ETV Bharat / bharat

PRAHAAR: ગૃહમંત્રાલયે પ્રથમ વખત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી, દેશ માટે ખતરાઓનો ઉલ્લેખ

ગૃહમંત્રાલયની કાઉન્ટર ટેરરીઝમ પોલિસી અનુસાર, ભારતને જમીન, સમુદ્ર અને હવા ત્રણેય મોરચે આતંકવાદી ખતરાઓનો સામનો કરે છે.

ગૃહમંત્રાલયે પ્રથમ વખત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી
ગૃહમંત્રાલયે પ્રથમ વખત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 2:23 PM IST

4 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ગૃહ મંત્રાલય (MHA)એ પ્રથમ વખત નેશનલ કાઉન્ટર ટેરરિઝમ પોલિસી (રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ) જાહેર કરી છે. PRAHAAR (પ્રહાર) નામના આ ડૉક્યૂમેન્ટેડ પોલિસીમાં કહેવામાં આવ્યું કે ભારત સરહદ પારના રાજ્ય પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત છે, જેમાં જેહાદી આતંકવાદી સંગઠનો અને તેમના ફ્રન્ટ સંગઠનો ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર, સંકલન અને સુવિધા અને તેને અંજામ આપવામાં રોકાયેલા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે CBRNED (કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ, પરમાણુ, એક્સપ્લોઝિવ, ડિજિટલ) સામગ્રી સુધી પહોંચવા અને તેનો ઉપયોગ કરવાના આતંકવાદી પ્રયાસોને અટકાવવા ભારતમાં આતંકવાદ વિરોધી (CT) એજન્સીઓ માટે એક પડકાર છે. સરકારી અને બિન સરકારી પરિબળો દ્વારા ડ્રોન અને રોબોટિક્સના દુરઉપયોગનો ખતરો પણ ચિંતાનો વિષય છે. ક્રિમિનલ હેકર્સ અને દેશ સાઇબર એટેક દ્વારા ભારતને નિશાન બનાવતા રહે છે.

કાઉન્ટર ટેરરિઝમ પોલિસી ડૉક્યૂમેન્ટમાં જણાવાયું છે કે, "ભારત અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) જેવા વૈશ્વિક આતંકવાદી ગ્રુપના નિશાના પર રહ્યું છે, જે સ્લીપર સેલ દ્વારા દેશમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."

દસ્તાવેજમાં વધુમાં જણાવાયું છે કે, વિદેશી ધરતીથી કાર્યરત હિંસક ઉગ્રવાદીઓએ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ષડયંત્ર રચ્યું છે. દસ્તાવેજ અનુસાર, "સરહદ પારથી તેમના હેન્ડલર્સ અવાર નવાર પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ અને હુમલાને આસાન બનાવવા માટે ડ્રોન સહિત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવા અને તેને આસાન બનાવવા માટે લોજિસ્ટિક્સ અને ભરતી માટે સંગઠિત ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે."

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી જૂથો પ્રચાર, સંદેશાવ્યવહાર, ફંડિંગ અને આતંકવાદી હુમલાઓનું નિર્દેશન કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. પોલિસીમાં જણાવાયું છે કે એન્ક્રિપ્શન, ડાર્ક વેબ અને ક્રિપ્ટો વોલેટ્સ જેવી ટેકનોલોજીમાં પ્રગતિએ આ જૂથો માટે ગુપ્ત રીતે સંચાલન કરવાનું સરળ બનાવ્યું છે.

આતંકવાદી હુમલાનું નિવારણ

પોલિસી ડૉક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં જોઇન્ટ ટાસ્ક ફોર્સ ઓન ઇન્ટેલિજન્સ (JTFI) સાથે મલ્ટી-એજન્સી સેન્ટર (MAC)નું સંચાલન દેશભરમાં CT ઇનપુટ્સને સારી રીતે અને રિયલ ટાઇમમાં શેર કરવા અને વિક્ષેપથી બચાવવા માટે નોડલ પ્લેટફોર્મ રહેશે.

ડૉક્યુમેન્ટ અનુસાર, "IBમાં MAC/JTFIના તંત્ર હેઠળ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ દળ સાથે સીટી સંચાલન માટે ગાઢ ભાગીદારી સ્થાપિત કરવામાં આવી છે."

પોલિસીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભારતને જળ, જમીન અને હવા ત્રણેય મોર્ચા પર આતંકવાદી ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે, "ભારતીય સીમાની સુરક્ષા કરનારા દળ (ડિફેન્સ, સેન્ટ્રલ અને આર્મ્ડ પોલીસ ફોર્સ) સાથે સાથે ઇમિગ્રેશન ઓથોરિટી ભારતીય સરહદને સુરક્ષિત કરવા માટે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટૂલ્સ અને ટેકનોલોજી સાથે લેસ છે. ભારતીય અર્થવ્યવસ્થાના જરૂરી વિસ્તાર જેવા પાવર, રેલ્વે, એવિએશન, પોર્ટ્સ, ડિફેન્સ, સ્પેસ અને પરમાણુ ઉર્જાને સરકારી અને નૉન સ્ટેટ પરિબળોથી બચાવવા માટે ક્ષમતાનો વિકાસ કરવામાં આવ્યો છે.

પ્રતિક્રિયા

પોલિસી ડૉક્યુમેન્ટમાં જણાવાયું છે કે, કોઇપણ હુમલા પર સ્થાનિક પોલીસ સૌથી પહેલા જવાબ આપે છે, જેને સ્પેશ્યલ સ્ટેટ અને સેન્ટ્રલ એન્ટી-ટેરર ફોર્સ મદદ કરે છે. પોલિસીમાં જણાવાયું છે, "આતંકવાદના ખતરાથી સંવેદનશીલ રાજ્યોએ હુમલાઓનો જવાબ આપવા માટે ખાસ CT ફોર્સ બનાવી છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ગૃહ મંત્રાલય હેઠળ નોડલ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી ફોર્સ છે જે મોટા આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં રાજ્ય દળોની મદદ કરવાની સાથે સાથે આવા રાજ્ય દળની ક્ષમતાનું નિર્માણ પણ કરે છે."

ક્ષમતા નિર્માણ

પોલિસીમાં જણાવાયું છે કે સિક્યોરિટી અને લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું આધુનિકીકરણ CT પ્રતિભાવમાં મહત્ત્વનો રોલ નીભાવે છે જેમાં કહેવામાં આવ્યું છે, "CT એજન્સીઓ માટે નવી સ્કિલ્સ અને રણનીતિની ટ્રેનિંગ સિવાય લેટેસ્ટ ટૂલ્સ, ટેકનોલોજી અને વેપનરી નિયમિત રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. ટ્રેનિંગ ઇંસ્ટિટ્યૂટના ટ્રેનિંગ મૉડ્યૂલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ ટ્રેનિંગ ફેકલ્ટીને અપગ્રેડ કરીને આતંકી ગતિવિધિઓ સામે લડવા માટે સર્વોત્તમ ફેકલ્ટીને ટ્રેનિંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભારતીય યુવાનોને ભરતી કરવાના પ્રયાસમાં આતંકવાદી જૂથો

પોલિસી ડૉક્યુમેન્ટમાં જણાવાયું છે કે, આતંકવાદી જૂથો સતત ભારતીય યુવાનોને ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે, ભારતીય ઇન્ટેલિજન્સ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સતત આતંકવાદી ગ્રુપના ઇરાદાને નિષ્ફળ બનાવી રહી છે. એકવાર ઓળખાણ થઇ ગયા પછી, આ યુવાનો પર પોલીસ દ્વારા ગ્રેડેડ કાર્યવાહી કરવામાં આવે છે, જેનો હેતુ બહુ-હિતધારક સેટિંગમાં કટ્ટરપંથીકરણ અને હિંસક ઉગ્રવાદની સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાનો છે. કટ્ટરપંથીકરણના સ્તરના આધારે વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

સમુદાય અને ધાર્મિક નેતાઓની ભૂમિકા

તે જણાવે છે કે સમુદાય અને ધાર્મિક નેતાઓ, ઉદારવાદી કાર્યકરો અને NGO કટ્ટરપંથીકરણ અને ઉગ્રવાદી હિંસાના ખરાબ પરિણામો વિશે જાગૃતિ ફેલાવવામાં લાગેલા છે. વધુમાં, યુવાઓને રચનાત્મક રીતે સામેલ કરવામાં આવે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે શાંતિ અને સાંપ્રદાયિક સદભાવ માટે ખતરો બનનારા મુદ્દાઓ પર રોક લગાવી શકે. જેલમાં કટ્ટરપંથને રોકવા માટે જેલ સ્ટાફને સમયાંતરે સાવધાન કરવામાં આવે છે કે હાર્ડ કોર કેદીઓ દ્વારા નબળા કેદીઓને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસોને અટકાવે.

આ પણ વાંચો: