંધ્યાએ લગ્નની તસવીરો પોતાના મોટા ભાઈ ચંદ્રપાલને મોકલી, જે એક બિઝનેસમેન છે. ચંદ્રપાલે આની જાણકારી પોતાના બીજા ભાઈ ગિરિબાબૂને આપી, જે વિજયનગરમમાં રહે છે અને એક ફાર્માસિસ્ટ છે. લગ્નથી ગુસ્સે થયેલા બંને ભાઈઓએ કથિત રીતે સૂર્યપ્રકાશ રાવને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.
લગ્નના થોડા કલાકો બાદ હત્યા
ગુરુવારે મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે, બંને ભાઈઓ દ્વારાપુડીમાં સૂર્યપ્રકાશ રાવના ઘરે ગયા. કહેવાય છે કે તેમણે સંધ્યાને કહ્યું કે, તેની માંની તબિયત ઠીક નથી અને તેને બહાર આવવા કહ્યું. જ્યારે સૂર્યપ્રકાશ રાવ તેની પાછળ ગયા અને બોલાચાલી થઈ બાદમાં જે મારામારી થઈ અને તે જમીન પર પડી ગયા. આરોપ છે કે આ દરમિયાન બંને ભાઈઓએ તેમના માથા પર પથ્થરથી હુમલો કર્યો હતો જેનાથી તેમનું મૃત્યુ થયું હતું.
જ્યારે ભાઈઓએ સંધ્યાને જબરદસ્તીથી લઈ જવાનો પ્રયાસ કર્યો, તો સૂર્યપ્રકાશના પિતા સૂર્યનારાયણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીઓને પકડીને પોલીસને સોંપી દીધા હતા. ઈસ્ટ ઝોનની DSP બી વિદ્યા મધ્યરાત્રિએ ઘટનાસ્થળે પહોંચીને વધું તપાસ હાથ ધરી હતી.
એક મિત્રતા જે દાયકાઓ સુધી ચાલી
સંધ્યા પહેલાં કપિલેશ્વરપુરમમાં મદદનીશ મહેસૂલ અધિકારી તરીકે કામ કરતી હતી અને ગયા વર્ષે જૂનમાં તેમને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું હતું. કોવિડ પછીના સમયમાં તેમના રિટાયર્ડ પોસ્ટમાસ્ટર પિતાના મૃત્યુ બાદ સૂર્યપ્રકાશ રાવ મિત્રો સાથે તેમને મળવા ગયા અને તેમને સાંત્વના આપી. તે મુલાકાતથી તેમની વચ્ચે ફરી પ્રેમ થયો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.
સૂર્યપ્રકાશ રાવની તાજેતરમાં જ લિવરની સર્જરી થઈ હતી. તેમને બે નાની બહેનો છે, બંને પરિણીત છે. તેમના પિતા, સૂર્યનારાયણ બોરુનાએ કહ્યું કે, જે દીકરાથી તેમને અપેક્ષા હતી કે તે વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બનશે, તેની હત્યા કરી દેવામાં આવી.
સંધ્યાએ લગ્નના થોડા કલાકો બાદ જ પોતાના પતિને ગુમાવ્યા. તેના ભાઈઓએ જ તેના પતિની હત્યા કરી નાખી. આ ઘટનાએ ઓનર કિલિંગ, જાતિના આધારે ભેદભાવ અને સમાજની બહાર લગ્ન કરનારા યુગલો સામે આવતા પડકારોને ફરી ઉજાગર કર્યા છે.
આ પણ વાંચો:
વડગામ: છનીયાણામાં પતિએ પત્નીની હત્યા કરી હાર્ટએટેકમાં ખપાવવાનો કર્યો પ્રયાસ, આ રીતે ફૂટ્યો ભાંડો
વલસાડ: ઉમરગામમાં કળયુગી પુત્રએ માતાની કરી હત્યા, સમગ્ર પંથકમાં અરેરાટી

