ETV Bharat / bharat

એક વોટની તાકાત: ઉમેદવાર માત્ર એક મતથી જીત્યા, આનંદ મહિન્દ્રાએ કહ્યું, 'એક વોટ ઈતિહાસ બદલી શકે'

તમિલનાડુની તિરુપ્પત્તુર સીટ પર, DMKના મંત્રી કેઆર પેરિયાકરુપ્પન TVKના સીનિવાસા સેતુપતિ કરતા આગળ હતા પરંતુ અંતિમ રાઉન્ડમાંમાત્ર એક વોટથી હારી ગયા

તમિલનાડુની તિરુપ્પત્તુર સીટ પર, DMKના મંત્રી કેઆર પેરિયાકરુપ્પન TVKના સીનિવાસા સેતુપતિ કરતા આગળ હતા પરંતુ અંતિમ રાઉન્ડમાંમાત્ર એક વોટથી હારી ગયા
તમિલનાડુની તિરુપ્પત્તુર સીટ પર, DMKના મંત્રી કેઆર પેરિયાકરુપ્પન TVKના સીનિવાસા સેતુપતિ કરતા આગળ હતા પરંતુ અંતિમ રાઉન્ડમાંમાત્ર એક વોટથી હારી ગયા (Getty Images)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2026 at 10:30 PM IST

1 Min Read
Choose ETV Bharat

ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા પરિણામો 2026માંથી આવેલ અત્યંત નાના મતફેરવાળા પરિણામે વ્યાપક ચર્ચા જગાવી છે અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ એક વાયરલ તસવીર શેર કરી, જેમાં બતાવવામાં આવ્યું કે એક જ મત ઇતિહાસ બદલી શકે છે.

ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા આપતાં મહિન્દ્રાએ X પર લખ્યું: “તાજેતરના રાજ્ય ચૂંટણીના પરિણામો દરેક રીતે નાટકીય રહ્યા છે. પરંતુ મારા માટે, આ તસવીર ચૂંટણીનું સૌથી અવિસ્મરણીય પરિણામ રહેશે.”

તેમણે જે તસવીરનો ઉલ્લેખ કર્યો હતો તેમાં એક મતવિસ્તાર બતાવવામાં આવ્યો છે, જ્યાં ટોચના બે ઉમેદવારો વચ્ચે 1.66 લાખથી વધુ મત પડ્યા હતા, તેમ છતાં અંતિમ પરિણામ માત્ર એક જ મતથી નક્કી થયું.

4 મેના મતગણતરીના દિવસે, કે આર પેરિકરુપ્પન તમિલનાડુના સિવગંગા જિલ્લામાં આવેલા તિરુપ્પત્તુર વિધાનસભા મતવિસ્તારમાં સીનિવાસ સેતુપથિ સામે 30 મતથી આગળ હતા. પરંતુ અંતિમ પરિણામે પરિસ્થિતિ બદલાઈ ગઈ. છેલ્લી રાઉન્ડમાં પાંસાં ફરી ગયા અને પેરીયાકરુપ્પન માત્ર એક મતથી તિરુપ્પત્તુર બેઠક હારી ગયા. તેમના પ્રતિસ્પર્ધી, તમિલગા વેટ્રી કઝગમ (TVK)ના સીનિવાસા સેતુપતિએ 83,375 મત મેળવ્યા, જ્યારે પેરીયાકરુપ્પનને 83,374 મત મળ્યા, જે દર્શાવે છે કે માત્ર એક મત કેટલો મહત્વનો બની શકે છે.

બીજી તરફ, કેસી થિરુમારન 29,054 મત સાથે ત્રીજા સ્થાને રહ્યા, જે વિજેતા કરતાં 54,000થી વધુ મત પાછળ હતા.

આ ક્ષણના મહત્ત્વને ઉજાગર કરતાં આનંદ મહિન્દ્રાએ ઉમેર્યું: “તમિલનાડુના આ મતવિસ્તારમાં ટોચના બે ઉમેદવારો વચ્ચે 1,66,000થી વધુ મત પડ્યા હતા અને ઇતિહાસ માત્ર એક મતથી બદલાઈ ગયો.”

આ પણ વાંચો: