સાવરકર ક્યારેય મુસ્લિમ વિરોધી નહતા, રાહુલ ગાંધીએ ખોટી છબી બનાવડાવી, પરિવારનો કોર્ટમાં દાવો
વી.ડી.સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું કે હિન્દુત્વ વિચારક ક્યારેય મુસ્લિમોને નફરત કરતા નહતા અને તેમની રચનાઓમાં મુસ્લિમોને પ્રગતિનો માર્ગ બતાવ્યો હતો

Published : September 2, 2026 at 9:21 AM IST
પુણે: વી.ડી.સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું કે હિન્દુત્વ વિચારક ક્યારેય મુસ્લિમોને નફરત કરતા નહતા અને તેમની રચનાઓમાં મુસ્લિમોને પ્રગતિનો માર્ગ બતાવ્યો હતો પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એવા નિવેદનો આપ્યા હતા જેમાં તેમને મુસ્લિમોના કટ્ટર વિરોધી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
સત્યકી સાવરકરે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે વકીલ મિલિંદ પવાર માનહાનિના કેસની પૂછપરછ કરતા હતા. આ કેસ 2023માં લંડનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત નિવેદનો સાથે જોડાયેલો છે. પૂછપરછ દરમિયાન વકીલ પવારે સત્યકી સાવરકરને રાહુલ ગાંધીના તે કથિત ભાષણના સચોટ શબ્દ જણાવવા કહ્યું જેમાં સ્વાતંત્ર્યવીર સાવરકરની પ્રતિષ્ઠા ઓછી થાય છે.
સત્યકી સાવરકરે રાહુલ ગાંધીનું આ નિવેદન વિશે જણાવતા કહ્યું હતું કે સાવરકરે એક પુસ્તકમાં લખ્યુ હતું કે તેમણે અને તેમના પાંચ-છ મિત્રોએ એક મુસ્લિમ યુવક સાથે મારપીટ કરી હતી અને આવું કરવામાં તેમને મજા આવી હતી.
તેમણે કહ્યું, "આ વાતોથી સાવરકરને મુસ્લિમોને નફરત કરનારા અને ભીડ દ્વારા હત્યા (મોબ લિચિંગ) કરનારા વ્યક્તિ તરીકે બતાવ્યા હતા. સાવરકર ક્યારેય મુસ્લિમોને નફરત કરતા નહતા પણ તેમણે પોતાના લેખમાં તેમની પ્રગતિ અને ઉપાય જણાવ્યા હતા.
વકીલ પવારે સત્યકીના દાદા ગોપાલ ગોડસેનો 2004નો વીડિયો ઇન્ટરવ્યૂ અને તેની ટ્રાન્સક્રિપ્ટ પણ રજૂ કરી હતી જેમાં ગોડસે કથિત રીતે આ સ્વીકાર કરતા હતા કે તેમના ભાઇ નાથુરામ ગોડસે RSSના સભ્ય હતા.
મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં નાથુરામના નાના ભાઇ ગોપાલ ગોડસે પણ સામેલ હતા. રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ સત્યકીએ દાખલ કર્યો હતો, તેમનો આરોપ હતો કે કોંગ્રેસના નેતાએ ખોટો દાવો કર્યો હતો કે વી.ડી. સાવરકરે પોતાના એક પુસ્તકમાં લખ્યુ છે કે કેવી રીતે તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ યુવક પર હુમલો કર્યો હતો અને તે કામથી તેમણે મજા આવી હતી. ફરિયાદ કરનારનું કહેવું છે કે સાવરકરની લખેલી કોઇ પણ વસ્તુમાં આવી કોઇ ઘટના મળી નથી.
આ પણ વાંચો:

