ETV Bharat / bharat

NCERTના પુસ્તક 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધુ, CJIએ નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે ધોરણ 8ના NCERTના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતી સામગ્રીનું સ્વતઃ સંજ્ઞાન લીધું.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (File Photo/Getty Images))
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 12:21 PM IST

1 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' ચેપ્ટર પર સ્વત: સંજ્ઞાન લીધુ છે. CJIએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, કોઇ પણ સંસ્થાને બદનામ કરવા માટે મંજૂરી ના આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની બનેલી બેન્ચને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વિનંતી કરી હતી કે "ધોરણ 8ના બાળકોને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિશે શીખવાડવામાં આવે છે અને તે ગંભીર ચિંતાનો વિષય છે."

CJIએ સુધારેલા પુસ્તકના સેક્શન પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે તેઓ આ મુદ્દાથી વાકેફ છે. CJIએ કહ્યું કે, "હું કોઇ પણ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી આપીશ નહીં. હું જાણું છું કે તેનો સામનો કેવી રીતે કરવો."

સિબ્બલે CJIને આ મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લેવાની વિનંતી કરી હતી. CJIએ કહ્યું કે તે "જાણી જોઇને" અને "ગણતરીપૂર્વકનું પગલું" લાગે છે, અને કહ્યું, "હું વધુ કંઈ કહેવા માંગતો નથી...", અને આ મુદ્દાને તેમના ધ્યાન પર લાવવા બદલ પ્રશંસા કરી."

જસ્ટિસ બાગચીએ કહ્યું કે આ પુસ્તક બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ લાગે છે. CJIએ કહ્યું, "કૃપા કરીને થોડા દિવસ રાહ જુઓ. બાર અને બેન્ચ બધા જ પરેશાન છે. હાઇકોર્ટના જજ પણ પરેશાન છે. હું આ મામલે સુઓમોટો લઇશ..કાયદો પોતાનું કામ કરશે." જસ્ટિસ કાંતે કહ્યું કે ટોપ કોર્ટે આ મામલે ખુદ સંજ્ઞાન લીધુ છે.

ETV ભારત દ્વારા જણાવવામાં આવ્યું, સુધારેલા પાઠ્યપુસ્તક 'એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ'માં એક ચેપ્ટર છે જેનું ટાઇટલ છે 'આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા' આ પ્રકરણના બે સેક્શન 'ન્યાયમાં વિલંબ એ ન્યાય નકારવામાં આવે છે' (જસ્ટિસ ડિલેડ ઇજ જસ્ટિસ ડિનાઇડ) અને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' (કરપ્શન ઇન ધ જ્યૂડિશિયરી)માં બે વિભાગો અદાલતોના વંશવેલો અને ન્યાયની પહોંચને સમજાવવાથી આગળ વધે છે અને ભ્રષ્ટાચાર અને કેસ બેકલોગ સહિત ન્યાયિક પ્રણાલી દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: