ETV Bharat / bharat

રામ મંદિરમાં દાનની ચોરી પર હવે મોહન ભાગવતનું નિવેદન આવ્યું, સંઘ પ્રમુખે શું કહ્યું...

રામ મંદિર દાનની ચોરી વિવાદ પર RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે.

RSS પ્રમુખ મોહન ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવત (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 5, 2026 at 6:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે કહ્યું કે, તેઓ RSS મહાસચિવ (સરકાર્યવાહ) દત્તાત્રેય હોસાબલે દ્વારા રામ મંદિરના પ્રસાદના મુદ્દા અંગે આપવામાં આવેલા નિવેદન સાથે સંપૂર્ણપણે સહમત છે.

ભાગવતે મીડિયાને કહ્યું કે, "હોસાબલે દ્વારા જારી કરાયેલા નિવેદનને જુઓ... મારી પ્રતિક્રિયા પણ એવી જ છે." રામ મંદિરમાં દાનના કથિત રીતે ચોરી અંગેના વિવાદ અંગે પ્રતિક્રિયા માંગવામાં આવતા એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી.

નોંધનીય છે કે શુક્રવારે એક નિવેદનમાં હોસાબલેએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરમાં દાનની કથિત ચોરીથી રામ ભક્તો અને સમાજની શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું હતું કે, તપાસમાં જે કોઈ પણ દોષિત સાબિત થશે તેને કડક સજા મળવી જોઈએ.

હોસાબલેએ એવો પણ દાવો કર્યો હતો કે, હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ લઈને હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સમગ્ર હિન્દુ સમુદાયને આ મુશ્કેલ સમયમાં ધીરજ અને સંયમ જાળવવાની અપીલ કરી હતી જેથી આવા કાવતરાઓને નિષ્ફળ બનાવી શકાય.

આ દરમિયાન, નાગપુરમાં 'સનમાર્ગ માઇન્ડ વેલનેસ સેન્ટર'ના ઉદ્ઘાટન દરમિયાન એક સભામાં બોલતા, મોહન ભાગવતે યુવાનોમાં માનસિક મજબૂતીની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, કૌટુંબિક માર્ગદર્શનના અભાવે અને વધુ પડતા 'સ્ક્રીન ટાઇમ' (મોબાઇલ, ટીવી, લેપટોપ અને કમ્પ્યુટરનો લાંબા સમય સુધી ઉપયોગ) ને કારણે બાળકો વધુને વધુ નબળા બની રહ્યા છે.

તેમણે કહ્યું કે, નવી પેઢીને વાતચીતની જરૂર છે, અને તેમનામાં મૂળ ધરાવતી એકલતાને દૂર કરવી જોઈએ. ભાગવતે ભાર મૂક્યો કે સમાજે યુવાનોના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.

આરએસએસ વડાએ કહ્યું કે, પાંડવોના સંઘર્ષ અને પડકારો જેવી પૌરાણિક કથાઓ પણ યુવાનોના મનને શાંતિ પ્રદાન કરતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

ભાગવતે પૂછ્યું, "ધોરણ 12માં નાપાસ થાય, તો તેઓ આત્મહત્યા કરે છે. ઘરમાં ઠપકો આપવામાં આવે છે, ત્યારે તેઓ ભાગી જાય છે અથવા કોઈ આત્મઘાતી પગલા ભરે છે. મન આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યું? તેમણે આ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, આજના બાળકો દાદી-નાની દ્વારા પારંપારિક કહાણીઓના માધ્યમથી માર્ગદર્શન આપવાના બદલે, નાની ઉંમરે જ ટીવી સામે મૂકી દેવામાં આવે છે, અથવા તેમના હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે.

ભાગવતે ભાર મૂક્યો કે દાદીમાની ગેરહાજરી અને માતાપિતા તરફથી સમયના અભાવથી બાળકો એકલતા અનુભવે છે. તેમણે કહ્યું, "નવી પેઢીને વાતચીતની જરૂર છે. આપણે તેમની એકલતાને દૂર કરવી જોઈએ; જો તેઓ ભૂલો કરી રહ્યા છે, તો તે ઘણીવાર આપણા પોતાના માર્ગદર્શનની નિષ્ફળતા છે."

તેમણે ભાર મૂક્યો કે ઘર અને સમાજ બંને જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ માનસિકતાને કેળવવાની પ્રાથમિક જવાબદારી શેર કરે છે, જેનાથી ખાતરી થાય છે કે નવી પેઢી સંવેદનશીલ ન બને.

આ પણ વાંચો:

  1. અમરનાથ યાત્રા: જમ્મુથી શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ રવાના, તંત્રએ કરી શ્રદ્ધાળુઓને નોંધણી કરાવવા વિનંતી
  2. શ્રી અમરનાથ યાત્રા 2026: કડક સુરક્ષા વચ્ચે 4,800 યાત્રાળુઓનો પહેલો જથ્થો કાશ્મીર પહોંચ્યો