ETV Bharat / bharat

સારવાર પહેલા 'પેપરવર્ક'ને કારણે ગયો વિદ્યાર્થીનો જીવ; હોસ્પિટલ-ડોક્ટર પર 1 કરોડનો દંડ ફટકારાયો

આ ઘટના એક એવા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીના મૃત્યુ સાથે જોડાયેલો છે, જેને હોસ્પિટલના નિયમો અને ઔપચારિકતાઓની જાળમાં ફસાવી દેવામા આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 2, 2026 at 8:08 AM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: હૈદરાબાદ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશન-1એ સિટીઝન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ન્યુરોલોજીસ્ટ ડો. અપર્ણા વિજયકુમાર પર ભારે દંડ ફટકાર્યો છે. આ કેસ એક યુવાન વિદ્યાર્થીના મૃત્યુ સાથે સંબંધિત છે, જેને સમયસર ઈમરજન્સી સારવાર મળવાને બદલે હોસ્પિટલની ઔપચારિકતાઓને કારણે થયેલા વિલંબને કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

કમિશને હોસ્પિટલ અને ડૉક્ટરને મૃતકના માતાપિતાને સંયુક્ત રીતે ₹1 કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, સાથે જ કાનૂની ખર્ચ માટે વધારાના ₹50,000 ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જો ચુકાદાના 45 દિવસની અંદર રકમ ચૂકવવામાં નહીં આવે તો બાકી રકમ પર 9% વ્યાજ પણ ચૂકવવું પડશે.

ઉત્તર પ્રદેશના વતની સૂર્ય પ્રતાપ, હૈદરાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં પીએચડી કરી રહ્યા હતા. 17 ઓગસ્ટ, 2020ના રોજ, તેઓ હોસ્ટેલ કોરિડોરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સાથી વિદ્યાર્થીઓ તેમને પહેલા યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ગચીબોવલીમાં સિટીઝન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા.

તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. સ્ટ્રોક પછી 24 કલાકના મહત્ત્વપૂર્ણ સમયમા મગજના અંદર ગઠ્ઠો દૂર કરવા માટે 'મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી' સર્જરી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. સૂર્ય પ્રતાપના માતાપિતાની ગેરહાજરીનું કારણ આપીને હોસ્પિટલ મેનેજમેન્ટે સર્જરીમાં વિલંબ કર્યો.

સરકારી માર્ગદર્શિકા મુજબ કોવિડ-નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી સારવાર રોકવી નહોતી જોઈએ, તેમ છતાં સૂર્ય પ્રતાપને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે કિંમતી સમયનો બગાડ થયો હતો. ત્યારબાદ, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ગંભીર હાલતમાં કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં દાખલ થયાના થોડા સમય પછી, તેમને 'બ્રેન ડેડ' જાહેર કરવામાં આવ્યા હતા. 21 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું.

તપાસ અહેવાલો અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, ગ્રાહક પંચ (Consumer Commission)એ ચુકાદો આપ્યો કે સિટીઝન્સ હોસ્પિટલ અને ન્યુરોલોજીસ્ટ ગંભીર તબીબી બેદરકારી માટે દોષિત હતા. જો કે, કમિશને અન્ય સંડોવાયેલા પક્ષો - કોન્ટિનેન્ટલ હોસ્પિટલ અને મેડિસિસ લેબ્સ - સામેના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવાના અભાવે તેમના વિરુદ્ધ કેસને ફગાવી દીધો હતો.

આ પણ વાંચોઃ
UPSC CSE 2025: OBC ક્રીમી લેયર નિયમો પર કેન્દ્રની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં 5 સપ્ટેમ્બરની કૂચ પાછી લીધી, સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થી પ્રદર્શન સંબંધિત તમામ FIR રદ