PM મોદી ઉઝબેકિસ્તાન-કઝાકિસ્તાનના પ્રવાસે રવાના, SCO સમિટ પહેલા કહ્યું- ભારતનો ઉદ્દેશ્ય આતંકવાદ મુક્ત ક્ષેત્રના વિઝનને આગળ વધારવાનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી મંગળવાર સુધી ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના ચાર દિવસીય બે દેશના પ્રવાસે જઇ રહ્યા છે.

By ANI
Published : August 29, 2026 at 7:15 AM IST
|Updated : August 29, 2026 at 10:00 AM IST
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ચાર દિવસના વિદેશ પ્રવાસ શરૂ થયો છે. PM મોદી ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના પ્રવાસ માટે રવાના થયા છે. 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યાત્રા મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને આ ક્ષેત્ર સાથે સભ્યતા સંબંધોને વધુ ગાઢ બનાવશે. PM મોદીએ કહ્યું કે, આ મુલાકાત શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફના સહિયારા પ્રયાસોને આગળ વધારશે- જે મૂલ્યો વિશ્વ સાથે ભારતના જોડાણના મૂળમાં છે.
Delhi: Prime Minister Narendra Modi leaves for Tashkent, Uzbekistan
— ANI (@ANI) August 29, 2026
During the visit, the Prime Minister will hold delegation-level talks with President Mirziyoyev to further strengthen the strategic partnership between the two countries. The two leaders will review… pic.twitter.com/Sgtnerf96c
વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, વડાપ્રધાનનો પ્રવાસ ઉઝબેક રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર 29-30 ઓગસ્ટના રોજ તાશ્કંદની રાજકીય યાત્રા સાથે શરૂ થશે.
ઉઝબેકિસ્તાનની તેમની ચોથી યાત્રા દરમિયાન PM મોદી વેપાર, રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ-સ્તરની વાતચીત કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે, બન્ને નેતાઓ તેમના લાંબા ગાળાના વિકાસ રોડમેપને એક બીજા સાથે જોડશે અને 'વિકસિત ભારત 2047'ના વિઝન અને 'ઉઝબેકિસ્તાન-2030'ની રણનીતિ વચ્ચે તાલમેલ બેસાડશે. તાશ્કંદમાં પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી શાસ્ત્રી મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ પણ આપશે અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે મહાત્મા ગાંધી સેન્ટરની મુલાકાત પણ લેશે.
ઉઝબેકિસ્તાનમાં પોતાના કાર્યક્રમ બાદ, PM મોદી 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરના રોજ 26મા શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા માટે કિર્ગિઝ રાષ્ટ્રપતિ સદિર ઝાપારોવના આમંત્રણ પર બિશ્કેક જશે.
આ ઉચ્ચ સ્તરીય બેઠક SCOની 25મી વર્ષગાંઠનું પ્રતિક છે જેમાં ભારત 2017થી પૂર્ણ સભ્યના રૂપમાં સામેલ છે.
પ્રાદેશિક નેતાઓની સભાને સંબોધતા PM મોદી સુરક્ષા, કનેક્ટિવિટી પર કેન્દ્રિત ભારતની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને રજૂ કરશે. મુખ્ય શિખર સમ્મેલનમાં ભાગ લેવા અને અલગથી દ્વિપક્ષીય બેઠક કરવા ઉપરાંત વડાપ્રધાન મધ્ય એશિયાના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી છઠ્ઠી વિશ્વ નોમૈડ ગેમ્સના ઉદ્દઘાટન સમારંભમાં ભાગ લેશે.
આ હાઇ-પ્રોફાઇલ પ્રવાસ મધ્ય એશિયામાં પોતાની વ્યૂહાત્મક હાજરી, આર્થિક એકીકરણ અને સુરક્ષા સંબંધોનો વિસ્તાર કરવાના નવી દિલ્હીના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો:

