ETV Bharat / bharat

પંજાબ વિધાનસભાએ VB-G RAM G એક્ટ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો, મનરેગા પુનઃસ્થાપનની માંગ

સત્તાધારી AAPના નેતાઓએ કેન્દ્ર સરકારના VB-G RAM G એક્ટ લાવવાના પગલાને 'ગરીબ વિરોધી' ગણાવ્યું, અને દાવો કર્યો કે તે 'ગરીબોની રોટી છીનવી લેશે.'

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 9:43 AM IST

4 Min Read
Choose ETV Bharat

ચંદીગઢ: પંજાબ વિધાનસભાએ મંગળવારે વિધાનસભામાં VB-G RAMG એક્ટ વિરુદ્ધ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભાજપના નેતૃત્ત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર જાણી જોઇને ષડયંત્ર હેઠળ મનરેગાને રદ કરીને ગરીબો અને દલિત મજૂરોની આજીવિકા "છીનવી લેવા"નો આરોપ મૂકવામાં આવ્યો.

ગૃહે ભલામણ કરી કે પંજાબ સરકાર કેન્દ્ર પાસેથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને તાત્કાલિક તેના મૂળ અધિકાર-આધારિત સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરે. ગૃહે એ પણ નોંધ્યું કે શિરોમણી અકાલી દળ (બાદલ) (SAD) એ 2027ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે ફરીથી ગઠબંધન બનાવવાની આશામાં આ મુદ્દે મૌન જાળવ્યું છે.

AAP સરકારે વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ (VB-G RAM G)નો વિરોધ કરવા માટે પંજાબ વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવ્યું હતું. જોકે, ઠરાવ પસાર થયો ત્યારે ભાજપના બે ધારાસભ્યો ગૃહમાં નહોતા.

શાસક AAP નેતાઓએ MGNREGAના સ્થાને VB-G RAMG એક્ટ લાવવાના કેન્દ્રના પગલાને "ગરીબ વિરોધી" ગણાવ્યું હતું, અને દાવો કર્યો કે તે "ગરીબોના મોઢામાંથી રોટલી છીનવી લેશે". AAP નેતાઓએ તેને "સંઘીય માળખા પર હુમલો" પણ ગણાવ્યો.

સત્ર દરમિયાન, ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી તરૂણપ્રીત સિંહ સોંડે ગૃહમાં ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સોંડે જણાવ્યું હતું કે VB-G RAMG કાયદો ગરીબી રેખા હેઠળના પરિવારો, અનુસૂચિત જાતિ (SC) સમુદાયો અને ગ્રામીણ મજૂરો પર ગંભીર અસર કરશે જેઓ જીવનનિર્વાહ માટે મનરેગા પર આધાર રાખે છે. કેન્દ્ર MGNREGAને સમાપ્ત કરવા માંગે છે. ઠરાવ અનુસાર, ભાજપ કેન્દ્ર સરકારે મનરેગાને રદ કરીને દલિત મજૂરો, દલિત પરિવારો અને ગરીબ દલિત સમુદાયની આજીવિકા છીનવી લીધી છે.

"આ એક ઇરાદાપૂર્વકનું અને ખતરનાક ષડયંત્ર છે. ભાજપ કેન્દ્ર સરકારે માત્ર મનરેગાને જ ખતમ કરી નથી પરંતુ તેણે દલિત મજૂરોની આજીવિકા પણ છીનવી લીધી છે. આ ગૃહ માને છે કે ભાજપ કેન્દ્ર સરકારે માત્ર એક સરકારી યોજનાને સમાપ્ત કરી નથી પણ તેને દેશના દલિત મજૂરોના અસ્તિત્વના અધિકાર પણ સમાપ્ત કર્યા છે."

દેશના લાખો દલિતો અને ગરીબ દલિત પરિવારો માટે MGNREGAએ જીવવા માટેનો છેલ્લો ઉપાય હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે આ એવી વ્યવસ્થા હતી જેણે દલિત મજૂરોને તેમના ગામડાઓમાં રહેવા, સખત મહેનત દ્વારા આજીવિકા કમાવવા, તેમના બાળકોને શાળાએ મોકલવા અને સન્માન સાથે જીવવાની તક આપી હતી. મનરેગાને સમાપ્ત કરવો એ યોજના લાગુ કરવાનો નિર્ણય નથી પરંતુ દલિત વિરોધી દ્રષ્ટિકોણથી એક વિચારની જાહેરાત છે. મનરેગાને રદ કરીને, કેન્દ્રની ભાજપ સરકારે દલિત મજૂરો પાસેથી રોજગાર છીનવી લીધો છે, દલિત બાળકોને શિક્ષણથી વંચિત રાખ્યા છે અને દલિત પરિવારોના રસોડાના ચૂલા ઓલવી નાખ્યા છે.

ઠરાવમાં કહેવામાં આવ્યું કે, " જે સરકાર દલિતોના રસોડાના ચૂલા ઓલવી નાખે છે તે દલિત સમુદાય પાસેથી મત માંગવાનો પોતાનો નૈતિક અધિકાર ગુમાવે છે. આ ગૃહ સ્પષ્ટપણે જણાવે છે કે ભાજપ કેન્દ્ર સરકારની નીતિઓ દલિત વિરોધી છે. ભાજપની કેન્દ્ર સરકારના નિર્ણયો વારંવાર સાબિત કરે છે કે ભાજપ દલિતોને નફરત કરે છે અને તેમને હાંસિયામાં ધકેલી દેવા માંગે છે," મનરેગા પર હુમલો ખરેખર દલિતોના ગૌરવ અને અસ્તિત્વ પર હુમલો છે.

આ ગૃહ એમ પણ કહે છે કે જે સરકાર ગામડાઓમાં દલિતોને રોજગાર આપતી નથી તે તેમને શહેરી ઝૂંપડપટ્ટીમાં ધકેલી દે છે. આજે, કેન્દ્રની ભાજપ સરકારે દલિત મજૂરો અને ગરીબ દલિત પરિવારોનો મત માંગવાનો નૈતિક અધિકાર છીનવી લીધો છે. જે સરકાર દલિતોની આજીવિકાની કાળજી લેતી નથી તેને દલિત મતોને માંગવાનો કોઇ નૈતિક અધિકાર નથી.” એમ તેમણે જણાવ્યું હતું. ગૃહે એ પણ નોંધ્યું હતું કે શિરોમણી પાર્ટીએ આ સમગ્ર મુદ્દા પર મૌન જાળવી રાખ્યું છે.

આ મૌન એટલા માટે છે કારણ કે તેઓ 2027માં ભાજપ સાથે ફરી ગઠબંધન કરવા માંગે છે, ભલે તેના માટે દલિતોને કિંમત ચૂકવવી પડે. દલિતો વિરુદ્ધના નિર્ણયો પર મૌન રહેવું પણ ગુનો છે. ગૃહે ભલામણ કરી કે રાજ્ય સરકાર ભાજપ કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરે કે તેઓ મનરેગાને રદ કરવાનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે, મનરેગાને તેના મૂળ અધિકાર-આધારિત સ્વરૂપમાં સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરે અને દેશભરના દલિત મજૂરો અને ગરીબ દલિત પરિવારો માટે ગેરંટીકૃત કામ અને વેતન સુનિશ્ચિત કરે.

ઠરાવ પરની ચર્ચામાં ભાગ લેતા નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર પર MGNREGAને "વ્યવસ્થિત રીતે સમાપ્ત કરવા" અને "ગરીબોને આજીવિકાના અધિકારથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો હતો.કેબિનેટ મંત્રી અમન અરોરાએ VB-G RAM G ને ગેરંટીકૃત રોજગારને ફગાવવાને એક ગણતરૂપૂર્વકનું પગલું ગણાવ્યું હતું.

અરોરાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, "તેઓ પંજાબમાં સરેરાશ 26 દિવસના રોજગારની વાત કરે છે. જો આપણે આ શંકાસ્પદ સરેરાશ સ્વીકારીએ તો પણ, મારો પ્રશ્ન એ છે કે, 100 દિવસથી 125 કરવાનો હેતુ શું હતો?

"આ લોકોને મૂર્ખ બનાવવા સિવાય કંઈ નથી. જો કોઈ મનરેગા મજૂરને ખબર હોય કે તેને છ થી આઠ મહિના સુધી વેતન નહીં મળે, તો શું તે કામ પર આવશે? જો પંચાયતો પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે, તો પણ જો ઉપરથી ભંડોળ નહીં મળે તો તેઓ સામાનની ચુકવણી કેવી રીતે કરશે? કેન્દ્રએ એકલા હાથે આ યોજનાને સમાપ્ત કરી દીધી છે."

આ પણ વાંચો: