ETV Bharat / bharat

બંગાળમાં સ્ટ્રોંગ રૂમ પર 'મહાસંગ્રામ', EVMની સુરક્ષાને લઇને રાજકારણ ગરમાયું

તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગરૂમની બહાર લાગેલા CCTV મોનિટરને આ ઊંચા બેરિકેડ્સથી જાણી જોઇને છુપાવવામાં આવ્યા હતા.

બંગાળમાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં સુરક્ષાકર્મી, TMC નેતા શશિ પાંજા અને કુણાલ ઘોષ સ્ટ્રોંગ રૂમ સામે ધરણા પર બેઠા હતા અને મમતા બેનરજીની તસવીર.
બંગાળમાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં સુરક્ષાકર્મી, TMC નેતા શશિ પાંજા અને કુણાલ ઘોષ સ્ટ્રોંગ રૂમ સામે ધરણા પર બેઠા હતા અને મમતા બેનરજીની તસવીર. (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2026 at 5:03 PM IST

4 Min Read
Choose ETV Bharat

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સ્ટ્રોંગ રૂમને લઇને રાજકીય સંગ્રામ ચાલી રહ્યું છે. સવાર પડતા જ કોલકાતાના ખુદીરામ અનુશીલન કેન્દ્રનો સ્ટ્રોંગ રૂમ એક એવા કિલ્લામાં બદલાઇ ગયો જેને કોઇ ભેદી નથી શકતું. આ જગ્યાને લોખંડની મોટી મોટી રેલિંગથી ઘેરવામાં આવ્યો છે. ગાર્ડ ડ્યુટી પર તૈનાત તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ રૂમની બહાર લાગેલા CCTV મોનિટરને આ ઊંચા બેરિકેડ્સ દ્વારા જાણી જોઇને છુપાવવામાં આવ્યા હતા.

કાલ રાત બાદ, બેલેઘાટા મતવિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર કુણાલ ઘોષ આજે સવારે ખુદીરામ અનુશીલન કેન્દ્રના મોનિટરિંગ સેન્ટરમાં CCTV ફૂટેજની બારીકાઇથી તપાસ કરવા પાછા ફર્યા હતા, તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ તરફથી ઇમેઇલ બતાવવા છતા, ગુરૂવારે તેમને અંદર જવા દેવામાં આવ્યા નહતા.

ત્યારબાદ, તૃણમૂલ કોંગ્રેસના નેતાએ વહીવટીતંત્રના વ્યવહાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ગંભીર આરોપ લગાવ્યો કે ઉમેદવારો અને તેમના એજન્ટોને અંધારામાં રાખીને સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો.

આજે સવારે મોનિટરિંગ સેન્ટર પહોંચ્યા પછી, કુણાલ ઘોષે એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. ફૂટેજમાં બેલેઘાટાના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર બે મોટી સ્ક્રીનની સામે બેસીને પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. સ્ક્રીન પર ખુદીરામ અનુશીલન કેન્દ્ર સ્ટ્રોંગ રૂમમાં લાગેલા CCTV કેમેરામાંથી લાઇવ ફીડ દેખાઇ રહી હતી, જેનાથી સુવિધાની અંદર રેકની લાઇન જોવા મળતી હતી.

એક ખાસ કેમેરાની ફીડ તરફ ઇશારો કરતા તેમણે જણાવ્યું કે, ગયા દિવસે જે જ સ્થળે પોસ્ટલ બેલેટ સંભાળતા ઘણા લોકોની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. વિસ્તારમાં કાર્યકરો બેલેટ પ્રક્રિયા કરવામાં લાગેલા હતા. જોકે, તેમણે જણાવ્યું કે શુક્રવાર સવાર સુધી, તે જગ્યાએ કોઇ માણસ નહતો કે કોઇ હિલચાલ દેખાતી નહતી.

તેના બદલે, મુખ્ય બિલ્ડિંગ હવે સેન્ટ્રલ ફોર્સની કડક દેખરેખ હેઠળ છે, જ્યારે બહાર રાજ્ય પોલીસની એક મોટી ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ ફોર્સ વચ્ચે લોખંડનું મોટું બેરિકેડ લાગેલું છે, જે લગભગ 7થી 8 ફૂટ ઊંચા છે.

શુક્રવાર સવારે ખુદીરામ અનુશીલન કેન્દ્રની બહારનો નજારો

આ બે-સ્તરીય બેરિકેડ્સ એક એવી દિવાલ બની ગયા છે જે પાર કરી શકાતી નથી, જેના કારણે રસ્તાની એક બાજુથી બીજી બાજુ જોવાનું લગભગ અશક્ય બની ગયું છે. ખુદીરામ અનુશીલન કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાં હાલમાં સાત હાઇ-પ્રોફાઇલ વિધાનસભા મતવિસ્તારના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે, જે કડક સુરક્ષા હેઠળ છે.

ચૂંટણી પંચના નિયમો અનુસાર, સ્ટ્રોંગ રૂમની બહાર લાઇવ CCTV ફૂટેજ દર્શાવતા મોનિટર લગાવવામાં આવ્યા હતા જેથી રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અંદર EVM સુરક્ષિત છે તે જોઇ શકે. જોકે, શુક્રવાર સવારે, પોતાની શિફ્ટ બદલવા માટે આવેલા તૃણમૂલ કાર્યકર્તાઓએ જોયું કે મોનિટરની સામે જ એક મોટી રેલિંગ બનાવવામાં આવી હતી. તેમને સ્ટ્રોંગ રૂમની નજીક જવાથી પણ અટકાવવામાં આવ્યા હતા. પક્ષના કાર્યકરોએ રસ્તો પાર કરીને કોલકાતા હાઇકોર્ટ નજીક ખુદીરામ બોઝની પ્રતિમા સામે ભેગા થવું પડ્યું હતું.

આ ઘટના પર ઊંડી નિરાશા વ્યક્ત કરતા, ગુસ્સે થયેલા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, "ગઇકાલે મોડી રાત સુધી, અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. અમે સ્પષ્ટપણે જોઇ શકતા હતા કે ક્યા કેમેરા ચાલુ છે અને ક્યા બંધ છે પરંતુ શુક્રવાર સવારે પહોંચ્યા પછી, અમે જોયું કે સ્ટ્રોંગ રૂમની સામેનો વિસ્તાર એટલી ઊંચી રેલિંગ લગાવવામાં આવી હતી કે CCTV મોનિટર પણ અમને દેખાતા નહતા."

તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વધુ સ્પષ્ટ રીતે આરોપ લગાવ્યો કે, "અંદર ખરેખર શું થઇ રહ્યું છે, તેના અંગે અમને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યા છે. અમને પરિસરમાં પ્રવેશવાની કોઇ પરવાનગી આપવામાં આવી નથી. વહીવટીતંત્ર સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશવા માટેના ચોક્કસ પ્રોટોકોલ અથવા નિયમો વિશે કોઇ સ્પષ્ટ માહિતી આપવામાં નિષ્ફળ ગયું છે."

તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા પારદર્શિતા સાથે કામ કરવાના વારંવાર દાવાઓ છતાં, વાસ્તવિકતામાં આવી પારદર્શિતાનો કોઇ અંશ પણ નથી.

લાંબા સમય સુધી ચૂંટણી પ્રક્રિયામાં સામેલ હોવા છતાં, સ્થળ પર હાજર શાસક પક્ષના કાર્યકરોએ દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય સ્ટ્રોંગ રૂમની બહાર આટલી મોટી રેલિંગ કે બેરીકેડ જોઇ નથી જેમાં ઘુસી ના શકાય.

વહીવટીતંત્રને અપીલ કરતા તેમણે કહ્યું, "ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે, મોનિટરને ઓછામાં ઓછા બેરિકેડ પાસે એક એવી જગ્યાએ શિફ્ટ કરવા જોઇએ, જ્યાં અમે બહાર ઉભઆ થઇને પણ EVMની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ. CCTV ફૂટેજને પોતાની આંખોથી જોવાથી આપણને ઓછામાં ઓછું થોડું આશ્વાસન મળશે.

દરમિયાન, સ્ટ્રોંગ રૂમની કથિત રીતે કડક સુરક્ષા પર સવાલ ઉઠાવતા, કુણાલ ઘોષે નારાજગીમાં કહ્યું કે, જો તમે (ચૂંટણી પંચ) ખરેખર ઇમેલ નોટિફિકેશન મોકલી હતી, તો જ્યારે અમે ઇમેલ જોવાની વિનંતી કરી ત્યારે અમને જગ્યામાં એન્ટ્રી કેમ આપવામાં આવી નહતી."

જોકે, ચૂંટણી પંચે સત્તા પર રહેલી પાર્ટીના આ આરોપોને માનવાનો ઇનકાર કરી દીધો છે. ગુરૂવારે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે મીડિયા સાથે વાત કરી હતી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે સ્ટ્રોંગ રૂમની અંદર શક કરવા લાયક કોઇ ઘટના નથી. આ સિવાય, તે જગ્યાના ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી (DEO)એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોસ્ટલ બેલેટ સોર્ટિંગ પ્રક્રિયા વિશે ઇમેઇલ દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયા નિયમોનું કડક પાલન કરતા કરવામાં આવી હતી અને હવે જે આરોપો લગાવવામાં આવ્યા છે તેનો કોઇ લોજિકલ આધાર નથી.

બેલેઘાટાના ઉમેદવારે સ્પષ્ટતા કરી હતી કે મતદાન મશીનોની 24 કલાક સુરક્ષા સુનિશ્ચિત કરવા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીની સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, તેમના ચૂંટણી એજન્ટો, અયાન ચક્રવર્તી, અભિજીત અને પાર્ટીના બીજા કાર્યકર્તા 24 કલાક CCTV મોનિટરિંગ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.

સ્ટ્રોંગ રૂમને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે, કુણાલ ઘોષ પોતાની પાર્ટીની શાનદાર જીતને લઇને 100% વિશ્વાસ ધરાવે છે. પુરા વિશ્વાસ સાથે તેમણે કહ્યું કે, તૃણમૂલ જીતી રહી છે અને મમતા બેનરજી ભારે બહુમત સાથે સત્તામાં પરત આવી રહ્યા છે.

ચૂંટણી પરિણામોની જાહેરાત પહેલા શુક્રવારે સવાલે જોવા મળેલી કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા અને શાસક પક્ષ દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આરોપોએ ફરી એકવાર રાજકીય તણાવ પેદા કર્યો છે.

આ પણ વાંચો: