ETV Bharat / bharat

સેમસંગે લોન્ચ કરી નવી ગેલેક્સી S26 સિરીઝ અને Buds4, જાણો કિંમત અને શાનદાર ફિચર્સ

સેમસંગે ગેલેક્સી અનપેક્ડ 2026 ઇવેન્ટમાં ભારત સહિત વિશ્વભરમાંં ગેલેક્સી S26 સીરાઝ લોન્ચ કરી, જેમાં ગેલેક્સી S26, ગેલેક્સી S26+ અને ગેલેક્સી S26 અલ્ટ્રા મોડેલ સામેલ છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 3:21 PM IST

|

Updated : February 26, 2026 at 4:20 PM IST

4 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગે ગેલેક્સી અનપેક્ડ 2026 ઇવેન્ટમાં ભારત અને વૈશ્વિક બજારમાં ગેલેક્સી S26 સીરાઝ લોન્ચ કરી છે. આ સીરાઝમાં ગેલેક્સી S26, ગેલેક્સી S26+ અને ગેલેક્સી S26 અલ્ટ્રા મોડેલનો સમાવેશ થાય છે. ટોપ-સ્પેસિફિકેશન ગેલેક્સી S26 અલ્ટ્રા Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર સાથે આવે છે, જે ગેલેક્સી માટે કસ્ટમાઇઝ્ડ છે.

વઘુમાં તેમાં 200 MP ક્વાડ રીઅર કેમેરા સેટઅપ, સ્ટાન્ડર્ડ અને પ્લસ વેરિઅન્ટ્સ 2nm Exynos 2600 ચિપસે અને 50MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે સેમસંગના One UI 8.5 ઇન્ટરફેસ સાથે Android 16 પર ચાલે છે.

દક્ષિણ કોરિયન કંપનીએ તેના ફ્લેગશિપ સ્માર્ટફોન સીરીઝ સાથે નવી Galaxy Buds4 સીરીડ પણ લોન્ચ કરી છે. બંને TWS ટ્રાન્સપેરેન્ટ ક્લેમશેલ-પ્રકારના ક્રેડલ ચાર્જિંગ કેસ અને ઇયરપીસ પર પિચ કંટ્રોલ એરિયા સાથે આવે છે. જ્યારે Buds4 Pro Enhanced ANC અને Adaptive ANC સાથે આવે છે, જ્યારે Buds4 માં ફક્ત Enhanced ANC જ છે. Pro મોડેલમાં હેન્ડ્સ-ફ્રી જેસ્ચર સપોર્ટ અને નવા પહોળા વૂફર સાથે આવે છે.

સેમસંગ ગેલેક્સી S26 સિરીઝની કિંમત

નવો સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા ત્રણ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. 12GB RAM + 256GB સ્ટોરેજ મોડેલની કિંમત ₹1,39,999 છે, જ્યારે 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹1,59,999 છે. 16GB RAM + 1TB સ્ટોરેજ મોડેલની કિંમત ₹1,89,999 છે.

સેમસંગ ગેલેક્સી S26 અને ગેલેક્સી S26+ 12GB રેમ સાથે આવે છે. સ્ટાન્ડર્ડ મોડેલની કિંમત 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹87,999 અને 512GB સ્ટોરેજ મોડેલ માટે ₹107,999 છે, જ્યારે પ્લસ વેરિઅન્ટની કિંમત 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹119,999 અને 512GB સ્ટોરેજ મોડેલ માટે ₹139,999 છે.

ગેલેક્સી S26 સીરીઝનું પ્રી-ઓર્ડર બુકિંગ શરું થઈ ગયું છે અને તેમાં કોબાલ્ટ વાયોલેટ,વાઈટ, બ્લેક અને સ્કાય બ્લુ જેવા શેર્ડ કલર ઓપ્સન છે. આ ઉપકરણ ફક્ત Samsung.com પર પિંક ગોલ્ડ અને સિલ્વર શેડો કલરમાં પણ ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્સી S26 સીરીઝમાં નવું શું છે

ગેલેક્સી S26 સીરીઝમાં વજનમાં હલકો અને સ્લીક ડિઝાઇન, જેમાં ગોળાકાર કર્વ અને સમગ્ર લાઇનઅપમાં સરખી ડિઝાઇન છે. ગેલેક્સી S26 અલ્ટ્રા તેના જૂના મોડેલ કરતા 0.3 મીમી સ્લીક અને 214 ગ્રામના વજન સાથે આવે છે.

સેમસંગે ગેલેક્સી S26 અલ્ટ્રા સાથે તેનો નવો પ્રાઇવસી ડિસ્પ્લે પણ લોંચ કરી, જે અલગ સ્ક્રીન પ્રોટેક્ટરની જરૂર વગર સાઇડ-એંગલ વ્યુઇંગને મર્યાદિત કરે છે. ડિસ્પ્લે આગળથી ક્લિયર રહે છે જ્યારે સાઈડમાંથી વિઝિબ્લિટી ઘટાડે છે જેથી આજુબાજુમાં રહેલા લોકોને કંટેન્ટ દેખાય નહીં.

સેમસંગ કહે છે કે, યુઝર્સ બેસ્ટ એક્સપિરિયન્સ માટે સાઈડ બટનનો ઉપયોગ ડિસ્પ્લે પ્રાઈવસી માટે પણ કરી શકે છે. ડિસ્પ્લે પ્રાઈવસી ઓન કરવાથી યુઝરની બાજુમાં બેઠેલા લોકોને પણ વિડીયો કંટેન્ટ દેખાતું નથી, જે તેને ખાસ કરીને ભીડવાળા જાહેર પરિવહન અથવા લિફ્ટમાં ઉપયોગી બને છે.

ગેલેક્સી S26 સિરીઝમાં ગેલેક્સી AI માં પણ સુધારો કર્યો છે અને Now Nudge નામનું એક નવું ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યું છે, જેનો હેતુ રેફરન્સમાં જરૂરીયાત પુરતી માહિતી બતાવીને એપ્લિકેશન સ્વિચિંગ ઘટાડવાનો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મિત્ર મેસેજિંગ એપ્લિકેશન પર સાંજના પ્લાન વિશે પૂછે છે, તો ગેલેક્સી AI કેલેન્ડર ચેક કરીને પ્લાનિંગ અનુસાર ખાસ 'નજ' પોપ-અપ પ્રદર્શિત કરે છે.

ગેલેક્સી S26 શ્રેણી તેના AI ઇકોસિસ્ટમને Bixby, Gemini અને Perplexity સાથે પણ વિસ્તૃત કરે છે, જે તેને વોઈસ આસિસ્ટન્સની મદદથી નિયંત્રિત કરી શકાય છે જેથી તેમના ચોક્કસ નામો જાણ્યા વિના પણ ચોક્કસ સેટિંગ્સને સમાયોજિત કરી શકાય. ઉદાહરણ તરીકે, "મારી આંખોમાં ઉંઘ દેખાય છે" કહેવાથી Bixby Eye Comfort Shield ને સક્રિય કરશે.

Galaxy S26 Ultra vs Galaxy S26+ vs Galaxy S26: સ્પેસિફિકેશન

કેટેગરીGalaxy S26 UltraGalaxy S26+Galaxy S26
ડિસ્પ્લે6.9 ઇંચ QHD+ ડાયનેમિક AMOLED 2X | 120Hz6.7 ઇંચ QHD+ ડાયનેમિક AMOLED 2X | 120Hz6.3 ઇંચ FHD+ ડાયનેમિક AMOLED 2X | 120Hz
ખાસ ડિસ્પ્લે ફિચર10 બીટ કલર, પ્રાઈવેસી ડિસ્પ્લે (30° રેસ્ટ્રીક્શન)
પ્રોટેક્શનકોર્નિંગ ગોરિલા આર્મર 2
પ્રોસેસરSnapdragon 8 Elite Gen 5 (Galaxy કસ્ટમ)Exynos 2600Exynos 2600
RAM16GB સુધી12GB12GB
સ્ટોરેજ ઓપ્સન1TB સુધી256GB / 512GB256GB / 512GB
સોફ્ટવેરOne UI 8.5 (Android 16)
રિયર કેમેરા200MP + 50MP (5x) + 50MP (UW) + 10MP (3x)50MP + 10MP (3x) + 12MP (UW)
ફ્રંટ કેમેરા12MP
બેટરી5,000mAh4,900mAh4,300mAh
વાયર્ડ ચાર્જર60W45W25W
વાયરલેસ ચાર્જરસુપર ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ 2.0

સેમસંગ ગેલેક્સી બડ્સ4 શ્રેણીના સ્પષ્ટીકરણો અને સુવિધાઓસેમસંગ ગેલેક્સી બડ્સ4 ની કિંમત ભારતમાં ₹16,999 છે, જ્યારે શ્રેષ્ઠ ગેલેક્સી બડ્સ4 પ્રો ની કિંમત ₹22,999 છે. બંને TWS 11 માર્ચ, 2026 થી એમેઝોન અને સેમસંગ ઇન્ડિયા ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે.ગેલેક્સી બડ્સ4 બ્લેક એન્ડ વ્હાઇટમાં ઓફર કરવામાં આવે છે, જ્યારે ગેલેક્સી બડ્સ4 પ્રો વધારાના પિંક ગોલ્ડ કલર વિકલ્પમાં ઉપલબ્ધ થશે. ગેલેક્સી બડ્સ4 પ્રોમાં કેનાલ-ફિટ આર્કિટેક્ચર, નવા એન્જિનિયર્ડ વાઇડ વૂફર છે જે સ્પીકર એરિયામાં આશરે 20 ટકાનો વધારો કરવાનો દાવો કરે છે, અને 24-બીટ/96kHz હાઇ-ફાઇ ઑડિયો માટે સપોર્ટ સાથે રિચ બાસ અને ટ્રેબલ માટે ટુ-વે સ્પીકર સિસ્ટમ છે.

તેમાં સુધારેલ એડેપ્ટિવ EQ અને એડેપ્ટિવ ANC પણ છે, જે કાનના કદ અને પહેરવાની સ્થિતિના આધારે બુદ્ધિપૂર્વક ગોઠવાય છે, તેમજ હેડ જેસ્ચર કંટ્રોલ અને Bixby, Google Gemini અને Perplexity જેવા AI સહાયકોની હેન્ડ્સ-ફ્રી ઍક્સેસ આપે છે. Galaxy Buds4 માં આખા દિવસના પહેરવા માટે ઓપન-ફિટ ડિઝાઇન, સુધારેલ એક્ટિવ નોઈઝ કેન્સલેશન, એડેપ્ટિવ EQ અને સુપર ક્લિયર કોલ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

Last Updated : February 26, 2026 at 4:20 PM IST