ઇરાન સંકટ પર પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન, કહ્યું- શાંતિ માટે વાતચીત જરૂરી
ઇઝરાયેલ-અમેરિકા-ઇરાન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ અને સ્થિરતા જાળવવાનું આહવાન કર્યું.

Published : March 2, 2026 at 2:28 PM IST
નવી દિલ્હી: ઇરાનમાં સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ શાંતિની અપીલ કરી છે. PM મોદીએ કહ્યું કે તે ચર્ચા અને કૂટનીતિના પક્ષમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "વિશ્વમાં ચાલી રહેલા તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ અને સ્થિરતા જાળવવાનું આહવાન કર્યું છે અને જ્યારે બે લોકશાહી દેશો સાથે ઉભા રહે છે ત્યારે શાંતિ માટેનો અવાજ વધુ મજબૂત બને છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અમારા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત તમામ વિવાદોના ઉકેલ માટે વાતચીત અને રાજદ્વારીને સમર્થન આપે છે. અમે આ ક્ષેત્રમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું."
#WATCH | Delhi: PM Narendra Modi says, " india's position on the many ongoing tensions in the world is clear. we have always called for maintaining peace and stability, and when two democracies stand together, the voice for peace becomes even stronger. the current situation in… pic.twitter.com/lG7FDgPYWe
— ANI (@ANI) March 2, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ફોન પર વાત કરી છે, તેમણે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તાજેતરના ઘટનાક્રમને લઇને ભારતની ચિંતાઓ વ્યક્ત કરી હતી. વાતચીત દરમિયાન વડાપ્રધાને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
X પરની એક પોસ્ટમાં PM મોદીએ કહ્યું, "વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. તાજેતરના ઘટનાક્રમો પર ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભારત દુશ્મનાવટને વહેલા બંધ કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરે છે."
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. અમેરિકાએ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અલી ખામેનેઇની હત્યા કરી છે, તેમની સાથે અનેક ઈરાની કમાન્ડરો પણ માર્યા ગયા છે. અમેરિકાએ ખતરનાક B-52 બંકર બસ્ટરનો ઉપયોગ કર્યો હતો. ઈરાને પણ બદલો લેતા હુમલા કર્યા છે.
ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓ બાદ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, એક અગ્રણી ભારતીય-અમેરિકન દરિયાઈ અધિકારીએ હોર્મુઝ સ્ટ્રેટના મહત્ત્વપૂર્ણ તેલ પુરવઠા માર્ગ પર અસર અને વૈશ્વિક તેલના ભાવ પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. દરિયાઈ ક્ષેત્રની કંપની સેફસી ગ્રુપના ચેરમેન ડૉ. એસ.વી.અંચને કહ્યું: "ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં કોઈપણ ઉથલપાથલથી દરિયાઈ પુરવઠા ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થાય છે," અંચને કહ્યું. "હોર્મુઝ સ્ટ્રેટને બંધ ના થવા દેવો જોઈએ."
આ પણ વાંચો:

