ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની તૈયારી, જોર્ડન અને ઇજિપ્તના રસ્તા બનશે 'સેફ પેસેજ'
ઇઝરાયેલમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોની સુરક્ષાને લઇને ભારત સરકાર એલર્ટ મોડ પર છે.

Published : March 1, 2026 at 9:50 AM IST
નવી દિલ્હી: મિડલ ઇસ્ટમાં યુદ્ધની આગ ભીષણ રૂપ લઇ ચુકી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદ વિસ્તારમાં તણાવ જોવા મળ્યો છે. જવાબમાં ઇરાન દ્વારા ઇઝરાયેલ અને ખાડી દેશો પર કરવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલાએ સ્થિતિને વધુ વિસ્ફોટક બનાવી દીધી છે. આ વચ્ચે, ઇઝરાયેલમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોની સુરક્ષાને લઇને ભારત સરકાર એલર્ટ મોડ પર છે.
રાજદૂત જેપી સિંહનું મોટું નિવેદન- 'જેવી જ તક મળશે, ઘરે લાવીશું'
ઇઝરાયલમાં ભારતના રાજદૂત જેપી સિંહે સ્થિતિની ગંભીરતાને જોતા મહત્ત્વપૂર્ણ જાણકારી શેર કરી છે, તેમણે એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતીય દૂતાવાસ ત્યા ફસાયેલા દરેક ભારતીયના સંપર્કમાં છે. રાજદૂતે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષિત ઘર વાપસી માટે દરેક શક્ય યોજના પર કામ કરી રહ્યું છે.
જેપી સિંહે નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું, "અમે ફરી નવી એડવાઇઝરી જાહેર કરી છે. અમારી યોજના ભારતીયોને રોડ માર્ગ દ્વારા ઇજિપ્ત અથવા જોર્ડનના રસ્તે બહાર કાઢવાની છે. જે પણ રસ્તા સૌથી વધુ સુરક્ષિત હશે, તેને પસંદ કરવામાં આવશે." જોકે, તેમણે એમ પણ ચેતવણી આપી છે કે રોડ માર્ગથી મુસાફરી કરવી જોખમ ભરેલી છે, માટે દૂતાવાસ એક સુરક્ષિત વિન્ડોની રાહ જોઇ રહ્યું છે.
ભારતની કૂટનીતિક સક્રિયતા
યુદ્ધના વધતા વ્યાપને ધ્યાનમાં રાખતા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કૂટનીતિક મોરચો સંભાળી લીધો છે, તેમણે ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. ભારતે તમામ પક્ષો સાથે સંયમ વરતવા અને વાતચીત દ્વારા સમાધાન કાઢવાની અપીલ કરી છે. ભારતની સૌથી મોટી ચિંતા ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા છે.
ભારતીયો માટે નિર્દેશ જાહેર
- તમામ ભારતીયોને ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર તરત રજિસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે.
- દૂતાવાસે 24/7 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જેથી ઇમરજન્સી સ્થિતિમાં મદદ પહોંચાડી શકાય.
- નાગરિકોને બોમ્બ શેલ્ટર અને સુરક્ષિત બિલ્ડિંગની નજીક રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:

