સ્પાઇસજેટના વિમાનનું એન્જિન ફેલ થતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 150 મુસાફર હતા સવાર
સ્પાઇસજેટની દિલ્હીથી લેહ જતા વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Published : February 24, 2026 at 11:44 AM IST
|Updated : February 24, 2026 at 12:05 PM IST
નવી દિલ્હી: સ્પાઇસજેટની ફ્લાઇટ SG 121 (દિલ્હી-લેહ)માં ટેકઓફના થોડા સમયમાં જ ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર વિમાનમાં લગભગ 150 મુસાફર સવાર હતા. કહેવામાં આવે છે કે આ ઇમરજન્સી લેન્ડિંગ ઇન્જર નંબર 2માં ટેકનિકલ ખામીને કારણે કરવામાં આવી હતી.
વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગની DGCA અને સંબંધિત એજન્સીઓ ટેકનિકલ તપાસ કરી રહી છે. જોકે, રાહતની વાત આ છે કે વિમાને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે અને તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ પુરી રીતે સુરક્ષિત છે.
સ્પાઇસજેટની ફ્લાઇટ SG-121 મંગળવાર સવારે દિલ્હીથી લેહ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભરવાના થોડા સમય બાદ જ વિમાનના એન્જિનમાં ટેકનિકલ સમસ્યા આવી હતી. પાયલોટે તરત જ તેની જાણ એર ટ્રાફિક કંટ્રોલને કરી હતી અને વિમાનને પરત દિલ્હી લઇ જવાનો નિર્ણય લીધો હતો.
STORY | Leh-bound SpiceJet plane faces engine issue; returns to national capital
— Press Trust of India (@PTI_News) February 24, 2026
A Leh-bound SpiceJet aircraft returned to the national capital due to an engine issue on Tuesday morning, according to a source. There were around 150 people on board the Boeing 737 aircraft that… pic.twitter.com/ahPNdUIfZR
ATCની પરવાનગી મળ્યા બાદ વિમાન એરપોર્ટ પર સુરક્ષિત ઉતર્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સ્પાઇસજેટના પ્રવક્તાએ ઘટનાની પૃષ્ટી કરતા કહ્યું કે ટેકનિકલ સમસ્યાને કારણે વિમાનને સાવચેતીના ભાગરૂપે પરત લાવવામાં આવ્યું હતું. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વિમાનમાં 150 મુસાફર સવાર હતા
દિલ્હીથી લેહ જતા આ વિમાનમાં આશરે 150 મુસાફર સવાર હતા. ઘટના બાદ એરલાઇને મુસાફરોને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. ફ્લાઇટ દરમિયાન ટેકનિકલ ચેતવણી મળવી અસામાન્ય છે. આવી સ્થિતિમાં વિમાનને સાવચેતીના ભાગરૂપે પરત લાવવું મુસાફરો સુરક્ષા માટે પ્રક્રિયાનો એક ભાગ છે.
દેશમાં હવાઇ મુસાફરોની વધતી સંખ્યા વચ્ચે એરલાઇન્સ સુરક્ષાને લઇને સાવચેત રહે છે. વિમાનમાં ટેકનિકલ ખામીની તપાસ કરવામાં આવી રહી છે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચી શકાય.
આ પણ વાંચો:

