PM મોદી ઇઝરાયેલના બે દિવસના પ્રવાસે રવાના થયા; વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા પર નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયેલના સંબંધો 'સ્પેશ્યલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'માં અપગ્રેડ થવાની સંભાવના છે.

Published : February 25, 2026 at 8:36 AM IST
|Updated : February 25, 2026 at 9:58 AM IST
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી ઇઝરાયેલના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. PM તરીકે ઇઝરાયેલનો આ તેમનો બીજો પ્રવાસ હશે જેમાં બન્ને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક, સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બન્ને નેતાઓ ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રોગ્રેસની સમીક્ષા કરશે અને સહયોગ માટે નવી તકો શોધશે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વાતચીતના મુખ્ય ક્ષેત્રોમાં સાયન્સ અને ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, વોટર મેનેજમેન્ટ, ટ્રેડ અને આર્થિક સંબંધો તેમજ લોકો સાથે વાતચીતનો સમાવેશ થશે. બન્ને નેતાઓ પરસ્પર મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક, વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરે તેવી શક્યતા છે.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi emplanes for Israel.
— ANI (@ANI) February 25, 2026
At the invitation of the Prime Minister of Israel, Benjamin Netanyahu, Prime Minister Narendra Modi will pay a State visit to Israel on February 25-26, 2026. This will be the second visit of the Prime Minister to… pic.twitter.com/8YH3VoJjDQ
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને પણ મળશે.
આ પ્રવાસ ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ઊંડી અને લાંબા સમયથી ચાલતી સ્ટ્રેટેજિક પાર્ટનરિશપને વધુ પાક્કી કરવાની આશા છે. PMOએ કહ્યું કે, બન્ને દેશોએ સહિયારા પડકારોનો સામનો કરવા અને બન્ને લોકશાહી વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાની તક પણ મળશે.
આ ઐતિહાસિક પ્રવાસ પહેલા ઇઝરાયેલમાં વિરોધ પક્ષના નેતા યેર લેપિડે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા તેમણે 'ઇઝરાયેલના સાચા મિત્ર' ગણાવ્યા હતા. X પર હિન્દીમાં એક પોસ્ટમાં લેપિડે કહ્યું, "આખું ઇઝરાયેલ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે...તેઓ ઇઝરાયેલના સાચા મિત્ર છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચેનો સંબંધ માત્ર વ્યૂહાત્મક નથી પણ દેશો વચ્ચે ગાઢ મિત્રતાનું બંધન છે."
सारा इज़राइल कल प्रधानमंत्री मोदी का स्वागत करने के लिए उत्सुक है। वह इज़राइल के सच्चे मित्र हैं। इज़राइल और भारत के बीच का संबंध केवल एक रणनीतिक संबंध नहीं है, बल्कि राष्ट्रों के बीच गहरी मित्रता का बंधन है।🇮🇱🇮🇳
— יאיר לפיד - Yair Lapid (@yairlapid) February 24, 2026
ભારત અને ઇઝરાયેલ પોતાના સંબંધોને સ્પેશ્યલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં અપગ્રેડ કરશે
વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયેલના સંબંધોને સ્પેશ્યલ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવશે, જે અમેરિકા અને જર્મની જેવા દેશો સાથે જેરૂસલેમના સંબંધઓની જેમ મોટી છલાંગ હશે.
નવ વર્ષમાં PM મોદીનો ઇઝરાયેલનો આ બીજો પ્રવાસ હશે. જુલાઇ 2017માં વડાપ્રધાન મોદી તે દેશની પ્રથમ મુલાકાત દરમિયાન ભારત-ઇઝરાયેલના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારી દીધી હતી.
અપગ્રેડ કરેલ "સ્પેશ્યલ સ્ટ્રેટેજિક પાર્ટનરિશ' એગ્રીમેન્ટ સંબંધોને વધુ વિકસિત કરવાની મંજૂરી આપશે જેનાથી અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓના સંયુક્ત વિક્સા અને જરૂરિયાતના સમયે એકબીજાની સાથે ઊભા રહેવાની સમજણ તરફ દોરી જશે.
PTIના સૂત્રોએ જણાવ્યું, "બન્ને દેશ વર્ષોથી વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે અને તે મુશ્કેલ સમયમાં સાબિત થયું છે. આ ફક્ત વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી રહી છે."
PM મોદીનું એરપોર્ટ પર નેતન્યાહૂ કરશે સ્વાગત
વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા દ્વારા સ્વાગત કરવામાં આવશે. જેરૂસલેમમાં, PM મોદી ભારતીય સમુદાયના લોકોને મળશે અને નેસેટ (ઇઝરાયલી સાંસદ)માં જઇને કાયદો ઘડનારાઓને સંબોધિત કરશે, જે વિશ્વના પસંદગીના નેતાઓને આપવામાં આવેલો એક રેર સન્માન છે.
બુધવાર સાંજે, તેઓ એક એક્ઝિબિશનમાં જશે જ્યાં ઇઝરાયેલે તેની ટેકનોલોજીનું પ્રદર્શન કરશે જેમાં ટોચના ઇઝરાયેલી અધિકારીઓ હાજર રહેશે. નેતન્યાહૂ બુધવાર રાત્રે મોદી માટે એક ડિનરનું આયોજન કરશે.
ઓફિશિયલ કાર્યક્રમ અનુસાર, PM મોદી ગુરૂવારે સવારે યાદ વાશેમ ખાતે ઇઝરાયેલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને મળતા પહેલા હોલોકોસ્ટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે.
બન્ને દેશો વચ્ચે કેટલાક MoUs પર હસ્તાક્ષર થવાના છે જેમાં સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં પલ્બિશ થયેલો MoU પણ સામેલ છે. સૂત્રોએ PTIને જણાવ્યુ કે, "એગ્રીમેન્ટના ભાગરૂપે, એક સીક્રેસી મેકેનિઝમ બનાવવામાં આવશે જેનાથી કેટલીક નવી કેટેગરી ખુલશે જે અત્યાર સુધી ઉપલબ્ધ નહતી."
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, 'એર ડિફેન્સ સિસ્ટમ જેવા એરિયામાં જરૂરી અંડરસ્ટેન્ડિંગ બની રહી છે, સાથે જ ભારતને લેસર-આધારિત એર ડિફેન્સ સિસ્ટમ (ઓર ઇટન)માં ઇન્ટીગ્રેટ કરવામાં આવી રહી છે.
ઇઝરાયેલ અને ભારત AI, ક્વોન્ટમ અને સાયબર જેવી ડિસરપ્ટિવ ટેકનોલોજી પર ભાર આપતા સહયોગ માટે કેટલાક MoU પર પણ હસ્તાક્ષર કરશે.
નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે, "આ પ્રવાસ બન્ને દેશો વચ્ચેની ઊંડી અને લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારીને ફરીથી સ્થાપિત કરશે અને સામાન્ય પડકારોની સમીક્ષા કરવની તેમજ બે મજબૂત લોકશાહીઓ વચ્ચે ભાગીદારી માટે સહિયારા દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા તરફના પ્રયાસોને ફરીથી સ્થાપિત કરવાની તક આપશે."
આ પણ વાંચો:

